પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમની બે દિવસીય મુલાકાતે ગુજરાતમાં છે. અમદાવાદની સભા પૂરી કરીને પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદથી ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના કાફલાને એમ્બ્યુલન્સ જગ્યા આપવા માટે રોકી દીધો, જ્યારે એમ્બ્યુલન્સ તેના કાફલાથી આગળ નીકળી ગઈ ત્યારે તેમનો કાફલો ફરી રવાના થયો. સોશિયલ મીડિયા પર લોકો આ વિશે અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
પીએમ મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી
વડાપ્રધાને ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી વંદે માતરમ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. જે બાદ તેમણે અમુક અંતરની મુસાફરૂ પણ કરી હતી. આ તમામ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી ગાંધીનગર તરફ જવા રવાના થયા હતા. આ સમયે પાછળથી એક એમ્બ્યુલન્સ આવતાં તેમણે કાફલાને અટકાવ્યો અને એમ્બ્યુલન્સને આગળ જવા દીધી.

લોકોની પ્રતિક્રિયાઓ
રામનિવાસ યાદવ નામના ટ્વિટર હેન્ડલ પરથી એક ટિપ્પણી કરવામાં આવી હતી કે, આ દરેક જવાબદાર નાગરિકની ફરજ છે. મયંક સક્સેના નામના યુઝરે લખ્યું- વડાપ્રધાને પણ આટલી જલ્દી વીડિયો શૂટ કરાવ્યો, થોડીવાર રાહ જોવી હતી. દરેક બાબતમાં પબ્લિસિટી મેળવવાની આદત પડી ગઈ છે. વિવેક નામના યુઝર્સે કોમેન્ટ કરી કે આ લોકો પાસેથી PR શીખવું જોઈએ. અમન નામના યુઝરે લખ્યું કે, બધા નેતાઓએ આવું જ કરવું જોઈએ. આવી સ્થિતિમાં અનેક લોકોના કારણે ઘણી વખત લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે.
રવિન્દ્ર નામના ટ્વીટર યુઝરે પૂછ્યું કે, શું અમદાવાદ પોલીસને એવો પ્રશ્ન થવો જોઈએ કે પીએમના કાફલાને આટલા લાંબા સમય સુધી રોકવું બિલકુલ યોગ્ય નથી. પૂનમ નામના ટ્વીટર યુઝરે કમેન્ટ કરી- આ જ વસ્તુઓ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીએમમાંથી મોદી બનાવે છે. અંકિતા ત્રિપાઠી નામના ટ્વિટર યુઝરે કોમેન્ટ કરી કે, ‘તે સામાન્ય વ્યક્તિઓના સાચા સેવક છે.’
તેજપાલ વર્મા નામના યુઝરે ટિપ્પણી કરી કે, સારી પહેલ અને આવકારદાયક પગલું. જ્યારે દેશના વડાપ્રધાન પોતાના કાફલાને રોકીને એમ્બ્યુલન્સને પહેલા જવાની જગ્યા આપી શકે છે તો જનપ્રતિનિધિઓ કેમ આ કરી શકતા નથી. તેઓ માનવીય સંવેદનાને કેમ ટાળતા હોય તેમ લાગે છે? અનુરાગ ઉપાધ્યાય નામના ટ્વિટર યુઝરે લખ્યું, ‘ભાજપના લોકો પણ શાનદાર સ્ક્રિપ્ટ લખે છે.’