/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/Prabhatsinh-Chauhan-passed-away.jpg)
પ્રભાતસિંહ ચૌહાણનું નિધન
Prabhatsinh Chauhan Passed Away : પંચમહાલના મોટાકદના નેતા અને પૂર્વ સાંસદ તથા ધારાસભ્ય પ્રભાતસિંહ ચૌહાણનું અવસાન થયું છે. આ સમાચાર સામે આવતા જ તેમના પરિવાર અને સમર્થકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રભાતસિંહ ચૌહાણ ટુંકી માંદગીથી પીડિત હતા, અને તેમણે 83 વર્ષે અંતિમ શ્વાસ લીધા છે. તમને જણાવી દઈએ કે, પ્રભાતસિંહ ચૌહાણ પંચમહાલ, ખેડા અને મહિસાગર જિલ્લામાં સારૂ વર્ચસ્વ ધરાવતા મોટા કદના નેતા હતા.
કોણ છે પ્રભાતસિંહ ચૌહાણ (Who is Prabhat Singh Chauhan?)
પ્રભાતસિંહ ચૌહાણ પંચમહાલ, મહિસાગર અને ખેડા જિલ્લાઓમાં પ્રભાવશાળી નેતા હતા. તેમનો જન્મ 15 જૂન 1941ના રોજ મેહલોલ ગામ, દાહોદ જિલ્લામાં થયો હતો. તેમના પરિવારની વાત કરીએ તો, તેમને ચાર વખત લગ્ન કર્યા, અને સાત બાળકોના પિતા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નજીકના ગણાતા ચૌહાણ 1980માં કલોલમાંથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા પરંતુ 1991માં ભાજપમાં જોડાયા હતા. તેઓ 1998 અને 2002માં કલોલથી ભાજપના ધારાસભ્ય હતા અને રાજ્યકક્ષાના મંત્રી પણ હતા. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના સાશનમાં 2009 અને 2014 માં તેઓ પંચમહાલમાંથી સાંસદ તરીકે સતત બે વખત ચૂંટણી લડ્યા અને જીત્યા.
પ્રભાતસિંહ ચૌહાણની રાજકીય કારકિર્દી (Political career of Prabhat Singh Chauhan)
પ્રભાતસિંહ ચૌહાણે તેમની રજકીય કારકિર્દીની શરૂઆત ગ્રામ પંચયતની ચૂંટણી લડીને શરૂ કરી હતી. તેમણે તેમના જન્મ સ્થળ દાહોદ જિલ્લાના મહેલોલ ગામમાં પ્રથમ ગ્રામ પંચાયતની ચૂંટણી લડી અને પોતાની આગવી રાજકીય શક્તિથી બાદમાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ ચૂંટણી લડી રાજકીય કારકિર્દીમાં એક પછી એક ડગલું આગળ વધતા રહ્યા.
આ પણ વાંચો - ગુજરાત રખડતા ઢોર મામલો : ગુજરાત હાઈકોર્ટ હવે જવાબદાર અધિકારીઓ સામે આરોપો ઘડે તેવી શક્યતા
1975 થી 1980 - સરપંચ - મેહલોલ ગામ, દાહોદ જિલ્લો
1975થી 1980 - તાલુકા પંચાયત સભ્ય, ગોધરા
1980 થી 1990 - જિલ્લા પંચાયત એજ્યુકેશન કમિટી સભ્ય, ગોધરા
1982થી 1990 - ધારાસભ્ય (બે ટર્મ)
1995થી 2002 - ધારાસભ્ય (બે ટર્મ)
1998થી 2002 - મંત્રી, વન અને પર્યાવરણ મંત્રાલય
2004 થી 2007 - રાજ્ય મંત્રી - આદિવાસી વિકાસ મંત્રાલય
2009 - લોકસભા ચૂંટણી જીતી સાંસદ બન્યા
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us