PM Narendra Modi Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેમણે ગઈકાલે રાજકોટ, મોરબી, જુનાગઢ જિલ્લાના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું તો આજે તેમણે ગુજરાત પ્રવાસ બીજો દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર કેવડિયા ખાતે લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુએનના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસની વિશેષ ઉપસ્થિતિમાં મિશન લાઇફનું લોન્ચિંગ કર્યું આ સિવાય પીએમ મોદીએ તાપી જિલ્લામાં ગુણસદા ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું.
‘યુએનના મહાસચિવ એન્ટોનિયાજી માટે ભારત તો બીજા ઘર જેવું‘
આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, યુએનના મહાસચિવ એન્ટોનિયાજી માટે ભારત તો બીજા ઘર જેવું છે. તેમણે યુવા અવસ્થામાં ઘણી વખત ભારતનો પ્રવાસ કર્યો છે. ગોવા સાથે તેમના પારિવારીક સબંધો છે. મિશન લાઇફના લોન્ચિંગના કાર્યક્રમ પછી અનેક દેશ આ સંકલ્પ સાથે જોડાશે. કલાઇમેન્ટ ચેન્જની સફળતમાં યુનિટી મોટુ ફેકટર છે. આ કાર્યક્રમનું ગુજરાતમાં આયોજન થયું છે જેમાં ગુજરાત એ રાજયોમાં સમાવેશ થાયો છે જેને સૌથી પહેલા રીન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ પ્રોટેકશનની દિશામાં કામ કરવાનું શરૂ કર્યુ હતું. નહેરના સોલર પેનલ લાગવવાની હોય કે સુકાભટ વિસ્તારોમાં જળસ્તર વઘારવા વોટર કન્ઝર્વેશનનું અભિયાનમાં ગુજરાત હમેંશા અગ્રેસર રહ્યુ છે.
‘પોતાની લાઇફમાં પરિવર્તન કરી એન્વાયરમેન્ટની રક્ષા કરી શકાય, દરેકે યોગદાન આપવું પડશે‘
તેમણે વધુમાં જણાવ્યું કે, ક્લાઇમેટ ચેન્જને લઇ એવી માન્યતા બાંઘી દીધી છે કે, આ વિષય માત્ર પોલીસીનો જ છે. સરકાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આવા વિષય પર તેમની ભૂમિકા મહત્વની છે પરંતુ હવે આ વિષય પર લોકો ઘણા ગંભીર બન્યા છે. ક્લાઇમેટ ચેન્જથી થઇ રહેલો બદલાવ લોકો પણ તેમની નજીક મહેસુસ કરી રહ્યા છે.
આજે ગ્લેશિયર ઓગળી રહ્યા છે, સમુદ્રનું જળસ્તર વઘી રહ્યુ છે, આપણી નદીઓ સુકાઇ રહી છે. વાતાવરણ પણ અનિશ્ચિત થઇ રહ્યો છે જેનો બદલાવ લોકોને વિચારવા મજબૂર કરી રહ્યા છે. ક્લાઇમેટ ચેન્જના મુદ્દાને માત્ર પોલીસી મેકિંગના લેવલ પર ન મુકી રખાય, એક વ્યકિત, એક પરિવાર, એક સમુહએ ક્લાઇમેટ ચેન્જ વિષય પર કોઇને કોઇ જવાબદારી લેવી જ જોઇએ કે પૃથ્વીની સુરક્ષા કેવી રીતે કરાય.
મિશન લાઇફ આ ધરતીની સુરક્ષા માટે જન જનની શક્તિઓને જોડે છે. મિશન લાઇફ ક્લાઇમેટ ચેન્જ થકી પર્યાવરણ મુદ્દે પરિવર્તન કરવાનો વિસ્તાર કરી રહ્યા છીએ. મિશન લાઇફથી પ્રેરણા આપશે કે નાના-નાના પ્રયત્નોથી મોટુ પરિવર્તન કરી શકાય છે. પોતાની લાઇફમાં પરિવર્તન કરીને એન્વાયરમેન્ટની રક્ષા કરી શકાય છે મિશન લાઈફમાં દરેક વ્યક્તિ યોગદાન આપી શકે છે.
‘ભારતે LED બલ્બના માધ્યમે પ્રદુષણ ઘટાડ્યુ‘
પીએમ મોદીએ કહ્યું કે, ભૂતકાળમાંથી શીખીને સારા ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ, ભારતે LED બલ્બના માધ્યમે પ્રદુષણ ઘટાડ્યુ છે. Reduce, Reuse, Recycle અને સર્ક્યુલર ઈકોનોમી હજારો વર્ષોથી ભારતીયોનું લાઈફસ્ટાઈલનું અંગ રહ્યુ છે. આજે ભારતમાં વર્ષમાં પ્રતિ વ્યકિત કાર્બન ફૂટપ્રિન્ટ અંદાજે દોઢ ટન છે તો દુનિયામાં આશરે 4 ટન પ્રતિ વર્ષ છે.
ભારતે ઉજ્વલા યોજનાથી કોયલા અને લાકડાથી થતા ઘૂમાડાથી મુક્તિ મળે. આઝાદીના અમૃત સમયે 75 અમૃત સરોવર બનાવવાનું અભિયાન શરૂ કર્યુ છે. ભારત ગ્રીન એનર્જી પણ ચોથા નંબરે છે, તો સોલર એનર્જીમાં પાંચમાં નંબરે છે. પાછલા 7 થી 8 વર્ષોમાં ભારતની રિન્યુઅલ એનર્જની ક્ષમતા 290 ટકા વધી છે. આજે સંયુકત રાષ્ટ્રના સમર્થનને કારણે દુનિયાના કોરોડો લોકોના સ્વસ્થ્ય જીવનની પ્રેરણા યોગ આપે છે. જે પ્રકૃતિની રક્ષા કરે છે પ્રકૃતિ તેની રક્ષા કરે છે.
પીએમ મોદી તાપીમાં
મિશન લાઇફ 21મી સદીનું સૌથી મોટુ પર્યાવરણ આંદોલન બનશે : ભુપેન્દ્ર પટેલ
સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી ત્યારે વર્ષ 2009માં ગુજરાત એશિયાનું પહેલુ રાજય હતું કે જેને ક્લાઇમેટ ચેન્જ વિભાગની શરૂઆત કરી હતી. પીએમ મોદીની દીર્ધ દ્રષ્ટીથી રાજયમાં કેનાલ ટોપ સોલર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યું અને ચારણકામાં 730 મેગાવોટના સોલર પ્લાન્ટની સ્થાપના થઇ.
પર્યાવરણ, સુરક્ષા અને ક્લાઇમેટ ચેન્જના ક્ષેત્રે પીએમ મોદીના કરેલ કામોને યુએન એ પણ કામના વખાણ કર્યા છે અને વર્ષ 2018માં ચેમ્પિયન ઓફ અર્થનું ગૌરવ સન્માન કરવામાં આવ્યું. રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ગુજરાતે દેશમાં સૌથી વઘુ ચાર લાખથી વઘારે ઘરોને સોલાર રૂફટોપ ઇનસ્ટોલેશન સાથે કરવા કર્યું છે. આજનું આ વૈશ્વિક મિશન 21મી સદીનું સૌથી મોટુ પર્યાવરણ આંદોલન બનશે.
વેસ્ટ વસ્તુઓનો રી-યુઝ થાય તે જરૂરી: એન્ટોનિયા ગુટેરેસે
યુએનના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસે સંબોધન કરતા જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની અવસર મળી તે મારા માટે એક ગૌરવની વાત છે. પર્યાવરણ જીવનશૈલી અંગેની શરૂઆત માટે તેમજ ક્લાઇમેટ ચેન્જ એ વિશ્વની મોટી સમસ્યા છે જેના નિવારણ અને સંરક્ષણ માટે વ્યક્તિગત રીતે તેમજ સામુહિક રીતે આપણે સૌએ સાથે મળી કામ કરવું પડશે.
પર્યાવરણનો યોગ્ય ઉપયોગ થાયે તે ખૂબ મહત્વનું છે. પર્યાવરણમાં થતા પ્રદુષણ કેવી રીતે અટકાવવું તે અંગે પણ કામ થાય તે જરૂર છે. વેસ્ટ પ્લાસ્ટિકનો રી યુઝ. ક્લીન કુકીંગ ટેક્નોલોજી, રીન્યુએબલ એનર્જી ના ઉપયોગ થાય તે જરૂરી છે. વિશ્વના લોકોને હરિયાળી જીવનશૈલી મળે તે માટે પ્રયાસ કરવો જોઇએ. ભારતે ક્લાઇમેટ ચેન્જ અંગે વિશેષ પોલીસી બનાવી છે તેનાથી ઘણો પ્રભાવિત છું. ભારતને G-20ના પ્રમુખ સ્થાન કરવા અંગે અભિનંદન પાઠવ્યા. વિકસીત દેશોએ નાંણાકીય અને ટેકનોલોજી થકી મહત્વનું યોગદાન આપવું જોઇએ અને ભારત જેવા દેશ સાથે રહેવું જોઇએ.