Ahmedabad Plane Crash News : અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હતું. યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. આ પ્લેનમાં ક્રુ મેમ્બર્સ સહિત 242 લોકો સવાર હતા. જેમાં ઘણાના મોતની આશંકા છે. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રુપાણીનું નિધન થયું છે. ગુજરાતના ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આ પૃષ્ટી કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા હતા. વિમાન દુર્ઘટના પર અમિત શાહે કહ્યું – પ્લેનમાં સવા લાખ લીટર ઇંધણ હતું, બચાવવાની તક મળી નહીં.
અમદાવાદ વિમાન દુર્ઘટના પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું – ભયાવહ ત્રાસદી, દરેક મદદ માટે તૈયાર
ગુરુવારે અમદાવાદમાં થયેલા ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેઓ ભારતને દરેક રીતે મદદ કરવા તૈયાર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું કે આ એક ભયાનક અકસ્માત હતો. અમારી સંવેદના ભારત સાથે છે. અમે ચોક્કસપણે જે કંઈ કરી શકીએ તે કરીશું. ટ્રમ્પ વહીવટીતંત્રે તપાસમાં મદદ કરવા માટે યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ને ભારત મોકલવાની મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ પણ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તેઓ ભારતને શક્ય તેટલી મદદ કરશે.
ટેકઓફના બે મિનિટમાં પ્લેન થયું ક્રેશ
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થયાની ઘટના બાદ આગ લાગી હતી. જેના પગલે ધૂમાડાના ઘોટે ઘોટા દેખાયા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.






