scorecardresearch

પીએમ મોદી આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે, 14500 કરોડના વિવિધ પ્રોજેક્ટોનું લોકાપર્ણ કરશે

pm modi gujarat visit : રવિવારથી ત્રણ દિવસના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ત્રણ દિવસમાં જેમાં મોઢેરા, આમોદ અને જામનગરમાં વિવિધ કાર્યોનું લોકાપર્ણ તેમજ અમદાવાદમાં દેશની સૌથી મોટી મલ્ટિ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું લોકાપર્ણ કરશે.

પીએમ મોદી આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે, 14500 કરોડના વિવિધ પ્રોજેક્ટોનું લોકાપર્ણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 9 ઓક્ટોબર 2022, રવિવારથી ત્રણ દિવસના ગુજરાત (PM Narendra Modi gujarat visit) પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ 14,500 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે, જેમાં મોઢેરા (modhera), આમોદ (amod) અને જામનગર (jamnagar)માં વિવિધ કાર્યોનું લોકાપર્ણ તેમજ અમદાવાદમાં દેશની સૌથી મોટી મલ્ટિ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું લોકાપર્ણ કરવાનો કાર્યક્રમ સામેલ છે. ગુજરાતવ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ કેન્દ્રય મંત્રીઓની ગુજરાત મુલાકાત વધી રહી છે.

મોઢેરા - સોલાર વિલેજ તરીકે જાહેરાત કરશે

પીએમ મોદી રવિવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ત્યાંથી તે સીધા જ મોઢેરા જવા રવાના થશે. સાંજે 5.30 કલાકે મોઢેરામાં 3900 કરોડ રૂપિયાના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતના મોઢેરા ગામને ભારતના પહેલા સોલાર વિલેજ તરીકે પણ જાહેરાત કરશે. ત્યારબાદ તેઓ મોઢેરાના મોઢેશ્વરી માતાજીના દર્શન કરવા જશે.

જુઓ મોઢેરા સૂર્ય મંદિરનો અદભૂત નજારો : મોઢેરા બન્યું ભારતનું પ્રથમ સોલાર ગામ

દેશની સૌથી મોટી મલ્ટિ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું લોકાપર્ણ

નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરના રોજ અમદાવાદના સોવિલ હોસ્પિટલ (civil hospital)ના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં દેશમાં દેશની સૌથી મોટી મલ્ટિ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું લોકાપર્ણ કરશે. આ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર તૈયાર કરવામા માટે 1300 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આ નવી કિડની હોસ્પિટલની ક્ષમતા 850 બેડની છે. તે દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલ બનશે. ઉપરાંત અહીં 10 મોડ્યુલર અને 12 નોન મોડ્યુલર ઓપરેશન થિયેટર પણ હશે.

9 ઓક્ટોબરનો કાર્યક્રમ
  • વડાપ્રધાન 9 ઓક્ટોબર રવિવારના રોજ સાંજે 5.30 વાગે મહેસાણાના મોઢેરા ગામે પહોંજશે અને ત્યાં અંદાજે 3900 કરોડ રૂપિયાના વિવિધ કાર્યોનું લોકાપર્ણ અને ખાતમૂહુર્ત કરશે.
  • 6.45 વાગે પીએમ મોદી મોઢેરામાં આવેલા મોઢેશ્વરી માતાના મંદિરે દર્શન-પૂજા કરવા જશે.
  • 7.30 વાગે તેઓ મોઢેરાના વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિરે (modhera sun temple) પહોંચશે.
19 ઓક્ટોબરનો કાર્યક્રમ
  • પીએમ મોદી 10 ઓક્ટોબર સોમવારે બપોરે 11 વાગે ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ ખાતે પહોંચશે અને 8000 કરોડ રૂપિયાના વિવિધ કાર્યોનું લોકાપર્ણ કરશે.
  • બપોરે 3.15 કલાકે તેઓ શૈક્ષણિક સંકુલનું લોકાપર્ણ ખાતમુહૂર્ત કરશે.
  • ત્યારબાદ 5.30 કલાકે પીએમ જામનગર પહોંચશે અને ત્યાં વિવિધ કાર્યોનું ખાતમૂહુર્ત કરશે.
11 ઓક્ટોબરનો કાર્યક્રમ
  • બપોરે 2.15 કલાકે વડાપ્રધાન મોદી અમદાવાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં દેશની સૌથી મોટી મલ્ટિ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું લોકાપર્ણ કરશે. આ હોસ્પિટલ પાછળ 1300 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે.
  • આ કાર્યકમ પતાવી પીએમ મોદી સીધા જ ઉજ્જૈન જવા રવાના થશે. તેઓ લગભગ 5.45 કલાકે પહોંચશે અને નવનિર્મિત મહાકાલ કોરીડોરનું લોકાપર્ણ કરશે.

Web Title: Pm narendra modi gujarat visit schedule from 9 october

Best of Express