PM Modi In Vibrant Gujarat: પીએમ મોદીનું અમદાવાદમાં આગમન, મંગળવારે રોડ-શો અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ટ્રેડ શોનું ઉદધાટન કરશે, જાણો વડાપ્રધાનના ગુજરાત પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ

PM Narendra Modi Visit Ahmedabad Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રોડ-શોનું કરશે, જે દરમિયાન યુએઇના વડા પણ તેમની સાથે હશે. આથી એરપોર્ટ જનારા લોકોને ખાસ સુચના આપવામાં આવી છે.

Written by Ajay Saroya
January 09, 2024 00:18 IST
PM Modi In Vibrant Gujarat: પીએમ મોદીનું અમદાવાદમાં આગમન, મંગળવારે રોડ-શો અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ટ્રેડ શોનું ઉદધાટન કરશે, જાણો વડાપ્રધાનના ગુજરાત પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો લોગો (Photo - @BJP4Gujarat / @thetanmay_)

PM Narendra Modi In Vibrant Gujarat Global Summit 2024: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજયપાલે સ્વાગત કર્યું હતું. મંગળવારે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સુધી પીએમ મોદીનો રોડ- શો યોજાશે અને મહાત્મા મંદિર, ગ્લોબલ ટ્રેડ શોમાં ભાગ લેશે. ઉપરાંત યુએઇના વડા શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સહિત 3 દેશોના વડાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. નોંધનિય છે કે, 10 જાન્યુઆરીથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024નું આયોજન થઇ રહ્યુ છે જેમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે.

અમદાવાદમાં પીએમ મોદીનો રોડ-શો (PM Narendra Modi Road Show In Ahmedabad)

9 જાન્યુઆરી, 2024ના રોજ સાંજે 5.30 વાગેની આસપાસ પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સર્કલ સુધી રોડ-શો કરશે. આ રોડ-શો દરમિયાન પીએમ મોદીની સાથે યુએઇના વડા શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પણ હશે. પીએ મોદીના રોડ-શોને એરપોર્ટ થી ઇન્દિરાબ્રિજ સર્કલ સુધીનો રોડ જાહેર પરિવહન માટે બંધ રાખવામાં આવશે. પીએમ મોદીના રોડ-શોને ટ્રાફિક ડીસીપી સફીન હસને એરપોર્ટ આવતા લોકોને વહેલા પહોંચવા ખાસ સૂચના આપી છે.

જાહેર જનતાએ આવતીકાલે 3 વાગ્યા પહેલા એરપોર્ટ પરથી પસાર થઇ જવું, ત્યારબાદ વીવીઆઈપી મૂવમેન્ટ શરૂ થશે.અમદાવાદના પૂર્વના લોકો ગાંધીનગર જવા માટે નાના ચિલોડાના રસ્તાનો ઉપયોગ અને અન્ય લોકો ઝુંડાલ સર્કલ થઇને ગાંધીનગર જઇ શકે છે. નરોડાથી એરપોર્ટ જવા માટે લોકોએ ભદ્રેશ્વર થઇને સરદાર નગરથી એરપોર્ટ જવાનું રહેશે.એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ સર્કિલ સુધી પીએમ મોદીનો રોડ-શો યોજાશે. જેને ધ્યાનમાં રાખતા દરેક પોઇન્ટ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદ પ્રવાસના પ્રથમ દિવસનો કાર્યક્રમ (PM Narendra Modi Ahmedabad Gujarat Visit)

Vibrant Gujarat Global Summit 2024 | Vibrant Summit 2024 | VGGS 2024 | VGGS participant countries | VGGS VVIPS | Gujarat Government
ગુજરાતના વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન યોજાશે. (Photo – @thetanmay_)

સવારે 9.10 કલાક – પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદના રાજભવનથી મહાત્મા મંદિર જવા માટે રવાના થશેસવારે 9.20 કલાક – પીએમ મોદી મહાત્મા મંદિર ખાતે પહોંચશેસવારે 9.20થી 9.30 કલાક – પીએમ મોદી અધિકારીઓ સાથે બ્રિફિંગ કરશેસવારે 9.30થી 10.0 કલાક – પીએમ નરેન્દ્ર મોદી ટીમોર લેસ્ટેના વડા સાથે બેઠક કરશેસવારે 10.10થી 11.45 કલાક – પીએમ મોદી આ 5 ગ્લોબલ કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશેબપોરે 12.25થી 1.0 કલાક – પીએમ મોદી મોઝાંબિકના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરશેબપોરે 1.15 કલાક – વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરથી રવાઇ રાજભવન પહોંચશેબપોરે 2.45 કલાક – પીએ મોદી રજભવનથી રવાના થશે અને હેલિપેડ એક્ઝીબિશન સેન્ટર પહોંચશેબપોરે 3.0થી 4.0 કલાક – પીએમ મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉધઘટન કરશે અને મુલાકાત લેશેસાંજે 4.10 કલાક – પીએમ મોદી મહાત્મા મંદિરે પહોંચશેસાંજે 4.50 કલાક – પીએમ મોદી મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશેસાંજે 5.45 કલાક – પીએમ મોદીનો અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સર્કલ સુધી રોડ-શો યોજાશે. જેમાં યુએઇના વડા શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પણ સાથે હશે.સાંજે 6.10થી 8.30 કલાક – પીએમ મોદી યુએઈના વડા સાથે હોટલ લીલા પહોંચશે, ત્યાં બંને વચ્ચે બેઠક યોજાશે અને એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે અને ત્યારબાદ ભોજન કરશે.રાત્રે 8.30 કલાક – પીએમ મોદી રાજભવન જવા રવાના થશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આયોજન

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિ ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ થીમ સાથે યોજાઈ રહી છે. આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે. ઉપરાંત, ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય વાઇબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મનો ઉપયોગ ઉત્તર પૂર્વીય પ્રદેશોમાં રોકાણની તકો દર્શાવવા માટે કરશે.

આ સમિટમાં ઇન્ડસ્ટ્રી 4.0, ટેક્નોલોજી અને ઇનોવેશન, ટકાઉ ઉત્પાદન, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને રિન્યુએબલ એનર્જી અને ટકાઉપણું તરફ સંક્રમણ જેવા વૈશ્વિક સ્તરે પ્રસ્તુત વિષયો પર સેમિનાર અને પરિષદો સહિત વિવિધ ઇવેન્ટ્સ યોજાશે.

12 અને 13 તારીખે ટ્રેડ શો જાહેર જનતા માટે ખુલ્લો રહેશે

રાજ્ય સરકાર દ્વારા રવિવારે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, ગ્લોબલ ટ્રેડ શો 10 થી 11 જાન્યુઆરીની વચ્ચે ટ્રેડ મુલાકાતીઓ માટે અને 12 અને 13 જાન્યુઆરી વચ્ચે જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. “વૈશ્વિક વેપાર શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, થાઈલેન્ડ, એસ્ટોનિયા, બાંગ્લાદેશ, સિંગાપોર, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા, રવાન્ડા, જાપાન, ઈન્ડોનેશિયા અને વિયેતનામ તથા દક્ષિણ કોરિયા સહિત 20 દેશોની ભાગીદારી જોવા મળશે. આ દેશો પ્રદર્શનમાં તેમના ઉદ્યોગો વિશેની માહિતી રજૂ કરશે.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ