વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. ગઈકાલે તેમણે મોઢેરા (Modhera) અને મહેસાણા (Mehsana) જિલ્લામાં 3 હજારથી વધુ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, હવે આજે તેમણે ભરૂચ (Bharuch) ના આમોદ (Aamod) થી રૂ. 8238.90 કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું. જેમાં જંબુસરમાં અંદાજે રૂ. ૨૫૦૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર રાજ્યના સર્વ પ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહૂર્ત, ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના રૂ.4105 કરોડના વિવિધ વિસ્તરણ પ્લાન્ટ, રૂ. 127.58 કરોડના ખર્ચે રાજયમાં આકાર પામનાર ચાર ટ્રાઈબલ ઔધોગિક પાર્કનું ભૂમિપૂજન, રૂ. 100 કરોડના ખર્ચે અકલેશ્વર એરપોર્ટ ફેઝ – ૧ જેવા વિકાસકામોનો સમાવેશ થાય છે.
પીએમ મોદીએ ભરૂચમાં કયા વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભરૂચ, છોટા ઉદેપુર વિસ્તારમાં વિવિધ વિકાસ કામોમાં રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહૂર્તથી લઈ વિવિધ ઔદ્યોગિક પાર્ક અને ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે.
પીએમ મોદીના હસ્તે ભરૂચમાં થયેલા લોકાર્પણ
કોસ્ટિક સોડા ઈન્ટિગ્રેટેડ વીથ પાવર પ્લાન્ટ – 2300 કરોડક્લોરોમિથેન પ્લાન્ટ – 850 કરોડકોસ્ટિક સોડા વિસ્તરણ પ્લાન્ટ – 550 કરોડહાઈડ્રેજીન હાઈટ્રેડ – 405 કરોડભરૂચ ભુગર્ભ ડ્રેનેજ અને એસટીપી – 117.53 કરોડઆઈઓસીએલ દહેજ કોયલી પાઈપલાઈન (કેન્દ્ર સરકાર – 315 કરોડ
પીએમ મોદીના હસ્તે ભરૂચમાં થયેલા ખાતમુહૂર્ત
બલ્ક ડ્રગ પાર્ક (જંબુસર) – 2506 કરોડડીપ-સી પાઈપલાઈન પ્રોજેક્ટ (દહેજ) – 558 કરોડઅંકલેશ્વર એરપોર્ટ (ફેઝ-1) – 100 કરોડ
પીએમ મોદીના હસ્તે ભરૂચમાં થયેલા ભૂમિ પૂજન
એગ્રો ફૂડ પાર્ક (મુડેઠા-બનાસકાંઠા) – 70.87 કરોડ4 ટ્રાઈબલ ઔદ્યોગિક પાર્ક (વાલીયા-ભરૂચ-વનાર-છોટા ઉદેપુર, ચાકલીયા-દાહોદ અને અમીરગઢ-બનાસકાંઠા) – 127.58 કરોડસી-ફૂડ પાર્ક )કકવાડી-દાંતી, જિ. વલસાડ) – 89.98 કરોડએમએસએમઈ પાર્ક (ખાંડીવાવ-મહીસાગર) – 176.94 કરોડ
કેવી છે સુરક્ષા વ્યવસ્થા
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીનાં આમોદ ખાતેના કાર્યક્રમ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં 9 એસ.પી, 19 ડી.વાય.એસ.પી સહિત 1800 થી વધુ સુરક્ષા કર્મીઓની તહેનાતી કરવામાં આવી હતી,. આ સિવય એક એસ.આર.પી કુમક, 30 બોડી વોર્ન કેમેરા તેમજ 83 વોકી ટોકી અને 14 ઘોડા પણ સુરક્ષા વ્યવસ્થામા સામેલ હતા. તો વડાપ્રધાનના આગમનને લઈને સલામતી અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તકેદારીના ભાગરૂપે જિલ્લાને ’”નો ડ્રોન એરિયા” જાહેર કરવામાં આવ્યો હતો.





