ગુજરાત હાર્ડલુક | ‘PPP’ ના ગેરફાયદા : અમદાવાદ, મોરબી, વડોદરાની દુર્ઘટનાઓમાં એક સમાનતા

ગુજરાત માં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત કરવામાં આવેલા વિકાસકાર્યો અને નુકશાન, વડોદરા, અમદાવાદ અને મોરબી દુર્ઘટના કેસમાં અનેક સમાનતા.

Written by Kiran Mehta
February 19, 2024 17:57 IST
ગુજરાત હાર્ડલુક | ‘PPP’ ના ગેરફાયદા : અમદાવાદ, મોરબી, વડોદરાની દુર્ઘટનાઓમાં એક સમાનતા
ગુજરાત : પીપીપી હેઠળના વિકાસકામ અને દુર્ઘટના

અદિતી રાજા, ગોપાલ બી કટેસિયા | 22 ડિસેમ્બર, 2021: અમદાવાદના સાઉથ બોપલમાં મુમતપુરા ખાતે ઓવરબ્રિજનો એક હિસ્સો ઇન-સીટ્યુ સ્ટ્રેસિંગ કવાયત દરમિયાન સ્લેબ પડી જતાં તૂટી પડ્યો હતો. કોઈ જાનહાનિ નહોતી થઈ.

ઑક્ટોબર 30, 2022: મોરબીમાં મચ્છુ નદી પરનો ઝુલતો બ્રિજ, જે એક રાહદારી ઝૂલતો પુલ તૂટી પડ્યો, જેમાં 135 લોકોના મોત થયા.

18 જાન્યુઆરી, 2024: વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 12 બાળકો અને બે શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા હતા.

પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડ પર સ્ટ્રક્ચર્સ વિકસાવવામાં અથવા જાળવવામાં આવતા તાજેતરના અકસ્માતોએ લોકાયુક્તને કામની ગુણવત્તા અને તેમના ઑડિટ પર ધ્યાન આપવાનું કારણ આપ્યું છે.

“કોન્ટ્રાક્ટર અને એજન્સી જેમ કે AUDA (અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) અથવા પ્રોજેક્ટ કન્સલ્ટન્સી જેવી એજન્સીઓ, જેને કામ પર દેખરેખ રાખવા માટે નિમણૂક કરવામાં આવી છે, બંને દ્વારા પ્રોજેક્ટની નબળી કામગીરી અને ક્ષતિઓ અને કામગીરીમાં બેદરકારી માટે કેટલીક ચકાસણી થવી જોઈએ, અને જવાબદારી હોવી જોઈએ. ” લોકાયુક્તે તેના વાર્ષિક અહેવાલમાં મુમતપુરા બ્રિજના તુટી પડવાની બાબતની સ્વતઃ સંજ્ઞાનમાં ઉલ્લેખ કર્યો છે. આ અહેવાલ તાજેતરમાં ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં રજૂ કરવામાં આવ્યો હતો.

પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) માં સામેલ ત્રણ મુખ્ય એજન્સીઓ તરફ ધ્યાન દોરતા, લોકાયુક્તે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વડોદરાની ઘટના અને અગાઉ મોરબી બ્રિજ તુટી પડવાની ઘટના અંગે સ્વ-સુઓમોટુ સંજ્ઞાન લેતી વખતે જવાબદારી અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો પુનરોચ્ચાર કર્યો હતો.

હરણી દુર્ઘટના બાદ, રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટર અને સ્થાનિક સંસ્થાઓને જળ સંસ્થાઓમાં પ્રવૃત્તિઓ સ્થગિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ તરત જ પાંચ કોમ્યુનિટી હોલ, સયાજીબાગ ગાર્ડનની અંદરની જોય ટ્રેન અને સુરસાગર તળાવમાં બોટિંગની સુવિધા બંધ કરી દીધી હતી – ક્લોઝર નોટિસનું ઉલ્લંઘન કરવા બદલ બોટિંગ ઓપરેટરનું લાઇસન્સ પણ સસ્પેન્ડ કર્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ઇન્ચાર્જ જનરલ મેનેજર દીપક પટેલના જણાવ્યા અનુસાર, સાબરમતી નદીમાં બોટિંગ પણ “લાઈસન્સ સંબંધિત પાલનના અભાવે” સ્થગિત કરવામાં આવી હતી, જ્યાં અવકાશ પ્રવૃત્તિઓ PPP કોન્ટ્રાક્ટ પર છે.

હરણી તળાવ અને મોરબી બ્રિજ પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા એક પૂર્વ અમલદારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, જો કે PPP એ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આગળ વધવાનો માર્ગ છે, “પરંતુ તે સાવધાની વિના કરી શકાય નહીં”.

હરણી દુર્ઘટના બાદ, મોરબી બ્રિજ તૂટી પડવાના પીડિતોના સંગઠને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી, નાગરિક સંસ્થાઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના વારંવારના બનાવોની તપાસ કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવા માંગ કરી હતી, જેના કારણે ઝુલતો પુલ તૂટી પડવા અને હોડી ડૂબી જવા જેવી ઘટના બની. અરજદારે હાઇલાઇટ કર્યું હતું કે, અકસ્માતોની એક સામાન્ય પેટર્ન છે, જ્યાં સ્થાનિક સંસ્થાઓ પર્યાપ્ત નિયંત્રણ અને દેખરેખ રાખ્યા વિના જાહેર સુવિધાઓ જેવા કે, તળાવો, પુલો વગેરેનું સમારકામ, જાળવણી અને સંચાલન ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપી દે છે. ખાનગી કોન્ટ્રાક્ટર, બદલામાં, અન્ય પેટા કોન્ટ્રાક્ટરોને કામ આઉટસોર્સ કરે છે અને તેઓ ન તો કટોકટીનો સામનો કરવા માટે જરૂરી સલામતીનાં પગલાં લે છે.

હરણી તળાવની દુર્ઘટના

જ્યારે VMC એ 2015 માં મોટનાથ હરણી તળાવ પુનઃવિકાસ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યું, ત્યારે મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સ – એક નાસ્તા ઉત્પાદક – એ બોલી લગાવી અને તેને ગેરલાયક ઠરાવવામાં આવી કારણ કે તેને લેઝર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં કોઈ અનુભવ ન હતો, તેનું ટર્નઓવર શૂન્ય હતું. અને તેણે કોઈ કર જમા કરાવ્યું ન હતું. જો કે, 2017 માં, VMC એ પૂર્વ નગર નિયોજક (ટાઉન પ્લાનર) ગોપાલદાસ શાહની માલિકીની કંપની સાથે સંયુક્ત સાહસમાં પ્રવેશ કર્યા પછી, નાગરિક સંસ્થાએ તે જ પેઢીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જે હવે આ કેસમાં ધરપકડ કરાયેલા 20 લોકોમાંથી એક છે.

કરાર હેઠળ, ડેવલપરને “30 વર્ષ સુધી આ પરિસરના સંચાલન અને જાળવણી માટે જવાબદાર” બનવાનું હતુ.

લેક ફ્રન્ટનું નિર્માણ કરતી વખતે, પ્રોજેક્ટ માટે VMC ના ટેન્ડર દસ્તાવેજમાં જાણીતા લેન્ડસ્કેપ આર્કિટેક્ટ માઈકલ હફને તેમના 1984 ના પુસ્તક ‘સિટીઝ એન્ડ નેચરલ પ્રોસેસીસ’માંથી ટાંકવામાં આવ્યા હતા: “જાહેર ખાનગી વિકાસનું સંતુલન એક આદર્શ દૃશ્ય છે”.

VMC એ જુલાઈ 2017 માં મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સ સાથે ‘પેડલ-બોટિંગ’ને મંજૂરી આપતા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા, ડેવલપરે મોટરાઇઝ્ડ બોટ તૈનાત કરતા પહેલા, લાઇફ-ગાર્ડ્સ અને બોય્સ અને દોરડાઓ સહિત અન્ય સુરક્ષા સાધનોના ઉપકરણોની અવગણના કરી ઉલ્લંઘન કર્યું હતું.

VMC ના વિરોધ પક્ષના નેતા, કોંગ્રેસના અમી રાવતે, જેમણે 2016 માં પ્રોજેક્ટ સામે તકેદારી તપાસની માંગ કરી હતી, તેમણે જણાવ્યું હતું કે: “PPP મોડલ પર તળાવો વિકસાવવાનું કામ (VMC) જનરલ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી 20, 2016 અને 14 ફેબ્રુઆરીએ મંજૂર કરવામાં આવ્યું હતું. 76 કાઉન્સિલરોએ તેની વિરૂદ્ધમાં મત આપ્યો”, અને સૂચન કર્યું હતુ કે, તેનો વિકાસ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થવો જોઈએ.

ઇન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે, VMC અને મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સના બિનિત કોટિયા વચ્ચે થયેલા એમઓયુમાં બાળકોના રમતના વિસ્તાર, વરિષ્ઠ નાગરિકોના વિસ્તાર અને આ હેતુ માટે “ઘાટ” સાથે “પીપીપી મોડ પર” હરણી મોટનાથ તળાવના વિકાસની કલ્પના કરવામાં આવી હતી અને મંજૂરી આપવામાં આવી હતી. દેખરેખ રાખના માટે “પેડલ-બોટીંગ અને સલામતી માટે લાઇફ-ગાર્ડ્સ”.

VMC કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, “ફર્મે જરૂરી આવકવેરા દસ્તાવેજો જોડ્યા ન હતા. વાસ્તવમાં, બંને પેઢીઓ (બિડર કોટિયા અને મંગલમ કન્સ્ટ્રક્શન) ને ગેરલાયક ઠેરવવામાં આવી હતી અને ફરીથી ટેન્ડર કરવામાં આવ્યા હતા. બીજા રાઉન્ડમાં, કોટિયા પ્રોજેક્ટ અન્ય પેઢી સાથે સંયુક્ત સાહસ (JV) ના ભાગ રૂપે પાછા ફર્યા અને જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા. JV લાયક ઠર્યુંઅને તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.”

તળાવના “કાયાકલ્પ”ના બદલામાં, કોટિયાને તેની પરિઘ પર 5,686 ચોરસ મીટરના ત્રણ પ્લોટ મળ્યા, જેની કિંમત આશરે રૂ. 17 કરોડ છે, જે 30 વર્ષ માટે 1 રૂપિયાના ભાડા પર છે.

કંપનીને પાંચ વર્ષ માટે VMC પાસેથી કર મુક્તિ અને પ્રોજેક્ટ માટે પૂર્ણતા પ્રમાણપત્ર મેળવવા પર 450 ચોરસ મીટર જગ્યા પર જાહેરાત કરવાનો અધિકાર પણ મળ્યો.

બોટ પલટી જવાના કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ શોધી કાઢ્યું છે કે, “ગાર્ડ અને લાઇફ જેકેટની ગેરહાજરી” ન્યૂ સનરાઇઝ સ્કૂલના 12 બાળકો અને બે શિક્ષકો માટે જીવલેણ સાબિત થઈ છે.

15 ફેબ્રુઆરીના રોજ, જ્યારે પોલીસે આ ઘટનાના રી-કન્સ્ટ્રક્શન માટે એક બોટમાં તે દિવસના વજનને અનુરૂપ રેતીની થેલીઓ મૂકીને પરીક્ષણ હાથ ધર્યું, ત્યારે હોડી ડૂબી ગઈ. “14 મુસાફરોને વહન કરવાની સક્ષમ બોટમાં 30 લોકો બેસાડવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર અડધા લોકો પાસે જ લાઇફ જેકેટ હતા, એટલું જ નહી જે નાવિક હતો તે પણ મોટરવાળી બોટ ચલાવવા માટે લાયક ન હતો; SIT એ શોધી કાઢ્યું છે કે, ડેવલપરે અન્ય એક કંપની, ડોલ્ફિન એન્ટરટેઈનમેન્ટને સબ કોન્ટ્રાક્ટ “સબ-લેટ” કરી દીધો હતો, જેણે નાવિકની સહાયતા માટે “બિન-તરવૈયાઓ” ને નોકરી પર રાખ્યા હતા.

સ્થાયી સમિતિએ ‘ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ’ ના પ્રસ્તાવને મંજૂર કર્યા પછી, VMCના જનરલ બોર્ડ દ્વારા, અંતિમ નિર્ણય લેવાની સત્તા ધરાવતા અધિકારીએ કોન્ટ્રાક્ટ આગળ વધાર્યો. કરારની શરતો એ પણ જણાવે છે કે, ડેવલપરે “ખાતરી કરવી જોઈએ કે, પર્યાપ્ત રીતે સક્ષમ અને લાયકાત ધરાવતા કર્મચારીઓ હંમેશા કાર્યસ્થળ પર હાજર હોવા જોઈએ”.

“જ્યારે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા ત્યારે, હું ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલનો પ્રભારી ન હતો. હરણી પોલીસ સ્ટેશનમાં મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સ સામે નોંધાયેલી FIRમાં ફરિયાદ કરનાર ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાજેશ ચૌહાણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “નિરીક્ષણની જવાબદારી ઝોન ઓફિસની હતી.”

આ દરમિયાન, 14 ફેબ્રુઆરીએ VMC જનરલ બોર્ડની બેઠકમાં, વોર્ડ 15 ના ભાજપના કાઉન્સિલર આશિષ જોષીએ વિરોધ કર્યો – જ્યાં મોટાભાગના મૃતક પીડિતો રહેતા હતા, કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને “સંબંધિત વિભાગની જવાબદારી” નક્કી કરવા માંગ કરી.

મ્યુનિસિપલ કમિશનરે એસઆઈટીને એક પત્ર સુપરત કર્યો છે જેમાં જણાવ્યું છે કે, ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલે નવેમ્બર 2022 માં હરણી તળાવ વિસ્તારનું છેલ્લે નિરીક્ષણ કર્યું હતું. જો કે, એસઆઈટી બોટના પ્રમાણપત્ર અને અન્ય તકનીકી તપાસ સાથે સંબંધિત દસ્તાવેજોની રાહ જોઈ રહી છે.

ગયા અઠવાડિયે, મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સના 20 ધરપકડ કરાયેલા ભાગીદારોમાંથી ત્રણની જામીન અરજી ફગાવી દેતી વખતે, વડોદરાની અદાલતે એસઆઈટીને મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરના પત્રને ટાંક્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, “એવું લાગતું નથી કે VMC એ કોઈ ખામીઓની તપાસ કરી હોય.” નિરીક્ષણ બાદ સુધારા વધારા માટે સૂચનાઓ આપવામાં આવ્યા હતા કે નહી. પોલીસે એવી રજૂઆત પણ કરી છે કે, લેક ​​ઝોનનું નિરીક્ષણ કરવા માટે VMC દ્વારા જે મુલાકાત કરવામાં આવી તેનો રેકોર્ડ માંગવામાં આવ્યો છે, પરંતુ ઘટનાના 21 દિવસ પછી પણ નાગરિક સંસ્થાએ હજુ સુધી કોઈ રેકોર્ડ પ્રદાન કર્યું નથી.

મોરબી પુલ ધરાશાયી

30 ઑક્ટોબર, 2022 ના રોજ, 261-મીટર-લાંબા, 135 વર્ષ જૂના ‘ઝુલતા બ્રિજ’ પર 350 લોકો હતા, જ્યારે દિવાળીની ઉજવણી દરમિયાન પુલને ફરીથી ખોલવામાં આવ્યો ત્યારે ભીડને 3,000 થી વધુ ટિકિટો વેચવામાં આવી હતી. થોડા જ સમયમાં કેબલ તૂટવાને કારણે બ્રિજ તૂટી પડ્યો અને 135 લોકોના મોત થયા.

આ ઘટના બાદ, રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાને હટાવી દીધી, જેણે 7 માર્ચ, 2022 થી 15 વર્ષ માટે બ્રિજનું “વ્યાપક સંચાલન” ઘડિયાળ બનાવતી કંપની ઓરેવા ગ્રૂપની અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડ (AMPL)ને સોંપ્યું હતું.

મોરબાી નગરપાલિકા દ્વારા “અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ (ઓરેવા ગ્રૂપ) સાથે ઝુલતા બ્રિજના ‘મેનેજમેન્ટ’ જેમ કે O&M, (સુરક્ષા)/સફાઈ/જાળવણી/પેમેન્ટ કલેક્શન/સ્ટાફ વગેરે માટે કરાર કરવામાં આવ્યો છે.” તેમાં મુલાકાતીઓ પાસેથી વસૂલવામાં આવતી ફીની પણ વિગતો પણ હતી.

મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે, AMPL 135 વર્ષ જૂના કેબલ-સ્ટેડ બ્રિજને પોતાના ખર્ચે રિપેર કરશે. “ઓરેવા ગ્રુપ ઝુલતા બ્રિજનું યોગ્ય રીતે નવીનીકરણ કરશે અને પછી તેને લોકો માટે ખુલ્લો મુકશે. “આ કરાર પર હસ્તાક્ષર થયાની તારીખથી આઠથી 12 મહિનાનો સમય લાગશે,” તેવું દસ્તાવેજમાં જણાવાયું છે. જો કે, એમઓયુમાં ક્યાંય સ્પષ્ટ અથવા ગર્ભિત રીતે એવું જણાવવામાં આવ્યું નથી કે, સમારકામ પછી, એએમપીએલને 1.25 મીટર પહોળા અને 261.80 મીટર લાંબા પુલનું લોડ પરીક્ષણ અને માળખાકીય સ્થિરતા પરીક્ષણ હાથ ધરવાનું રહેશે. તમને જણાવી દઈએ કે, 1887 માં આ બ્રિજ બાંધવામાં આવ્યો હતો સસ્પેન્શન (ઝુલતો) બ્રિજ ફરી મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવામાં આવે તે પહેલા તેના ફિટનેસ સર્ટિફિકેટની કોઈપણ જરૂરિયાત વિશે પણ તેમાં વાત કરવામાં આવી નથી. આ સિવાય તે એક સમયે બ્રિજ ડેક પર કેટલા મુલાકાતીઓની મંજૂર સંખ્યા પર ઉચ્ચ મર્યાદાનો ઉલ્લેખ પણ કરતું નથી.

તેના બદલે, કરારની કલમ 7 જણાવે છે કે, MOU અમલમાં આવ્યા પછી ન તો મોરબી નગરપાલિકા કે અન્ય કોઈ સરકારી વિભાગ બ્રિજ સંબંધિત “તમામ વહીવટી કાર્યો” માં કોઈ દખલ કરશે નહીં. “એગ્રીમેન્ટના ઓપરેશનલ સમયગાળા દરમિયાન, ઝુલતા બ્રિજને આભારી આવક અને ખર્ચ અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડ (ઓરેવા ગ્રૂપ) ને આપવામાં આવશે અને તમામ વહીવટી બાબતો, જેમ કે સ્ટાફની નિમણૂક, સફાઈ, ટિકિટ બુકિંગ, જાળવણી, સંગ્રહ ખાતાઓ, ખર્ચ, વગેરે… અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડ (ઓરેવા ગ્રુપ) ની જવાબદારી રહેશે અને કોઈપણ સરકારી, બિનસરકારી, નગરપાલિકા, કોર્પોરેશન અથવા અન્ય કોઈપણ એજન્સી આ બાબતોમાં દખલ કરશે નહીં, એમ મોરબી નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા હસ્તાક્ષર કરાયેલ કરારમાં જણાવાયું હતું. ઝાલાને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

કરારમાં, ઓરેવાને કરારના સમયગાળા દરમિયાન “વ્યાપારી પ્રવૃત્તિ અને બ્રાન્ડિંગ” કરવાની પણ મંજૂરી આપી હતી.

ઓરેવા ગ્રૂપ પાસે 2008 થી સસ્પેન્શન બ્રિજનો કબજો હતો, જ્યારે મોરબી નગરપાલિકા દ્વારા અધિકૃત મોરબી જિલ્લા કલેક્ટરે AMPL સાથે એમઓયુ કર્યો હતો અને જાળવણી હેતુઓ માટે નવ વર્ષ માટે બ્રિજનો કબજો ખાનગી પેઢીને સોંપ્યો હતો. સુરક્ષા, વ્યવસ્થાપન, ફીની વસૂલાત અને સ્ટાફની તૈનાતી, જેથી કરીને બ્રિજનો ઉપયોગ લોકો કરી શકે”, પુલની દુર્ઘટનાની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલ SITના અહેવાલની રૂપરેખા આપે છે.

મોરબી પાલિકાના અધિકારી કહે છે કે, “નાની શહેરી સ્થાનિક સંસ્થા હોવાને કારણે, મોરબી નગરપાલિકા પાસે આવા જૂના પુલની જાળવણી માટે કોઈ સાધન ન હતા, આ બ્રિજને વારંવાર સમારકામની જરૂર પડતી હતી. ઉપરાંત, ઐતિહાસિક પુલ એ મોરબી શહેરનું મુખ્ય આકર્ષણ અને આગવી ઓળખ હતી અને આમ, મોરબીના રહેવાસીઓ અને બહારથી આવતા મુલાકાતીઓ માટે તે સુલભ હોવું જરૂરી પણ હતું. આવા સંજોગોમાં નગરપાલિકાએ ઝુલતા બ્રિજની કામગીરી અને જાળવણી ખાનગી સંસ્થાને સોંપવાનો નિર્ણય લીધો હતો.”

2008 ના એમઓયુ 15 જૂન, 2017 ના રોજ સમાપ્ત થયા હતા. જો કે, મોરબી નગરપાલિકાના અધિકારીઓ દાવો કરે છે કે, એએમપીએલ 2017 અને 2022 વચ્ચે પુલ પર કબજો કરવાનું ચાલુ રાખ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ગયા વર્ષે એપ્રિલમાં મોરબી નગરપાલિકાને તેની પોતાની ફરજો નિભાવવવામાં “નિષ્ફળતા” દર્શાવીને દૂર કરવામાં આવી હતી. મ્યુનિસિપલ બોડી માટે હજુ સુધી કોઈ નવી ચૂંટણીઓ જાહેર કરવામાં આવી નથી, જ્યારે રાજ્ય સરકારના 2024-25 ના બજેટમાં નગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપગ્રેડ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

ટ્રિપલ Ps

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સિટી એન્જિનિયર ઇન્ચાર્જ હરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, PPP કરારના મુસદ્દામાં નાગરિક સંસ્થા “સ્વાયત્તતા” ભોગવે છે. તેમણે કહ્યું કે, આ માટે તેઓએ રાજ્યના શહેરી વિકાસ વિભાગ (UDD) નો સંપર્ક કરવાની જરૂર નથી. “અમે આ કરારોના મુસદ્દામાં કાયદાકીય સહાયતા માટે બાહ્ય સલાહકારોની સલાહ લઈએ છીએ. અમે સામાન્ય રીતે કરારો અને ટેન્ડરોમાં UDD દ્વારા નિર્દેશિત ફરજિયાત આગ સલામતી અથવા આપત્તિ-સંબંધિત તપાસનો સમાવેશ કરીએ છીએ.

ખાનગી પક્ષો દ્વારા બાંધવામાં આવેલા, સંચાલિત અથવા જાળવવામાં આવતા જાહેર પ્રોજેક્ટ્સમાં નાગરિક સંસ્થાઓની જવાબદારી અથવા જવાબદારી નક્કી કરવા અંગે, ઝાલા કહે છે, “ત્યાં કોઈ સતત દેખરેખ નથી હોતી” કારણ કે આનાથી “સેટઅપ ખર્ચ તેમજ માનવશક્તિની જરૂરિયાતમાં વધારો કરશે.” જોકે સામયિક સંબંધિત કલમો કરારના નિયમો અને શરતોમાં આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ શામેલ હોઈ શકે છે. નાગરિક સંસ્થાઓ અથવા સ્થાનિક વહીવટી સંસ્થાઓની દેનદારી અથવા જવાબદારીને “કેસ-ટુ-કેસ આધારે”, “ડિફોલ્ટના પ્રકાર પર આધાર રાખીને” જોવામાં આવે છે.

આ પણ વાંચો – રાજસ્થાન અકસ્માત : સ્કોર્પિઓ ટ્રક પાછળ ઘુસી જતાં કચ્છના ડોક્ટર કપલ, એક બાળકી સહિત પાંચના મોત

ઝાલાએ જણાવ્યું હતું કે, “જ્યારે અમે PPP ધોરણે પ્રોજેક્ટ આપીએ છીએ, ત્યારે અમે માનીએ છીએ કે, કરાર અથવા ટેન્ડરમાં નિર્ધારિત શરતોનું પાલન કરવામાં આવી રહ્યું છે, જ્યાં ખાનગી પક્ષ તેની જવાબદારી નિભાવશે.”

તેમણે કહ્યું કે, જો કોઈ અકસ્માત અથવા ઘટના બને છે, તો તે જોવામાં આવશે કે, શું નિરીક્ષણ અથવા તપાસ હાથ ધરતા નાગરિક સંસ્થાના અધિકારીઓ તરફથી કોઈ બેદરકારી કે ક્ષતિ થઈ હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ