Surat Diamond Bourse : સુરતમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – સુરત ડામમંડ બુર્સ મોદીની ગેરંટીનું ઉદાહરણ છે

PM Modi Visit Surat : પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું - આજે આંતરરાષ્ટ્રીય સ્તર પર માહોલ ભારતની તરફેણમાં છે. આજે સમગ્ર વિશ્વમાં ભારતની વિશ્વસનિયતા વધારે છે. દુનિયાભરમાં ભારતની ચર્ચા થઈ રહી છે. મેક ઇન ઇન્ડિયા હવે એક મજબૂત બ્રાન્ડ બની ગઈ છે

Written by Ashish Goyal
December 17, 2023 19:51 IST
Surat Diamond Bourse : સુરતમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – સુરત ડામમંડ બુર્સ મોદીની ગેરંટીનું ઉદાહરણ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું (તસવીર - @BJP4Gujarat)

PM Narendra Modi Inauguration Surat Diamond Bourse : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આજે સુરત શહેરની ભવ્યતામાં વધુ એક હીરાનો ઉમેરો થયો છે અને હીરા પણ નાનો-મોટો નહીં પરંતુ તે વિશ્વમાં શ્રેષ્ઠ છે. હવે વિશ્વમાં કોઈ પણ ડાયમંડ બુર્સ કહેશે તો સુરતનું નામ આવશે. ભારતનું નામ આવશે. સુરત ડાયમંડ બુર્સ ભારતીય ડિઝાઇન, ભારતીય ડિઝાઇનર્સ, ભારતીય સામગ્રી અને ભારતીય કોન્સેપ્ટની શક્તિ દર્શાવે છે. આ ભવન નવા ભારતની નવી તાકાત અને નવા સંકલ્પનું પ્રતીક છે. આ મોદીની ગેરંટીનું ઉદાહરણ છે.

પીએમ મોદીએ કહ્યું કે આજે આંતરરાષ્ટ્રીય વેપારનું એક મોટું કેન્દ્ર સુરત ડાયમંડ બુર્સના રૂપમાં તૈયાર છે. કાચા હીરા હોય, પોલિશ્ડ ડાયમંડ હોય, લેબ ગ્રોન ડાયમંડ હોય કે રેડીમેડ જ્વેલરી, આજે દરેક પ્રકારના બિઝનેસ એક જ છત નીચે શક્ય બન્યા છે. કામદારો હોય, કારીગરો હોય, વેપારીઓ હોય બધા માટે સુરત ડાયમંડ બુર્સ વન સ્ટોપ સેન્ટર છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આજે આંતરરાષ્ટ્રીય સ્તર પર માહોલ ભારતની તરફેણમાં છે. આજે સમગ્ર વિશ્વમાં ભારતની વિશ્વસનિયતા વધારે છે. દુનિયાભરમાં ભારતની ચર્ચા થઈ રહી છે. મેક ઇન ઇન્ડિયા હવે એક મજબૂત બ્રાન્ડ બની ગઈ છે. આજે સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ થયું છે અને બીજું મોટું કામ થયું છે કે હવે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે.

આ પણ વાંચો – પીએમ મોદીનો સુરતમાં 8 કિમીનો રોડ-શો, જાણો સુરત ડાયમંડ બુર્સની ખાસિયતો

પીએમ મોદીએ કહ્યું કે સુરત શહેર સાથે મારો સંબંધ હું શબ્દોમાં વર્ણવી ન શકું. સુરતની માટીમાં જ કોઇક વાત છે જેને બધાથી અલગ બનાવે છે. સુરત શહેરની યાત્રા ઘણાં જ ઉતાર ચઢાવવાળી રહી છે. અંગ્રેજો પણ અહીંનો વૈભવ જોઇને એક સમયે અહીં વિશ્વના સૌથી મોટા સમુદ્રી જહાજો બનાવતા હતા. સુરતના ઇતિહાસમાં અનેક મોટા સંકટો આવ્યા છે, પરંતુ સુરતીઓએ સાથે મળીને લડ્યા હતા. અહીં 84 દેશોના સિક્કાઓ હતા. હવે અહીં 125 દેશોના ઝંડા ફરકવાના છે.

પીએમે કહ્યું કે આજે આ શહેર દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતાં ટોચનાં 10 શહેરોમાં સ્થાન ધરાવે છે. સુરતનું સ્ટ્રીટ ફૂડ, સ્વચ્છતા, સ્કીલ ડેવલોપમેન્ટના કામો સારી રીતે ચાલી રહ્યા છે. સુરત એક સમયે સનસિટી તરીકે ઓળખાતું હતું, અહીંના લોકોએ તેને ડાયમંડ સિટી બનાવવા માટે સખત મહેનત કરી હતી. સિલ્ક સિટીનું નિર્માણ થયું. તમે બધાએ ખૂબ જ મહેનત કરી અને સુરત સપનાંનું શહેર બની ગયું છે. હવે સુરત પણ આઈટી ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. આવા આધુનિક સુરતમાં ડાયમંડ બુર્સના રૂપમાં આટલી મોટી ઇમારત મેળવવી એ પોતે જ ઐતિહાસિક છે.

પીએમ મોદીએ કહ્યું કે આજકાલ તમે બધા જ મોદીની ગેરંટી વિશે સાંભળતા હશો, સુરતની જનતા લાંબા સમયથી મોદીની ગેરંટી જાણે છે. અહીંના મહેનતુ લોકોએ મોદીની ગેરંટીને વાસ્તવિકતામાં ફેરવતા જોઈ છે. સુરત ડાયમંડ બુર્સ પણ આ ગેરંટીનું ઉદાહરણ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ