અવિનાષ નાયરઃ નિકાસમાં અગ્રણી રાજ્ય હોવા છતાં ગુજરાતમાં નિકાસકારનો લોન આપવામાં ગુજરાતનું ખરાબ પ્રદર્શન છે. 2023-24 માટે પોતાના વાર્ષીક રાજ્ય ફોકસ પેપરમાં નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવલોમેન્ટ (NABARD)એ રિપોર્ટ બનાવ્યો છે. ગાંધીનગરમાં ગત સપ્તાહમાં રજૂ કરવામાં આવેલા આ પેપરમાં જણાવ્યું હતું કે દિલ્હી, તમિલનાડુ અને પશ્વિમ બંગાળ ક્રેકિડ આપવામાં ગુજરાતથી આગળ છે.
ક્રેડિટ ઓફ ટેકમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યોમાં દિલ્હી, તમિલનાડુ અને પશ્વિમ બંગાળનો સમાવેશ થાય છે. જે રાજ્યના કુલ ઘરેલુ ઉત્પાદનું ક્રમશઃ 5.31 ટકા, 2 ટકા અને 1.08 ટકા નિકાસ લોન પ્રદાન કરે છે. જે 0.6ના રાષ્ટ્રીય સરેરાશથી ખુબ વધારે છે.
બીજી તરફ નાબાર્ડના રિપોર્ટ પ્રમાણે ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા પ્રમુખ નિકાસ રાજ્યો જે બેકિંગ સુવિધાઓ પ્રદાન કરવાના મામલામાં તમિલનાડુ અને પશ્વિમ બંગાળની બરાબર છે. અપેક્ષાકૃત ઓછી નિકાસ લોન આપવાના કારણે પાછળ રહ્યું છે. તેણે ગુજરાતને નિકાસકારોને લોન આપવામાં વધારો કરવા માટે GIFT સિટીમાં IFSC પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
સ્ટેટ ફોકસ પેપરમાં નીતિ આયોગની ‘Export Preparedness Index Report’ નો હવાલો આપ્યો છે અને કહ્યું છે કે ગુજરાતમાં જીએસડીપીના અનુપાતમાં એક ટકા નિકાસ લોન છે.
“પોતાની નિકાસ વધારવા ઇચ્છુક રાજ્યોએ નિઃશંકપણે ઉત્પાદકો, નિકાસકારો અને લોજિસ્ટિક્સ કંપનીઓને નિકાસ ધિરાણનો પ્રવાહ GDPના 5-6 ટકા સુધી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ભારતીય નિકાસ ઉદ્યોગ અને ખાસ કરીને ગુજરાતના નિકાસ એકમો સ્પર્ધાત્મક ખર્ચે વિવિધ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓને સક્ષમ કરવા માટે GIFT સિટી ખાતે IFSC પ્લેટફોર્મનો ઉપયોગ કરીને નોંધપાત્ર પ્રોત્સાહન મેળવી શકે છે. IFSC માં બેંકિંગ એકમો અને સ્ટોક એક્સચેન્જો, રાજ્ય અને કેન્દ્ર સરકાર જેવી અન્ય સંસ્થાઓ સાથે, આ લક્ષ્ય તરફ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
નિકાસ ધિરાણ વધારવામાં ગિફ્ટ સિટીની સંભવિતતાનો ઉપયોગ કરવા માટે લઈ શકાય તેવા પગલાંની યાદી આપતાં નાબાર્ડે જણાવ્યું હતું કે સરકારે ભારતીય નિકાસકારો અને આયાતકારોને વિદેશી ચલણ બોન્ડની સૂચિ અને ઇશ્યુ કરીને તેના ભંડોળ એકત્રીકરણ કાર્યક્રમોને વિસ્તારવા જોઈએ. IFSC એક્સચેન્જોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
તેણે ભારતીય નિકાસકારોને રૂ.ના મૂલ્યોમાં IFSC બેન્કિંગ એકમો પાસેથી બાહ્ય વ્યાપારી ઉધાર લેવાની મંજૂરી આપવાનું પણ સૂચન કર્યું છે. પેટ્રોલિયમ પેદાશો, ઓર્ગેનિક રસાયણો, કૃષિ રસાયણો, ફાર્માસ્યુટિકલ્સ, ડાયઝ અને પ્લાસ્ટિક મટિરિયલ્સ જેવી પાંચથી છ વસ્તુઓ ગુજરાતમાંથી થતી કુલ નિકાસમાં 50 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.
“નિકાસની આ મુખ્ય વસ્તુઓનું સામાન્ય પાસું ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પરની તેમની નિર્ભરતા છે, જે રાજ્યમાંથી નિકાસનું મુખ્ય ચાલક છે. ક્રૂડ ઓઈલ પર નિર્ભર અન્ય આનુષંગિક ઉદ્યોગો ખાતર ઉદ્યોગ, કૃત્રિમ કાપડ, ઓટોમોબાઈલ અને રસાયણો છે. તેથી, આ મહત્વપૂર્ણ ક્ષેત્રની ધિરાણ જરૂરિયાતોને પહોંચી વળવા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી નિકાસનો ઉચ્ચ વૃદ્ધિ દર હાંસલ કરવામાં આવશે અને ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલમાં સમન્વયપૂર્વક યોગદાન મળશે.