Poicha Narmada river drown : પોઈચા માં નર્મદા નદીમાં 8 ડૂબ્યા, સાત લાપતા ને શોધવા NDRFની મદદ લેવાઈ

Poicha Narmada river drown : પોઈચામાં નર્મદા નદીમાં નાહ્વા પડેલા આઠ પ્રવાસીઓ ડુબ્યા છે, રેસક્યુ ટીમે એકને બચાવી લીધો છે, જ્યારે અન્ય ગમ તણાયેલા લોકોની શોધખોળ ચાલુ છે.

Written by Kiran Mehta
Updated : May 14, 2024 18:41 IST
Poicha Narmada river drown : પોઈચા માં નર્મદા નદીમાં 8 ડૂબ્યા, સાત લાપતા ને શોધવા NDRFની મદદ લેવાઈ
પોઈચા નર્મદા નદીમાં પ્રવાસીઓ ડૂબ્યા (ફાઈલ ફોટો)

Poicha Narmada River Drown : નર્મદા નદી કિનારે આવેલા પોઈચા થી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. પોઈચા નર્મદા નદીમાં નાહ્વા પડેલા 8 પ્રવાસીઓ પાણીમાં ડૂબ્યા હતા. એકનો બચાવ થયો છે, જ્યારે અન્ય સાત લોકોની હજુ શોધખોળ ચાલુ છે.

પોઈચા નર્મદા નદીમાં પ્રવાસીઓ ડૂબ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજપીપળાના પોઈચા નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે સુરતથી પ્રવાસીઓ આવ્યા હતા, જેમાંથી આઠ લોકો નર્મદા નદીમાં નાહ્વા પડ્યા હતા, અને અચાનક તણાઈ ગયા હતા. સ્થાનિક બોટ ચાલકોએ એકને બચાવી લીધો છે, જ્યારે અન્યની શોધ ચાલુ છે.

પોઈચા ખાતે નદીમાં ડૂબેલા તમામ પ્રવાસીઓ સુરતના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, મૂળ અમરેલીના અને હાલ સુરતની ક્રિષ્ના પાર્ક સોસાયટી, સણિયા હેમાદના રહેવાસી છે.

સૂત્ર અનુસાર, અચાનક પાણીમાં ડૂબવા લાગતા લોકોએ બૂમો પાડતા સ્થાનિક તરવૈયાઓ અને બોટ ચાલકોએ તુરંત બચાવવાની કામગીરી કરી હતી, જેમાં એકને બચાવી લેવામાં આવ્યો છે. ત્યારે હજુ સાત લોકો લાપતા છે.

ઘટનાની જાણ રાજપીપળા ગ્રામ્ય પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચ ગઈ છે. અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણીનું વહેણ વધારે હોવાથી ડુબેલા લોકોને શોધવામાં મહેનત કરવી પડી રહી છે.

સાત હતભાગીઓમાં છ બાળકો અને એક વયસ્ક

પોલીસ સૂત્ર અનુસાર, પ્રાથમિક પૂછપરછમાં નદીમાં ડૂબનાર સાત હતભાગીઓના નામ સામે આવ્યા છે. જેમાં 6 બાળકો છે જેમની ઉંમર 15 વર્ષથી નાની છે, તો એક વયસ્ક છે. ભોગ બનનાર લોકોમાં (1) આર્યન ઝીઝાળા (ઉ. 7 વર્ષ), (2) વ્રજ બલદાણિયા (ઉ. 11 વર્ષ), (3) આરનવ બલદાણિયા (ઉ. 12 વર્ષ), (4) મૈત્ર્ય બલદાણિયા (ઉ. 15 વર્ષ), (5) ભાર્ગવ હદિયા (ઉ. 15 વર્ષ), (6) ભાવેશ હદિયા (ઉ. 15 વર્ષ) તો (7) ભરતભાઈ બલદાણિયા (ઉ. 45 વર્ષ)નો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોમાં પિતા અને બે પુત્રોનો પણ સમાવેશ થાય છે. પિતા ભરતભાઈ બલદાણિયા અને તેમના બે પુત્ર આરનવ અને મૈત્ર પણ છે. આ સિવાયના તમામ લોકો નજીકના સગા સંબંધીઓ જ છે.

પાંચ કલાક બાદ પણ હજુ સાતની ભાળ નથી મળી

પોઈચા નર્મદા નદીમાં સાત લોકો ગરકાવ થયાને પાંચ કલાક વીતિ ગયા છતા હજુ કોઈ ભાળ મળી નથી. સાત લોકોને શોધવા માટે એનડીઆરએફની ટીમ પણ બોલાવી લેવામાં આવી છે. રેસક્યુ ટીમ લોકોને શોધી રહી છે.

ભાગવત કથા કરાવ્યા બાદ, 17 લોકો સુરતથી પવિત્ર સ્નાન માટે આવ્યા

સૂત્રો અનુસાર, સુરતથી 17 પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા. સુરત ખાતે ભાગવત કથા બેસાડી હતી, ત્યારબાદ નર્મદા નદીમાં પવિત્ર સ્નાન માટે સગા-સંબંધી સહિત બધા આવ્યા હતા, જેમાંથી 7 લોકો હજુ લાપતા

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ