ગુરુવારે અમદાવાદમાં વિમાન ક્રેશ થયું ત્યારે બધાએ આગની જ્વાળાઓ વધતી જોઈ અને માની લીધું કે કોઈ બચ્યું નહીં હોય. અંતે એવુ થયું પણ. એક વ્યક્તિને બાદ કરતા વિમાનમાં સવાર બધા જ મુસાફરો મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતમાં ફક્ત વિમાનમાં સવાર લોકોએ જ જીવ નથી ગુમાવ્યો , પરંતુ નીચે રહેલા ઘણા લોકોએ પણ જીવ ગુમાવ્યો છે. આમાથી એક દુર્ભાગ્યપૂર્ણ માસુમનું નામ આકાશ છે. આકાશ જે ફક્ત થોડા વર્ષનો હતો, તેણે તેના ટૂંકા જીવન ગાળામાં ક્યારેય હવાઈ મુસાફરી કરી ન હતી પરંતુ તેની કિસ્મત તો જુઓ તે નિર્દોષે વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો.
આકાશ બેઘર થયા પછી ફૂટપાથ પર સૂઈ રહ્યો હતો
આકાશ થોડા દિવસોથી ફૂટપાથ પર સૂતો હતો. આકાશનો પરિવાર બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ પાસે ચાની દુકાન ચલાવે છે. ગુરુવારે બપોરે તડકામાં, આકાશ પણ સામાન્ય બાળકોની જેમ ઝાડ નીચે છાંયડામાં સૂઈ રહ્યો હતો. પણ કોઈને ખબર નહોતી કે આ આકાશની છેલ્લી ઊંઘ હશે. જ્યારે ત સૂતો હતો, ત્યારે એરપોર્ટ પરથી ઉડાન ભરેલું એર ઈન્ડિયાનું વિમાન એક ઇમારત સાથે અથડાયું અને વિસ્ફોટ થયો. તેનો કાટમાળ આકાશ પર પણ પડ્યો અને આકાશ સૂતો હતો ત્યારે દાઝી જવાથી તેનું મૃત્યુ થયું.
આ પણ વાંચો: 1.25 લાખ લિટર ઈંધણ, 1000 ડિગ્રી તાપમાન; અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કૂતરા અને પક્ષીઓ પણ બચી શક્યા નહીં
આગ કોઈને પણ છોડતી નથી
ગુરુવારે જ્યારે વિમાન ક્રેશ થયા પછી કાટમાળ પડ્યો, ત્યારે આખો પરિવાર ભાંગી પડ્યો. નિર્દોષ આકાશના ભાઈ, માતા, બહેન અને દાદી બધા ઈચ્છતા હતા કે તેમના બાળકને બચાવી લેવામાં આવે, પરંતુ આગ તો આગ જ છે. આગ કોઈને પણ છોડતી નથી, પછી ભલે તે નિર્દોષ બાળક હોય કે વૃદ્ધ. આમ આગ નિર્દોષ આકાશને પણ પોતાની ઝપેટમાં લઈ ગઈ અને આકાશનું મૃત્યુ થયું.
તમને જણાવી દઈએ કે, ગુરુવારે બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના સ્થળ પર તાપમાન એટલું વધારે હતું કે બચાવ કામગીરી લગભગ અશક્ય બની ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં 1.25 લાખ લિટર બળતણ ભરેલું હતું, જે અકસ્માત પછી ભીષણ આગમાં ફેરવાઈ ગયું અને તાપમાન 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને તેમાં કુલ 242 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. ટેકઓફ થયાની થોડી મિનિટો પછી વિમાન અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ અને રહેણાંક વિસ્તારોમાં ક્રેશ થયું હતું.