PM મોદીએ ગુજરાતમાં આવાસ યોજના હેઠળ 1 લાખથી વધુ મકાનોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પીએમ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગુજરાતના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો, તેમણે 1 લાખથી વધારે મકાનોનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

Written by Kiran Mehta
February 10, 2024 18:01 IST
PM મોદીએ ગુજરાતમાં આવાસ યોજના હેઠળ 1 લાખથી વધુ મકાનોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
પીએમ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગુજરાતના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ રૂ. 2,993 કરોડના મૂલ્યના 1.3 લાખથી વધુ મકાનોનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. લાભાર્થીઓ રાજ્યની તમામ 182 વિધાનસભા મતવિસ્તારોમાંથી છે.

કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, પ્રભુ રામને અયોધ્યામાં ઘર મળ્યું, તમને બધાને ગામડાઓમાં, શહેરોમાં પોતાના ઘર મળ્યા. જે પરિવારોને આજે તેમનું નવું ઘર મળ્યું છે તેમને મારા હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ…”

આઝાદીના શતાબ્દી વર્ષ એટલે કે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના લક્ષ્ય પર ભાર મૂકતા પીએમ મોદીએ કહ્યું, ‘દેશના 25 કરોડ લોકો 10 વર્ષમાં ગરીબીમાંથી બહાર આવ્યા છે. સરકારે તેમને દરેક પગલા પર સાથ આપ્યો અને તેઓએ સરકારી યોજનાઓનો લાભ લીધો, પૈસાનો યોગ્ય ઉપયોગ કર્યો અને ગરીબીને હરાવી. આનાથી મારી માન્યતા મજબૂત થઈ છે કે, આ યોજનાઓ લોકોને ગરીબીમાંથી બહાર લાવી શકે છે.

પીએમ મોદીનો આવાસ લાભાર્થીઓ સાથે લાઈવ સંવાદ

તેમણે કહ્યું કે, આજનો સમય, એ જ સમય છે જે આપણે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જોયો હતો. આ દેશનું દરેક બાળક ઈચ્છે છે કે ભારત એક વિકસિત રાષ્ટ્ર બને.

આ પણ વાંચો – અશાંત ધારો : ગુજરાતના અશાંત વિસ્તારોમાં કેવી રીતે કાયદાએ અલ્પસંખ્યકો માટે આવાસ વિકલ્પોને ઘટાડ્યા

પીએમ મોદીએ કહ્યું કે, “આજે ગરીબો માટે ઘરો બનાવવામાં આવી રહ્યા છે. પહેલા ગરીબોને તેમના ઘર માટે ખૂબ જ ઓછા પૈસા આપવામાં આવતા હતા અને તે પછી પણ વચેટિયાઓ કાપીને લૂંટી લેતા હતા. હવે તેઓ (લાભાર્થીઓ) તે સીધા તેમના બેંક ખાતામાં મેળવે છે.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ