અમદાવાદીઓ જેની કાગની ડોળે રાહ જોતા હતા તે દિવસ આજે આવી ગયો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Train) અને અમદાવાદ મેટ્રો ટ્રેન (Ahmedabad Metro Train) ફેઝ-1 (Phase 1) ને લીલી ઝંડી આપી દીધી છે. પીએમ મોદી વંદે ભારત એક્સપ્રેસમાં ગાંધીનગર રેલવે સ્ટેશન (Gandhinagar Railway Station) થી બેસી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન (Kalupur Railway Station) જવા રવાના થઈ ગયા છે.
તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે તેમણે ગઈકાલે ગુરૂવારે સુરત, ભાવનગર સહિત શહેરો્માં કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખામુહૂર્ત અને લોકાર્પણ કર્યું ગુજરાતને અનેક ભેટો આપી છે, ત્યારે આજે પીએમ મોદીએ અમદાવાદમાં ફેઝ 1 મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવી છે.
પીએમ મોદી ગાંધીનગરથી વંદેભારત ટ્રેનને લીલી ઝંડી આપી તેમાં મુસાફરી કરી, ત્યારબાદ કાલુપુર સ્ટેશને મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી કાલુપુર રેલવે સ્ટેશનથી મેટ્રો ટ્રેનમાં બેસી દુરદર્શન થલતેજ સુધી મુસાફરી કરી.
મેટ્રો ટ્રેન – પૂર્વ થી પશ્ચિમ રૂટ સ્ટેશન
થલતેજ
દૂરદર્શન કેન્દ્ર
ગુરૂકુલ રોડ
ગુજરાત યુનિવર્સિટી
કોમર્સ છ રસ્તા
એસ પીસ્ટેડિયમ
જૂની હાઇકોર્ટ
શાહપુર
ઘીકાંટા
કાલુપુર રેલવે સ્ટેશન
કાંકરિયા પૂર્વ
એપરેલ પાર્ક
અમરાઈવાડી
રબારી કોલોની
વસ્ત્રાલ
નિરાંત ક્રોસ રોડ
વસ્ત્રાલ ગામ
મેટ્રો ટ્રેન – ઉત્તર થી દક્ષિણ રૂટ સ્ટેશન
મેટ્રો સ્ટેડિયમ
સાબરમતિ
એઈસી
સાબરમતિ રેલવે સ્ટેશન
રાણીપ
વાડજ
વિજય નગર
ઉસ્માનપુરા
જુની હાઈકોર્ટ
ગાંધીગ્રામ
પાલડી
શ્રેયસ
રાજીવ નગર
જીવરાજ પાર્ક
એપીએમસી
મેટ્રો ટ્રેન ટિકિટ દર
દરેક અમદાવાદીના મનમાં પ્રશ્ન હશે કે, મેટ્રો ટ્રેનમાં ટિકિટનો દર કેવો રહેશેં? તો આ પ્રશ્નનો થોડો જવાબ જોઈએ તો, બન્ને કોરિડોરમાં ટિકિનો દર અલગ અલગ સ્ટેશન માટે રૂપિયા 5થી 25ની વચ્ચે રહેશે. પ્રથમ ૨.૫ કિમી માટે ૫ રૂપિયા, 2.5 કિમીથી 7.5 કિમી સુધી રૂ.10 , 7.5 કિમીથી 12.5 કિમીના રૂ. 15, 12.5 કિમીથી 17.5 કિમીના રૂ. 20, 17.5 કિમીથી 22.5 કિમી માટે 25 રૂપિયા ટિકિટની કિંમત રહેશે.
મેટ્રો ટ્રેનની ખાસિયત
- મેટ્રો સ્ટેશન પર નાગરિકો માટે વિવિધ સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે.
- દિવ્યાંગો માટે ખાસ રેમ્પ અને વ્હિલચેરની સુવિધા પણ રહેશે.
- નેશનલ બિલ્ડિંગ કોડ (NBC)ની માર્ગદર્શિકા અનુસાર ટેક્ટાઇલ (સ્પર્શેન્દ્રિય) રસ્તો
- ઓછી ઉંચાઇ વાળા ટિકિટ કાઉન્ટર
- લિફ્ટમાં બ્રેલ કોલ બટન અને હેન્ડરેલ તેમજ રેસ્ટરૂમની સુવિધા
- મહિલાઓ માટે ખાસ વોશરૂમ
- વિશેષ ક્રૂની સુવિધા
- બધા સ્ટેશન સીસીટીવી કેમેરાની દેખરેખ
- એસઆરપીએફ અને ખાનગી સુરક્ષા સ્ટાફ તહેનાત રહેશે
- ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે 6.6 કિલોમીટરનું અંડરગ્રાઉન્ડ સેક્શન
- હાલના તબક્કે દરેક ટ્રેન 3 કોચ વાળી, ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને રાખીને સ્ટેશનો 6 કોચવાળી ટ્રેનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે
- ટ્રેન સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે.
- ટ્રેનના રોલિંગ સ્ટોકમા – 32 ટ્રેન સેટ્સ, 96 ટ્રેન કોચ, લંબાઈમાં 22.6 મી., પહોળાઈ 2.90 મીટર જ્યારે ઊંચાઈ 3.98 મીટર છે