પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ગાંધીનગર રેલવે સ્ટેશન (Gandhinagar Railway Station) થી વંદેભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express train) અને કાલુપુર રેલવે સ્ટેશન (Kalupur Railway Station) થી મેટ્રો ટ્રેન (Ahmedabad Metro Train) નો શુભારંભ કરાવી બંને ટ્રેનમાં મુસાફરી કરી, વસ્ત્રાપુર ખાતે જનસભા સંબોધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi Speech) એ ટ્રેનમાં મુસાફરીનો આનંદ ઉઠાવી આ ટ્રેનમાં બેસવાનો અનુભવ જણાવી ટ્રેન શરૂ થતા લોકોને કેવો ફાયદો થશે તે જણાવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનમાં મુસાફરીનો અનુભવ રજુ કરતા કહ્યું કે, હું કોઈ ગણિતશાસ્ત્રી નથી પરંતુ મને આ ટ્રેનમાં એક ખાસ અનુભવ થયો, તેમણે કહ્યું કે, આ ટ્રેનમાં મુસાફરી દરમિયાન એકદમ શાંતિનો અહેસાસ થયો. જરા પણ બહારનો શોર અંદર અનુભવાયો નહીં, પ્લેનમાં બેઠો, તેમાં પણ કોઈની સાથે વાત કરવી હોય, કે કોઈની વાત સાંભળવી હોય તો અન્ય અવાજ પરેશાન કરે છે પરંતુ વંદે ભારત ટ્રેનમાં આ મુશ્કેલી ન જોવા મળી.
તેમણે મેટ્રો ટ્રેન વિશે વાત કરતા કહ્યું કે, મેટ્રો ટ્રેન શરૂ થતા અમદાવાદીઓને આનો સૌથી મોટો ફાયદો થશે. અમદાવીદીઓને ગરમીની સમસ્યાથી રાહત, ટ્રાફિકની સમસ્યાથી રાહત અને આર્થિક રીતે પણ મોટો ફાયદો થશે.
પીએમ મોદીએ જણાવ્યું કે, 21મી સદીના ભારત માટે, શહેરી જોડાણ માટે અને ભારત આત્મનિર્ભર બનવા માટે આજનો દિવસ એક મોટો દિવસ છે. શહેરમાં વાહનવ્યવહારની વ્યવસ્થા આધુનિક હોવી જોઈએ, સીમલેસ કનેક્ટિવિટી હોવી જોઈએ, ટ્રાન્સપોર્ટનું એક માધ્યમ બીજાને ટેકો આપતું હોવું જોઈએ, આ કરવું જરૂરી છે. જેથી બદલાતા સમય સાથે, બદલાતી જરૂરિયાતો સાથે આપણા શહેરોનું સતત આધુનિકીકરણ કરવું જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, 21મી સદીના ભારતને દેશના શહેરોમાંથી નવી ગતિ મળવા જઈ રહી છે. ગિફ્ટ સિટી પણ આવી પ્લગ એન્ડ પ્લે સુવિધાઓનું ઉત્તમ ઉદાહરણ છે. જૂના શહેરોને સુધારવા અને વિસ્તરણ પર ધ્યાન આપવાની સાથે, નવા શહેરો પણ બનાવવામાં આવી રહ્યા છે, જે વૈશ્વિક બિઝનેસ ડિમાન્ડ અનુસાર બનાવવામાં આવી રહ્યા છે.
પીએમએ કહ્યું, અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત ટ્રેન દેશના બે મોટા શહેરો વચ્ચેની મુસાફરીને આરામદાયક બનાવશે અને અંતર પણ ઘટાડશે, અમે શહેરોના ગરીબ, મધ્યમ વર્ગના લોકોને ધૂમાડા કાઢતી બસોથી છુટકારો મેળવવા માટે ઇલેક્ટ્રિક બસો બનાવવા અને ચલાવવા માટે FAME યોજના શરૂ કરી. આ યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 7 હજારથી વધુ ઇલેક્ટ્રિક બસોને મંજૂરી આપવામાં આવી છે: PM
તેમણે અંતમાં ઉમેર્યું કે, આજનો ભારત સ્પીડને, ગતિને મહત્ત્વપૂર્ણ ગણે છે, ઝડપી વિકાસને ગેરંટી માને છે. ગતિશક્તિ માટેની આ આગ્રહ આજે ગતિશક્તિના રાષ્ટ્રીય માસ્ટર પ્લાનમાં પણ જોવા મળે છે. તે નેશનલ લોજિસ્ટિક્સ પોલિસીમાં પણ દેખાય છે, અને આપણી રેલ્વેની સ્પીડ વધારવાની ઝુંબેશમાં પણ આ સ્પષ્ટ છે.