PM Modi: પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, શહેરના આ 5 રૂટ રહેશે બંધ, આવી છે વૈકલ્પિક વ્યવસ્થા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે (PM Modi gujarat visit)છે. આ દરમિયાન શહેરના 5 બંઘ રૂટને બંધ કરવાની ફરજ પડી છે. જેને પગલે લોકોને સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

Written by mansi bhuva
September 29, 2022 16:53 IST
PM Modi: પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, શહેરના આ 5 રૂટ રહેશે બંધ, આવી છે વૈકલ્પિક વ્યવસ્થા
PM Modi Guajarat Visit

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. જે અંતર્ગત તેઓ વિવિઘ કાર્યક્રમમાં હાજરી આપશે. PM મોદી અમદાવાદમાં (PM Modi gujarat visit) નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની, મેટ્રોનું ઉદ્ધાટન (Metro Inauogration) તેમજ દૂરદર્શન ટાવર નજીકના મેદાનમાં જનમેદનીને સંબોધશે. જેને લઇને શહેરના કેટલાક માર્ગોને બંધ કરવાની ફરજ પડી છે. જે અંગે પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ કે શહેરના કેટલા રૂટો બંધ રહેશે અને શું છે તેની વૈકલ્પિક વ્યવસ્થા.

કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટનો શુભારંભઆવતી કાલે 30 સપ્ટેમ્બરના રોજ મોદી મેટ્રો ટ્રેનના બે રૂટનો શુભારંભ કરાવશે. જે માટે તેઓ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન જશે. કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રૂટનો મોદી પ્રારંભ કરાવશે. અમદાવાદમાં એઇએસ ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદી જનસભાને સંબોધશે. જેમાં અંદાજે 1લાખ લોકોને હાજર રાખાવનો લક્ષ્યાંક રખાયો છે.

બંધ રૂટો અને તેની વૈકલ્પિક વયવસ્થાસમગ્ર કાર્યક્રમને પગલે મોટેરા સ્ટેડિયમના મુખ્યગેટથી જનપથ, કૃપા રેસીડન્સીથી મોટેરા ટી (બપોરે 12 વાગ્યાથી) રૂટ બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા રૂટ તપોવન સર્કલથી વિસત ટી, ઓએનજીસી ચારરસ્તાથી જનપથ ટી, પાવર હાઉસથી પ્રબોધરાવળ સર્કલ. તો અંધજન ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા સુધીનો માર્ગ (સાંજે 5 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી) બંધ રહેશે. જેનો વૈકલ્પિક રૂટ અંધજન મંડળ ચાર રસ્તા, પાંજરાપોળ, વિજય ચાર રસ્તા થઈ એઈસી તરફ જઈ શકાશે. આ સાથે સૂરધારા સર્કલ થઈ સાંઈબાબા ચાર રસ્તા થઈ એનએફડી સર્કલ સુધીનો માર્ગ પણ બંધ કરાશે. જેનો વૈકલ્પિક રૂટ સૂરધારા સર્કલ, સતાધાર ચાર રસ્તા, ભુયંગદેવ ચાર રસ્તા, હેલ્મેટ ચાર રસ્તા, અંધજન મંડળ,વસ્ત્રાપુર તળાવ, માનસી ચાર રસ્તા થઈ પકવાન ચાર રસ્તા તરફ જઈ શકાશે. આ રૂટ બંધ રહેશે થલતેજથી સાંઈબાબા ચાર સસ્તા થઈ હિમાલયા મોલ ટી સુધીનો રોડ બંધ રહેશે. વૈકલ્પિક રૂટ હેબતપુર ચાર રસ્તા, સતાધાર, ભૂયંગદેવ, મેમનગર, માનવ મંદિર, હેલમેટ ચાર રસ્તા તરફથી જઈ શકાશે. ગુરુદ્વારા ચાર રસ્તા, એનએફડી સર્કલ, સંજીવની હોસ્પિટલ સુધીનો માર્ગ બંધ. વૈકલ્પિક રૂટ પકવાન ચાર રસ્તા, માનસી, વસ્ત્રાપુર તળાવ, અંધજન મંડળ તરફ અવર જવર કરી શકાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ