ગુજરાતમાં સિંહોની સંખ્યા વધતા PM મોદી થયા ખુશ, કહ્યું- ‘આ જોઈને ખૂબ આનંદ થયો…’

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ટ્વીટને રિપોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ એક્સ પર લખ્યું છે, 'ખૂબ જ પ્રોત્સાહક માહિતી!

Written by Rakesh Parmar
May 21, 2025 18:51 IST
ગુજરાતમાં સિંહોની સંખ્યા વધતા PM મોદી થયા ખુશ, કહ્યું- ‘આ જોઈને ખૂબ આનંદ થયો…’
પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ટ્વીટને રિપોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી છે.

Lion Population In Gujarat: ગુજરાત અને દેશનું ગૌરવ ગણાતા એશિયાઈ સિંહોની સંખ્યા વધીને 891 થઈ ગઈ છે. ગુજરાત સરકારે સિંહ ગણતરીના નવા આંકડા જાહેર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સિંહોની સંખ્યામાં થયેલા વધારા પર ખુશી વ્યક્ત કરી છે. એટલું જ નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને ગૌરવ અપાવનારી આ સિદ્ધિનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ્યો છે. મુખ્યમંત્રી પટેલના ટ્વીટને ફરીથી રિટ્વીટ કરતા પીએમ મોદીએ તેને ખૂબ જ પ્રોત્સાહક માહિતી પણ ગણાવી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાતમાં સિંહોની વસ્તી વધીને 891 થઈ ગઈ છે. ગુજરાત એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે, જે ભારતનું ગૌરવ છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા અઢી દાયકામાં ગુજરાતમાં સિંહો સહિત વન્યજીવનના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે ઘણા સુવ્યવસ્થિત પ્રયાસો કરવામાં આવ્યા છે. પીએમ મોદી દ્વારા શરૂ કરાયેલ ‘પ્રોજેક્ટ લાયન’ દ્વારા સિંહોની વસ્તીના સંચાલન અને આરોગ્ય સંભાળ જેવા પ્રયાસોને જબરદસ્ત વેગ મળ્યો છે.

ગુજરાતના 11 જિલ્લાઓમાં સિંહો જોવા મળે છે – સીએમ પટેલ

સીએમ પટેલે વધુમાં જણાવ્યું હતું કે,’2020 માં સિંહોની અંદાજિત સંખ્યા 674 હતી, જે 5 વર્ષમાં વધીને 891 થઈ ગઈ છે અને સિંહોના વિસ્તારમાં પણ વધારો થયો છે. ગુજરાતના 11 જિલ્લાઓમાં હવે સિંહો જોવા મળે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસો અને સ્થાનિકોના પ્રશંસનીય સહયોગનું આ સુખદ પરિણામ છે.’ પીએમ મોદીએ આ અંગે ખુશી પણ વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રી મોદીએ રિપોસ્ટ ટ્વીટ કર્યું છે

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ટ્વીટને રિપોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ એક્સ પર લખ્યું છે, ‘ખૂબ જ પ્રોત્સાહક માહિતી! ‘પ્રોજેક્ટ લાયન’ હેઠળ થઈ રહેલા પ્રયાસો ગુજરાતમાં સિંહોનું રક્ષણ સુનિશ્ચિત કરી રહ્યા છે અને તેમને અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહ્યા છે તે જોઈને ખૂબ આનંદ થાય છે.’

આ પણ વાંચો: મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાનો નવો અવતાર, શૂટિંગનો વીડિયો શેર કરી લખ્યું- જાદુ માટે તૈયાર રહો…

ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. મે 2024માં હાથ ધરાયેલી તાજેતરની સિંહ ગણતરી મુજબ, રાજ્યમાં સિંહોની સંખ્યા હવે 891 થઈ ગઈ છે, જે 2020માં 674 હતી. એટલે કે સિંહોની સંખ્યામાં 217નો વધારો થયો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે પહેલા આ સિંહો ફક્ત જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં આવેલા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સુધી મર્યાદિત હતા. પરંતુ હવે તેઓ રાજ્યના લગભગ 11 જિલ્લાઓમાં ફેલાઈ ગયા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગીરની બહાર પણ સિંહો જોવા મળ્યા છે. આમાં પાણિયા, મતિયાળા, ગિરનાર અને બરડાના નામનો સમાવેશ થાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ