પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટને એઈમ્સ, દ્વારકાને સુદર્શન સેતુ સહિત ગુજરાતને 48000 કરોડના પ્રોજેક્ટની ભેટ

PM Narendra Modi Visit Rajkot Dwarka : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા, રાજકોટ, પોરબંદર અને જામનગરમાં 48000 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. આ દરમિયાન તેમણે દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઇવિંગ પણ કર્યું હતું.

Written by Ajay Saroya
February 25, 2024 15:17 IST
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટને એઈમ્સ, દ્વારકાને સુદર્શન સેતુ સહિત ગુજરાતને 48000 કરોડના પ્રોજેક્ટની ભેટ
PM Narendra Modi : વડાપ્રધાન રેન્દ્ર મોદીએ દ્વારકામાં સુદર્શન સેતનું લોકાર્પણ કર્યું છે. આ દરમિયાન ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ ઉપસ્થિત હતા. (Photo - Gujarat Govt)

PM Narendra Modi Visit Rajkot Dwarka : પીએમ નરેન્દ્ર મોદી એ ગુજરાતમાં દ્વારકા સ્થિત સુદર્શન સેતુનું ઉદઘાટન કર્યું છે. આ સાથે તેમણે રાજકોટ. જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 48000 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. તેમજ પીએમ મોદીએ દ્વારકાના દરમિયામાં સ્કુબા ડાઇવિંગ કર્યું અને દરિયામાં ગરકાવ થયેલી ઐતિહાસિક દ્વારકા નગરીના પ્રાચીન અવશેષો જોયા હતા.

પીએમ મોદી દ્વારા 48000 કરોડના પ્રોજેક્ટની ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ અને દ્વારકાની મુલાકાત લીધી છે. આ દરમિયાન તેમણે રાજકોટ, જામનગર, પોરબંદર અને દ્વારકા ખાતે 48000 કરોડના વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. પીએમ મોદી આજે રાજકોટમાં ભવ્ય રોડ શો પણ કરવાના છે, જે જોવા મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા છે.

રાજકોટમાં એઈમ્સનું લોકાર્પણ

વિવિધ 48000 કરોડના પ્રોજેક્ટમાં 10 પાવર પ્રોજેક્ટ, 6 લેન હાઇવ, મુંદ્રાથી પાણીપત સુધી ક્રૂડ ઓઈલની પાઇપલાઇન સહિત 25000 કરોડથી વધુ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું છે. તો દ્વારકામાં સુદર્શન સેતુ, રાજકોટ માં એઇમ્સ, ખાવડા પીએસ ખાતે 3 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઇન્જેક્શન ઇવેક્યુએશન ટ્રાન્સમિશન યોજના, ભાવનગરમાં બે હાઈવે, આરોગ્યલક્ષી વિવિધ 22500 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે.

પીએમ મોદી દ્વારા દ્વારકામાં સુદર્શન સેતનું લોકાર્પણ

PM Modi, pm modi dwarka visit
પીએમ મોદીએ બેટ દ્વારકા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી (તસવીર – બીજેપી ગુજરાત ટ્વિટર)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું છે. 4.7 કિમી લાંબો સુદર્શન સેતુ ગુજરાતનો પ્રથમ સી લિંગ બ્રિજ છે. કેન્દ્ર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ રૂ. 978 કરોડના ખર્ચે ફોર લેન બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો | પીએમ મોદી દ્વારા દ્વારકામાં સુદર્શન સેતુનું ઉદધાટન, જાણો ગુજરાતના પ્રથમ સી-લિંક બ્રિજની ખાસિયતો

પીએમ મોદી દ્વારા દ્વારકામાં દરિયામાં સ્કુબા ડાઇવિંગ

સુદર્શન સેતુના લોકાર્પણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઇવિંગ કર્યું હતુ. સ્કુબા ડાઇવિંગ દરમિયાન તેમણે દરિયામાં ગરકાવ થયેલી ઔતિહાસિક દ્વારકા નગરીના અવશેષો નિહાળ્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ