બુધવારે નર્મદાના દેડિયાપાડા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના સત્તાવાર સરકારી કાર્યક્રમમાં ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ “ભૂલથી” તેમને કપમાં આપેલો દેશી દારૂ પી ગયા હતા. તમને જણાવી દઈએ કે, પૂજા દરમિયાન આદિવાસીઓ દ્વારા ધરતી પર પ્રસાદ ચઢાવવાની પ્રથા હોય છે, તેનાથી મંત્રી અજાણ હતા અને આચરણ કરી ગયા.
આ ઘટના ત્યારે બની જ્યારે દેડિયાપાડામાં આદર્શ વિદ્યાર્થીશાળામાં સમારોહની અધ્યક્ષતા કરી રહેલા પટેલને “પૃથ્વીને અર્પણ” કરવાની આદિવાસી વિધિમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું. આદિવાસી પુજારી, સવતુ વસાવા, પૃથ્વીને અર્પણ કરવા માટે કેટલાક જંગલી પાંદડા, ચોખાના દાણા, નારિયેળ અને દેશી દારૂથી ભરેલી લીલા કાચની બોટલ લઈને આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડિયો મુજબ, રાઘવજી પટેલ, ડેડિયાપાડાના ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતીલાલ વસાવા, નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શંકર વસાવા અને અન્ય સ્થાનિક નેતાઓ સાથે મળીને પૂજારીની સૂચનાનું પાલન કરતા રહ્યા, જ્યાં સુધી તેમને પાંદડું ન અપાયું ત્યાં સુધી, બીજી બાજુ જેમાં પૂજારી બોટલમાંથી દેશી દારૂ કાઢતા જોવા મળે છે.
વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, પટેલના હાથમાં રાખેલા પાનના કપમાં પૂજારીએ ઉક્ત “દેશી દારૂ” રેડતા જ તેમણે તેને પીવાનું શરૂ કર્યું અને મોતીલાલ અને શંકર સહિતના ભાજપના નેતાઓએ તેમને તરત જ અટકાવી દીધા. જ્યારે નેતાઓએ પટેલને કહ્યું – “આ પીવા માટે નથી, પરંતુ જમીનને અર્પણ કરવા માટે છે” – મંત્રીને એવું કહેતા સાંભળવામાં આવે છે કે, “તમારે મને તે પહેલા કહેવું જોઈતું હતું.” પટેલે પાનનો પ્યાલો મુક્યો સાથે જ નેતા હસી પડ્યા.
કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાત કરતા પટેલે કહ્યું, “હું આદિવાસી રીત-રિવાજોથી અજાણ છું. અહીં મારી આ પ્રથમ યાત્રા છે.” આપણી ધાર્મિક વિધિઓમાં આપણને હાથમાં ચરણામૃત આપવામાં આવે છે અને તેનું સેવન કરવામાં આવે છે. મને લાગ્યું કે, કે તે એક સમાન ધાર્મિક વિધિ છે. આ જે થયું તે મારા જ્ઞાનના અભાવને કારણે થયું હતું.
પૂજારીએ કહ્યું કે, ધાર્મિક વિધિમાં પ્રસાદમાં ડાંગર, પાંદડા, નારિયેળ અને દેશી દારૂનો સમાવેશ થાય છે.
ભાજપના આદિવાસી સેલના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય મોતીલાલે જણાવ્યું હતું કે, “જન્મ, મૃત્યુ, વાર-તહેવાર અને પૂજાના શુભ દિવસોમાં કરવામાં આવતી અમારી તમામ મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓમાં, ધરતી પર દેશી દારૂ અર્પણ કરવાનો રિવાજ છે.” આ બિન-આદિવાસીઓ માટે પંચામૃત અને ચરણામૃત આજ છે.”
“કોઈ પણ અમને અમારી પ્રથા, રીત-રિવાજના અધિકારથી વંચિત કરી શકશે નહીં અને અમને અમારી પરંપરાગત વિધીનું પાલન કરવા માટે પરવાનગીની જરૂર નથી. જો કે, અમે ગુજરાતમાં પ્રતિબંધિત કાયદામાં માનીએ છીએ અને કાયદાનું ઉલ્લંઘન કરીને દારૂનું સેવન કરનાર સમાજ પણ નથી. અમે આદિવાસીઓને પરંપરાગત પ્રથાઓમાં ભાગ ન લઈ દારૂ પીવાથી દૂર રહેવાનું પણ કહીએ છીએ.”
કાર્યક્રમમાં પટેલની બરાબર બાજુમાં રહેલા મોતીલાલે કહ્યું કે, તેમને “ગર્વ” છે કે, મંત્રીએ થોડું “ચરણામૃત” પીધું હતું. “મને મંત્રી રાઘવજી પટેલ પર ગર્વ છે, જેમણે માત્ર અમારી ધાર્મિક વિધિઓમાં જ ભાગ લીધો ન હતો પરંતુ, અમારા ચરણામૃતને પણ સ્વીકાર્યું હતુ. તેમણે આદર બતાવ્યો, તેમણે આદિવાસીઓનું દિલ જીતી લીધુ.”
આ પણ વાંચો – ગુજરાત હાઈકોર્ટે મુંબઈના બિઝનેસમેનને પ્લેન હાઈજેકના આરોપમાંથી મુક્ત કર્યો, NIA કોર્ટે આજીવન કેદની ફટકારી હતી સજા
નર્મદાના પ્રભારી એસપી વાણી દુધાતે જણાવ્યું હતું કે, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) ની ઓફિસ દ્વારા દારૂની પરમિટ જાહેર કરવાની હોય છે. જો કે, ડેડિયાપાડાના એસડીએમ અનિલ ઉકાણીએ જણાવ્યું હતું કે, “અમારી કચેરી દ્વારા આવી કોઈ પરવાનગી આપવામાં આવી નથી, કારણ કે તે (વિષય) SDM કચેરીના કાર્યક્ષેત્રમાં આવતો નથી.”
વહીવટીતંત્રના એક અધિકારીએ કહ્યું, “કર્મકાંડ પૂજાવિધી દરમિયાન દારૂ ચઢાવવો એ આદિવાસી પરંપરા છે. તેઓ પૃથ્વીની પૂજા કરે છે અને આ એક પરંપરાનો એક ભાગ હતો. આદિવાસીઓ આવા કાર્યક્રમોની પરવાનગી લેવા માટે વહીવટીતંત્રનો સંપર્ક કરતા નથી.”





