scorecardresearch

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ : 30 દિવસમાં 1 કરોડથી વધુ લોકોએ જીવન-ઉત્કર્ષની પ્રેરણા મેળવી, 56,26,955 બોટલ બ્લડ એકઠું કરાયું

Pramukhswami Maharaj Shatabdi Mohotsav : પ્રમુખ સ્વામિ મહારાજ શતાબ્દી મહોત્સવના સમાપન સમારોહ યોજવામાં આવ્યો, તો તમને જણાવી દઈએ કે, 30 દિવસના આ કાર્યક્રમમાં 1 કોરડથી વધુ લોકોએ જીવનની પ્રેરણા મેળવી, 56,26,955 બોટલ બ્લડ એક જ જગ્યા પર એકઠું કરી રેકોર્ડ સર્જવામાં આવ્યો.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ : 30 દિવસમાં 1 કરોડથી વધુ લોકોએ જીવન-ઉત્કર્ષની પ્રેરણા મેળવી, 56,26,955  બોટલ બ્લડ એકઠું કરાયું
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ

pramukh swami maharaj shatabdi mahotsav : અમદાવાદ ખાતે 30 દિવસ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો. સમાપન સમારોહમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને ભક્તિપૂર્ણ ભાવાંજલિ આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, અભૂતપૂર્વ મેનેજમેન્ટ, પ્રેરણાદાયી આકર્ષણો, કાર્યક્રમો અને પ્રદર્શનો દ્વારા ઐતિહાસિક અને ચિરસ્મરણીય બની જનાર ભવ્યાતિભવ્ય અને દિવ્ય પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ૩૦ દિવસમાં ૧ કરોડ ૨૧ લાખ કરતાં વધુ દર્શનાર્થીઓએ મેળવી આંતરજાગૃતિની પ્રેરણા મેળવી, સાથે સતત એક મહિના સુધી માનવ ઉત્કર્ષના મહાપર્વ એવા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં વિશિષ્ટ સંધ્યા સભાઓ દ્વારા પ્રત્યક્ષ અને જીવંત પ્રસારણ દ્વારા કરોડો લોકોએ જીવન-ઉત્કર્ષની પ્રેરણાઓ મેળવી. તો અનેકવિધ પ્રોફેશનલ અને એકેડેમિક કોન્ફરન્સ અને સેમિનારો દ્વારા હજારોએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પવિત્ર જીવનનો સંદેશ મેળવ્યો. આ એક મહિનામાં કલાત્મક સંતદ્વાર, પ્રમુખસ્વામી મહારાજ મહા-મૂર્તિ, દિલ્લી અક્ષરધામ પ્રતિકૃતિ, પ્રમુખ જ્યોતિ ઉદ્યાન- ગ્લો ગાર્ડન, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને અન્ય અનેકવિધ પ્રદર્શનોએ છેલ્લાં એક મહિનાથી કરોડો લોકોને અભિભૂત કર્યા. તો બાળ-નગરીના પ્રદર્શનખંડો અને અનેકવિધ આકર્ષણોમાંથી પ્રેરણા લઈ અઢી લાખ કરતાં બધુ બાળ-બાલિકાઓએ નિયમકુટિરમાં વિવિધ નિયમો ગ્રહણ કર્યા. આટલુ જ નહીં ૧ લાખ ૨૩ હજાર લોકો વ્યસનમુક્તિ અને ઘરસભા માટે નિયમબદ્ધ થયા. આ સિવાય ૩૦ દિવસમાં ૫૬,૨૮,૯૫૫ સીસી રક્ત એકઠું કરવામાં આવ્યું, જે ગુજરાતની ૧૫ બ્લડ બેંકમાં મોકલવામાં આવ્યું. તો જોઈએ સમાપન કાર્યક્રમમાં બીએપીએસ સંતોએ શું કહ્યું?

સંધ્યા સમયે ૪:૪૫ વાગ્યે સમાપન સમારોહ – ‘પ્રમુખસ્વામી મહારાજ – કેમ રે ભુલાય!’ નો આરંભ કરવામાં આવ્યો હતો. સંતો, યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્રના ધૂનગાન અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ કરાવતાં ભક્તિપદોથી સભાનો આરંભ કરાવ્યો હતો. અનેકવિધ ભક્તોએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતાં. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કરેલાં વ્યસનમુક્તિ, પત્રલેખન, પધરામણી, શિક્ષણ કાર્યોને દર્શાવતી હૃદયસ્પર્શી વિડિયો દર્શાવવામાં આવી હતી.

BAPSના વરિષ્ઠ સંત વિવેકસાગર સ્વામીએ શું કહ્યું?

BAPSના વરિષ્ઠ સંત વિવેકસાગર સ્વામીએ લોકહિત માટે પ્રમુખસ્વામી મહારાજે વેઠેલા શારીરિક અને માનસિક શ્રમની ગાથા વર્ણવી અને કેવી રીતે પ્રમુખસ્વામી મહારાજે સર્વેને શાંતિ, સ્થિરતા અને આધ્યાત્મિક સમજણ આપી સર્વેના જીવન ઉન્નત કર્યા તે વિષયક વક્તવ્ય આપ્યું. “વિચરણ એ ભારતીય સંતોની પ્રણાલી છે અને પ્રમુખસ્વામી મહારાજે પણ તે જ પરંપરાને ચાલુ રાખી અક્ષર પુરુષોત્તમ ઉપાસના અને સનાતન હિંદુ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજે ગુરુ શાસ્ત્રીજી મહારાજ આગળ કરેલી પ્રતિજ્ઞા દેહની પરવા કર્યા વગર ૯૬ વર્ષ સુધી પાળીને ગુરુહરીનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજે તેમના પ્રેમ અને કરુણા દ્વારા અનેક લોકોના જીવન પરિવર્તન કર્યા છે. આ પધરામણીઓ ના ફલશ્રુતિમાં દેશ વિદેશમાં ૧૨૦૦ મંદિરોનું નિર્માણ અને ૧૦૦૦ થી વધુ સુશિક્ષિત સાધુ સંતોનો સમાજ પ્રાપ્ત થયો છે. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં હિન્દુ ધર્મની શાશ્વત પ્રતિષ્ઠા કરી દીધી છે.

BAPSના વરિષ્ઠ સંત બ્રહ્મવિહારી સ્વામીએ શું કહ્યું?

BAPSના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના વિશ્વવ્યાપી મંદિર નિર્માણના યુગકાર્યને અંજલિ આપતું વક્તવ્ય કર્યું હતું. તેમણે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજની પ્રેમ વિશ્વભરના લોકો ક્યારેય નહી ભૂલી શકે કારણકે જે કોઈ પણ પ્રમુખસ્વામી મહારાજને મળ્યા છે તે પ્રમુખસ્વામી મહારાજના થઈ ગયા છે. પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ કોઈ વ્યક્તિ કે રાષ્ટ્રની સરહદો પૂરતો સીમિત નહોતો. પ્રમુખસ્વામીનું સર્વોત્તમ કાર્ય એ ૧૨૦૦ થી વધારે મંદિરો બાંધ્યા છે તે માનવ ઉત્કર્ષના મંદિરો સમાન છે અને આવનારી અનેક પેઢીઓ ક્યારેય ભૂલી નહિ શકે. આજે પુરાતત્વ વિભાગ જેમ અવશેષો પરથી આપણે સંસ્કૃતિ અથવા સભ્યતા નો અંદાજ લગાવી રહ્યા છે પરંતુ આવનારા હજારો વર્ષો પછી કોઈ અંદાજ લગાવશે ત્યારે તેઓ યાદ કરશે કે,’ કેવા હશે તે મહાન પુરુષ જેણે સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિ અને સ્થાપત્યથી રંગી નાખી હતી.’ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે , ‘હું આવનારી પેઢીને ખુશી સાથે કહીશ કે અબુધાબીના હિન્દુ સ્વામિનારાયણ મંદિર નિર્માણ વખતે હું સહભાગી બન્યો હતો.”

BAPSના વરિષ્ઠ સંત આનંદસ્વરૂપ સ્વામીએ શું કહ્યું?

BAPSના વરિષ્ઠ સંત પૂ. આનંદસ્વરૂપ સ્વામીએ કેવી રીતે જીવન ઉત્કર્ષના મહાન ઉત્સવોની પરંપરા શરૂ કરી તે જણાવ્યું. નિઃસ્વાર્થ સેવાભાવનાથી કાર્યરત હજારો સ્વયંસેવકોનું નિર્માણ દ્વારા, હજારોમાં વિશિષ્ટ કળા કૌશલ્યને નિખારતા ઉત્સવો દ્વારા પ્રમુખસ્વામી મહારાજે સમાજમાં કરેલી અદભુત ક્રાંતિની વાત કરી. તેમણે જણાવ્યું, “ઉત્સવ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું અંગ છે અને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ તેનું ઉત્તમ ઉદાહરણ છે કારણકે આ મહોત્સવમાંથી અનેક લોકોને પ્રેરણા અને સુખનો રાજમાર્ગ મળ્યો છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં છેલ્લા ૩૧ દિવસમાં ૧,૨૧,૦૦,૦૦૦ લાખ લોકોએ મુલાકાત લીધી છે અને ૧,૨૩,૦૦૦ લોકોએ વ્યસનમુક્તિ-ઘર સભાના નિયમો લીધા છે. પ્રમુખસ્વામી મહારાજ નગરની દિવ્યતા , ભવ્યતા , સ્વચ્છતા , પ્રબંધન વગેરેએ સમગ્ર વિશ્વમાં અનોખું આકર્ષણ જમાવ્યું હતું. “

BAPS સંસ્થાના સંત ત્યાગવલ્લભ સ્વામીએ શું કહ્યું?

BAPS સંસ્થાના સંત ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું, “આપણી ભક્તિ દેહભાવ વાળી છે પરંતુ પ્રમુખસ્વામી મહારાજની ભક્તિ નિત્ય અને નિરંતરની હતી. પ્રમુખસ્વામી મહારાજે દેહની પરવા કર્યા વગર પ્રથમ પ્રાધાન્ય ભગવાનની ભક્તિને આપ્યું છે.

BAPS સંસ્થાના સંત ભક્તિપ્રિય સ્વામીએ શું કહ્યું?

BAPS સંસ્થાના સંત ભક્તિપ્રિય સ્વામીએ જણાવ્યું, “ભગવાન સ્વામિનારાયણે આપેલા સિદ્ધાંતો અને સાધુતાના નિયમોનું પાલન કરીને પ્રમુખસ્વામી મહારાજે દેશ વિદેશમાં વિચરણ કર્યું છે.પ્રમુખસ્વામી મહારાજ ભગવાનના અખંડ ધારક સંત હતા.પ્રમુખસ્વામી મહારાજે નિષ્કામ , નિર્લોભ , નિસ્વાદ , નિર્માન અને નીસનેહ પાંચેય વર્તમાન સારધાર જીવનના છેલ્લા શ્વાસ સુધી પાળ્યા છે.”

BAPS સંસ્થાના સદ્ગુરુ સંત ડૉક્ટર સ્વામીએ શું કહ્યું?

BAPS સંસ્થાના સદ્ગુરુ સંત પૂ. ડૉક્ટર સ્વામીએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ નાનામાં નાના માનવીથી લઈને મોટા વ્યક્તિઓને સ્પર્શી ગયા. અબ્દુલ કલામ સાહેબ આપણાં રાષ્ટ્રપતિ હતા તેમજ તેમને વિશ્વની અનેક યુનિવર્સિટીએ પી.એચ.ડી ની ડીગ્રી આપી છે પરંતુ તેઓ પ્રમુખસ્વામી મહારાજની સાધુતા અને વ્યક્તિત્વથી પ્રભાવિત થયા હતા અને વિશ્વમાં પ્રથમ વખત કોઈ મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ ધર્મગુરુ માટે પુસ્તક લખ્યું છે. તેવું પ્રમુખસ્વામી મહારાજનું દિવ્ય, પ્રભાવક સમતા યુક્ત જીવન હતું. ”

BAPS સંસ્થાના સદ્ગુરુ સંત ઈશ્વરચરણ સ્વામીએ શું કહ્યું?

BAPS સંસ્થાના સદ્ગુરુ સંત પૂ. ઈશ્વરચરણ સ્વામીએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ ખૂબ જ વિનમ્ર પુરુષ હતા અને તેમનામાં અહમ્ શૂન્યતા અને નિર્માનીપણું જોવા મળતું હતું. પ્રમુખસ્વામી મહારાજ સતત આત્મારૂપે વર્તતા હતા. પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો છે , અનેક મંદિરોનું નિર્માણ કર્યું છે , અનેક ઉત્સવો કર્યા છે પરંતુ તેઓ ક્યારેય બોલ્યા નથી કે , ‘ મે કર્યું છે ‘ અને હંમેશા ભગવાન અને ગુરુને જ યશ આપ્યો છે.”

આ પણ વાંચોપ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની પૂર્ણાહૂતિ, એક મહિનો ધામધૂમપૂર્વક ચાલી ઉજવણી

મહંતસ્વામી મહારાજે શું કહ્યું?

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સૌને આશીર્વચનથી કૃતાર્થ કર્યા હતા, તેમણે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજે દરેકની સંભાળ લીધી છે અને દરેકને સાચવ્યા છે એટલે દરેકને અનુભૂતિ થાય છે કે “પ્રમુખસ્વામી મહારાજ મારા છે”. આજે નહિ પરંતુ હજારો વર્ષો પછી પણ પ્રમુખસ્વામી મહારાજને લોકો યાદ કરતા રહેશે. પ્રમુખસ્વામી મહારાજ ક્યારેય તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને ક્યારેય નથી ભૂલ્યા તે રીતે આપણે પણ કાયમ પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ રાખવાની છે. પ્રમુખસ્વામી મહારાજની દૃષ્ટિ હંમેશા ગુરુ સામે જ હતી. પ્રમુખસ્વામી મહારાજના રોમે રોમમાં ભગવાન હતા અને તેઓ અવિનાશી હતા માટે તેઓ આ પૃથ્વી પરથી ગયા જ નથી અને આજે પણ તેઓ આપણી સાથે છે અને સદાય આપણી સાથે રહેશે. સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામી તેમજ ગુરુ પરંપરાના આશીર્વાદ અને દયાથી આ શતાબ્દી મહોત્સવ શાનદાર ઉજવાઈ ગયો છે. આ મહોત્સવની ફળશ્રુતિ એ છે કે આપણા જીવનમાં પણ પ્રમુખસ્વામી મહારાજની જેમ નિયમધર્મ ,ભગવાનમાં શ્રદ્ધા સેવા , સમર્પણ વગેરે જેવા ગુણો આપણાં જીવનમાં દ્રઢ થાય. જેણે જેણે આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સહકાર આપ્યો છે તેને ભગવાન સુખિયા કરે તેવી પ્રાર્થના. સંતો અને સ્વયંસેવકો કરેલી નિઃસ્વાર્થ સેવા કદીય ના ભુલાય તેવી છે અને સૌએ હિંમત અને બળ રાખીને તેમજ નમ્રતાથી સેવા કરી છે.”

Web Title: Pramukhswami maharaj shatabdi mohotsav 30 days 1 crore people visit life lifting inspiration 56 26 955 bottles blood collected

Best of Express