દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંસ્થાપક અને અધ્યક્ષ મિલિંદ કામ્બલેનું મોટું નિવેદન સામે આવ્યું છે. મિલિંદ કામ્બલે બુધવારે (21 ડિસેમ્બર) અમદાવાદ ખાતે આયોજીત ‘પ્રમુખ સ્વામી મહારાજ મહોત્સવ’ના ઉજવણીના ભાગરૂપે ‘સમાનતા દિવસ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જે અંતર્ગત કામ્બલેએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, DICCIની સ્થાપના દલિત વિક્ષેપકારી વિચાર છે.
આ સાથે મિલિંદ કામ્બલેએ કહ્યું કે, દલિત ભાષણમાં વામપંથનો વ્યાપક પ્રભાવ છે. જે અનુસાર અમારું જે પણ ઉત્થાન થશે તે રાજ્ય દ્વારા બંધારણના આધારે થવું જોઇએ. પરંતુ અમે પણ નક્કી કર્યું છે કે, અમારે પણ આગળ આવવું જોઇએ. વર્ષ 2005માં 2005માં, દલિત ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ ‘રોજગારી આપો, જોબ સીકર્સ નહીંનો મંત્ર આપ્યો હતો’.
વધુમાં મિલિંદ કામ્બલેએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, ભારત દેશ એક શક્તિશાળી દેશના રૂપમાં વિકાસ કરી રહ્યો છે. ભારતને G20નું નેતૃત્વ કરવાનો અવસર મળ્યો છે, પરંતુ સામાજીક ભેદભાવની ઘટનાઓ પીડા આપી રહી છે. મિલિંદ કામ્બલેએ એ ઘટનાઓને યાદ કરી જે ગુજરાતથી રિપોર્ટ કરવામાં આવી છે. જ્યાં નિચલી કક્ષાની જાતિઓના વરરાજાઓને ઘોડી પર બેસવાની અનુમતી નથી.
આ ઉપરાંત મિલિંદ કામ્બલેએ કહ્યું હતું કે, “ભારતને G20નું નેતૃત્વ કરવાની તક મળી એ ગૌરવની વાત છે. કારણ કે વિકસિત દેશો વિશ્વ માટે એજેન્ડા તૈયાર કરશે અને તેનો જવાબ રજૂ કરશે. પરંતુ આ વખતે ભારત નિર્ધારિત એજન્ડા વસુધૈવ કુટુંબમ (વિશ્વ એક પરિવાર છે) સાથે સમિટનું નેતૃત્વ કરશે. આપણે દેશમાં જે પરિવર્તન જોઈ રહ્યા છીએ તેના પરથી લાગી રહ્યું છે કે, આપણે સાચી દિશા તરફ જઈ રહ્યા છીએ”.
મિલિંદ કામ્બલેએ સામાજીક ભેદભાવને કારણે થતી ઘટનાઓને યાદ કરી કહ્યું હતું કે, “સમાજે આ બાબત પર વિચાર કરવાની આવશ્યકતા છે. જ્યારે રાષ્ટ્રીય સ્વંયસેવક સંધ (RSS) પ્રમુખ મોહન ભાગવતએ તેના સંબોઘનમાં કહ્યું હતું કે, સામાજીક અસમાનતાનું કારણ એ છે કે, આપણે લગભગ 2000 વર્ષોથી અધર્મને ધર્મના રૂપમાં ખોટું માનીએ છીએ. સામાજીક અસમાનતા એક વિચાર કરવા માટેનું કારણ છે. તેમજ અન્ય લોકોની વચ્ચે ધન, સુંદરતા, વર્ગમાં ગર્વ અનુભવવું”.
મોહન ભાગવતે વધુમાં કહ્યું કે, નકારાત્મકતા, અંહકાર અને અભિમાન પાછળ કારણ રહેલા છે, પરંતુ પ્રમુખ સ્વામીને કોઇ અહંકાર ન હતું, તેઓ હંમેશા સમાજની ઉન્નતિ અને સમાનતા માટે પ્રયાસ કરતા હતા. જો ખરા અર્થમાં આપણે સામાજીક અસમાનતાને જડમૂળમાંથી ઉખાડી ફેંકવા ઇચ્છીએ છીએ તો પ્રમુખ સ્વામી શ્રેષ્ઠ ઉદાહરણ છે. પ્રમુખ સ્વામીના સકારાત્મક ગુણોને જીવનમાં ઉતારો. જેથી વ્યક્તિ પ્રગતિના પંથે ચાલી શકે અને પોતાની જાતનો વિકાસ કરી શકે. પ્રમુખ સ્વામીના વિચારો અને પદચિન્હો પર ચાલવાથી આપણો દેશ ફરી સમૃદ્ધ, સુરક્ષિત અને મહાન બનશે.
શતાબ્દી સમારોહ માટે 600 એકરમાં નિર્માણ કરવામાં આવેલી પ્રમુખ સ્વામીની નગરીની પ્રશંસા કરતા અતુલ લિમિટેડના કાર્યકારી નિર્દેશક સંવેગભાઇ લાલભાઇએ કહ્યું કે, આપણી ભારતીય મૂલ્ય પ્રણાલી આ 600 એકર સાઇટમાં રજૂ કરવામાં આવી છે.