PM Modi Roadshow: પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો, આ રસ્તાઓ બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

PM Narendra Modi Ahmedabad Roadshow: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં સાંજે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો યોજવાનો છે. આ રોડ શો દરમિયાન અમુક રસ્તો બંધ રહેવાના છે અને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

Written by Ajay Saroya
May 26, 2025 09:46 IST
PM Modi Roadshow: પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો, આ રસ્તાઓ બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ
PM Narendra Modi Roadshow: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો દરમિયાન લોકોની અભિવાદન કરી રહ્યા છે. (Express photo: Ritesh Shukla)

PM Narendra Modi Ahmedabad Roadshow: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન સોમવારે સાજે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો કરવાના છે. પીએમ મોદીના રોડ શો દરમિયાન અમુક રસ્તો બંધ રહેવાના છે અને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જો તમે એરપોર્ટ બાજુ કે ગાંધીનગર થી આવવા જવાના હોય તો અમુક રસ્તા પર જવાનું ટાળવું પડશે. જાણો પીએમ મોદીના રોડ શો દરમિયાન ક્યા ક્યા રસ્તાઓ બંધ રહેશે અને ક્યો વૈકલ્પિક માર્ગ અપનવાવો.

પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો

પીએમ મોદીનો અમદાવાદમાં સાંજે 6 થી 9 દરમિયાન એરપોર્ટ સર્કલ થી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો યોજવાનો છે. આ રોડ શોમાં મોટી સંખ્યામાં સામાન્ય લોકો, સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહેવાના છે. પીએમ નરેન્દ્ર મોદીના અમદાવાદમાં રોડ શો માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે શનિવારે માર્ગ બંધ, વૈકલ્પિક માર્ગો અને જાહેર સૂચનાઓની રૂપરેખા આપતી સલાહ જારી કરી હતી. આ પ્રતિબંધો 26 મેના રોજ સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી અમલમાં રહેશે. જે આ મુજબ છે

  • ડફનાળાથી એરપોર્ટ જતા રસ્તા પર સાંજે 4 વાગે પછી માત્ર રોડ શો અને એરપોર્ટ પ્રવાસીઓના વાહનને જ પ્રવેશ મળશે.
  • ઇન્દિરા બ્રિજ થી એરપોર્ટ જતા વાહનોને હાંસોલ સર્કલથી સરદારનગર રસ્તેથી Pristin હોટેલ થઇ એરપોર્ટ જવાનું રહેશે.
  • રોડ શો જોવા આવનાર લોકોએ નિર્ધારિત સ્થાન પર સાંજે 5 વાગે પહેલા પહોંચી જવું.
  • સમગ્ર રોડ તેમજ સર્વિસ રોડ અને તેને જોડતા રસ્તાઓ બપોરે 1 વાગે પછી નો પાર્કિંગ ઝોન રહેશે.
  • હાંસોલ, કોટતપુર, નોબલ નગર, મેઘાણી નગર અને સરદાર નગરના સ્થાનિક લોકોને બપોર બાદ જરૂરી કામકાજ વગર ઘરેથી વાહન લઇ એરપોર્ટ તરફ આવવાનું ટાળવું અથવા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો.
  • કોઇ પણ પ્રકારની ઇમરજન્સી માટે તાત્કાલિક હેલ્પલાઇ નંબર 1095 પર કોલ કરવો.

વિમાન મુસાફરો માટે એડવાઇઝરી

પીએમ નરેન્દ્ર મોદીના રોડ શો લઇને વિમાન મુસાફરો માટે ખાસ એડવાઇઝરી જારી કરવામાં આવી છે.જેમની સાંજે 6 થી 9 વાગ્યા દરમિયાન ફ્લાઇટ હોય તેઓ ઘરેથી બે કલાક વહેલા નીકળેએરપોર્ટ આવવા દરમિયાન ફ્લાઇટ ટિકિટ પાસે રાખવીએરપોર્ટ આવવાના રસ્તા પર પોલીસ સ્ટાફ ફ્લાઇટ ટિકિટ માંગે ત્યારે રજૂ કરવી, જેથી કોઇ અવગડ ન પડે

અમદાવાદ ગાંધીનગર અવરજવર માટે વૈકલ્પિક રૂટ

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના રોજિંદા મુસાફરોને રસ્તો બંધ થવાને કારણે વિલંબ થવાની સંભાવના છે. ભીડ ટાળવા માટે, અધિકારીઓએ વૈકલ્પિક માર્ગો સૂચવ્યા છે. મુસાફરો સુભાષ બ્રિજ થઈને વિસત પેટ્રોલ પંપ રોડ થઇ અને તપોવન સર્કલ તરફ જઇ વધી શકે છે. ડફનાલા થી આવનાર લોકો માટે બીજો સૂચવેલ માર્ગ રામેશ્વર જવાનો છે, ત્યારબાદ નરોડા પાટિયા અને નાના ચિલોડા થઈને ગાંધીનગર થઇ શકાશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ