પીએમ મોદીએ અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સિલેન્સનો શુભારંભ કર્યો, ક્લાસમાં બાળકો સાથે બેસ્યા

PM Narendra Modi : પીએમ મોદીએ કહ્યું- બે દશકોમાં ગુજરાતના લોકોએ શિક્ષામાં કાયાકલ્પ કરીને દેખાડી દીધું છે. આ બે દશકમાં ગુજરાતમાં સવા લાખથી વધારે નવા ક્લાસરુમ બન્યા, બે લાખથી વધારે શિક્ષક ભરતી કરવામાં આવ્યા છે

Written by Ashish Goyal
Updated : October 19, 2022 20:31 IST
પીએમ મોદીએ અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સિલેન્સનો શુભારંભ કર્યો, ક્લાસમાં બાળકો સાથે બેસ્યા
પીએમ મોદી સ્કૂલમાં બાળકો સાથે ક્લાસરૂમમાં બેસેલા જોવા મળ્યા (તસવીર - બીજેપી ટ્વિટર)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પ્રથમ દિવસે પીએમ મોદીએ અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સિલેન્સનો શુભારંભ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદી સ્કૂલમાં બાળકો સાથે ક્લાસરૂમમાં બેસેલા જોવા મળ્યા હતા. પીએમ મોદી સ્કૂલ પહોંચ્યા ત્યારે ફૂલો વરસાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

મિશન સ્કૂલ ઓફ એક્સિલેન્સનો શુભારંભ કર્યા પછી પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે છેલ્લા બે દશકથી ગુજરાતમાં શિક્ષાના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. 20 વર્ષ પહેલા 100માંથી 20 બાળકો સ્કૂલ જ જતા ન હતા. એટલે પાંચમો ભાગ શિક્ષાથી બહાર રહી જતો હતો. જે બાળકો સ્કૂલ જતા હતા તેમાંથી ઘણા બધા આઠમાં સુધી પહોંચતા જ સ્કૂલ છોડી દેતા હતા. તેમાં પણ દુર્ભાગ્ય એ હતું કે દીકરીઓની સ્થિતિ તો વધારે ખરાબ હતી. પહેલા દીકરીઓને સ્કૂલ મોકલવામાં આવતી ન હતી.

પીએમ મોદીએ કહ્યું કે આજે 5G, સ્માર્ટ સુવિધાઓ, સ્માર્ટ ક્લાસરુમ, સ્માર્ટ ટિચિંગથી આગળ વધીને આપણી શિક્ષા વ્યવસ્થાને નેક્સ્ટ લેવલ પર લઇ જવાશે. હવે વર્ચુઅલ રિએલિટી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સની તાકાતને પણ સ્કૂલોમાં અનુભવ કરી શકાશે. બે દશકોમાં ગુજરાતના લોકોએ શિક્ષામાં કાયાકલ્પ કરીને દેખાડી દીધું છે. આ બે દશકમાં ગુજરાતમાં સવા લાખથી વધારે નવા ક્લાસરુમ બન્યા, બે લાખથી વધારે શિક્ષક ભરતી કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો – પીએમ મોદી ગુજરાત પ્રવાસ : રાજકોટ, મોરબી જિલ્લાને શું મળશે?

પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી રહેતા મેં ગામે-ગામે જઈને બધા લોકોને પોતાની દીકરીઓેને સ્કૂલ મોકલવાનો આગ્રહ કર્યો હતો. પરિણામ એ આવ્યું કે આજે ગુજરાતમાં લગભગ દરેક દીકરો-દીકરી સ્કૂલ જવા લાગ્યા છે. સ્કૂલ પછી કોલેજ જવા લાગ્યા છે.

પીએમે કહ્યું કે ગુજરાતમાં શિક્ષાના ક્ષેત્રમાં હંમેશા કશુંક નવું, કશુંક યુનિક અને મોટા પ્રયોગ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પ્રથમ વખત ટિચર ટ્રેનિંગ યુનિવર્સિટી, ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટિયર્સ એજ્યુકેશનની સ્થાપના અમે કરી હતી. કેન્દ્ર સરકારે આખા દેશમાં સાડા 14 હજારથી વધારે પીએમશ્રી સ્કૂલ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્કૂલ આખા દેશમાં નવી નેશનલ એજ્યુકેશન પોલિસી માટે મોડલ સ્કૂલ હશે.

પીએમ મોદીએ કહ્યું કે સ્કૂલ ઓફ એક્સિલેન્સમાં એનઇપી 2022 અંતર્ગત ક્રિટિકલ થિંકિંગ પર ભાર આપવામાં આવશે. પોતાની ભાષામાં અભ્યાસ પર ભાર આપવામાં આવશે. આજે દેશભરમાં મેઘાવીઓને પોતાની લોકલ ભાષામાં અભ્યાસની તક મળી રહી છે. તેનાથી વધારે આગળ વધી શકાશે.

પીએમ મોદીએ કહ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે દુનિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી એક સમયે ભારતમાં બની હતી. ભારતે જુલ્મ સહન કર્યા પણ શિક્ષાનો રસ્તો ક્યારેય છોડ્યો નહીં. મને વિશ્વાસ છે કે 21મી સદીમાં ટેકનોલોજીના ઇનોવેશન ભારતમાં જ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ