Patan Lok Sabha Eelection Result 2024 : પાટણ લોકસભા ચૂંટણી 2024 પરિણામ જાહેર થઇ ગયું છે. ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી એ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ ટકાવી રાખ્યું છે. મત ગણતરીમાં ભારે ઉતારચઢાવના અંતે ભરતસિંહ ડાભીએ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે 31,876 મતોથી વિજય મેળવ્યો છે.
પાટણ લોકસભા બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના ચંદનજી ઠાકોર વચ્ચે જોરદાર જંગ હતો. વિવિધ રાઉન્ડની મત ગણતરીમાં બંને ઉમેદવારો એકબીજાને ટક્કર આપતા દેખાયા હતા. જોકે છેવટે ભરતસિંહ ડાભીએ જીત મેળવી છે. ભરતસિંહ ડાભીને 5,91,947 મત મળ્યા છે. જ્યારે ચંદનજી ઠાકોરને 5,60,071 મત મળ્યા છે.
પાટણ બેઠક લોકસભા ચૂંટણી પરિણામ 2024
| ઉમેદવાર | પક્ષ | મળેલ મત | હાર જીત |
| ભરતસિંહ ડાભી | ભાજપ | 5,91,947 | જીત |
| ચંદનજી ઠાકોર | કોંગ્રેસ | 5,60,071 | હાર |
પાટણ લોકસભા સીટ પર 58.56 ટકા મતદાન
પાટણ લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. પાટણમાં કુલ 58.56 ટકા મતદાન થયું હતું. જેમાં ચાણસ્મા વિધાનસભા સીટ પર 56.12 ટકા, પાટણ 58.15 ટકા, રાધનપુર 53.67 ટકા, વડગામ 65.24 ટકા, કાંકરેજ 55.38 ટકા, સિદ્ધપુર 62.68 ટકા અને ખેરાલુમાં 59.34 ટકા મતદાન નોંધાયું હતું.
2019માં શું હતું પરિણામ
2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો 1,93,879 મતોથી વિજય થયો હતો. ભરત સિંહને 56.24 ટકા અને જગદીશ ઠાકોરને 39.02 ટકા વોટ મળ્યા હતા.

આ પણ વાંચો – જામનગર લોકસભા ચૂંટણી પરિણામ 2024 : પૂનમ માડમની હેટ્રિક , 2 લાખથી વધુ મતોથી વિજય
પાટણ લોકસભા બેઠક પર ચૂંટાયેલા સંસદ સભ્યો
| વર્ષ | ચૂંટાયેલા સંસદ સભ્ય | પાર્ટી |
| 1957 | ઠાકોર મોતીસિંહ | કોંગ્રેસ |
| 1962 | પરષોત્તમદાસ પટેલ | કોંગ્રેસ |
| 1967 | ડીઆર પરમાર | સ્વતંત્ર પાર્ટી |
| 1971 | ખેમચંદ ચાવડા | કોંગ્રેસ |
| 1977 | ખેમચંદ ચાવડા | જનતા પાર્ટી |
| 1980 | હીરાલાલ પરમાર | કોંગ્રેસ |
| 1984 | પૂનમચંદ વણકર | કોંગ્રેસ |
| 1989 | ખેમચંદ ચાવડા | જનતાદળ |
| 1991 | મહેશ કનોડિયા | ભાજપ |
| 1996 | મહેશ કનોડિયા | ભાજપ |
| 1998 | મહેશ કનોડિયા | ભાજપ |
| 1999 | પ્રવિણ રાષ્ટ્રપાલ | કોંગ્રેસ |
| 2004 | મહેશ કનોડિયા | ભાજપ |
| 2009 | જગદીશ ઠાકોર | કોંગ્રેસ |
| 2014 | લીલાધર વાઘેલા | ભાજપ |
| 2019 | ભરતસિંહ ડાભી | ભાજપ |
1957થી પાટણ બેઠક પર યોજાયેલી 16 ચૂંટણીઓમાં છ વાર કોંગ્રેસ, છ વાર ભાજપ, એક-એક વખત સ્વતંત્ર પક્ષ, જનતા પક્ષ અને જનતા દળ ચૂંટણી જીત્યા છે.
પાટણ લોકસભા બેઠક 10 ઉમેદવારો
| ક્રમ | ઉમેદવાર | પાર્ટી |
| 1 | ચંદનજી ઠાકોર | કોંગ્રેસ |
| 2 | ભરતસિંહજી ડાભી | ભાજપા |
| 3 | બળવંત છત્રાલીયા | બસપા |
| 4 | મસીહુલ્લાહ ઘાઘા | સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા |
| 5 | રાકેશભાઈ શર્મા | રાષ્ટ્રીય સમાજ પક્ષ |
| 6 | અબ્દુલકુદ્દુસ | અપક્ષ |
| 7 | અબ્દુલહક ઈસ્માઈલ નેદારીયા | અપક્ષ |
| 8 | ધનજીભાઈ ચંદુરા | અપક્ષ |
| 9 | કિશનભાઈ ઠાકોર | અપક્ષ |
| 10 | સોયબ હાસમ ભોરણીયા | અપક્ષ |





