રાહુલ ગાંધી માનહાનિના કેસ: ગુજરાત હાઈકોર્ટમાં કોંગ્રેસ નેતાને રાહત ન મળી, ઉનાળાના વેકેસન બાદ ચૂકાદો જાહેર કરાશે

Rahul Gandhi defamation case : રાહુલ ગાંધી માનહાની કેસમાં કોંગ્રેસ નેતાને હજુ રાહત માટે રાહ જોવી પડશે. ગુજરાત હાઈકોર્ટ (gujarat high court) માં ઉનાળાનું વેકેશન (summer vacation) આવી ગયું છે. જસ્ટિસ હેમંત પ્રચ્છક (Justice Hemant Prachchhak) પણ વેકેશનમાં વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે.

Written by Kiran Mehta
Updated : May 02, 2023 18:31 IST
રાહુલ ગાંધી માનહાનિના કેસ: ગુજરાત હાઈકોર્ટમાં કોંગ્રેસ નેતાને રાહત ન મળી, ઉનાળાના વેકેસન બાદ ચૂકાદો જાહેર કરાશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

Rahul Gandhi defamation case : ગુજરાત હાઈકોર્ટે મંગળવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને તેમની “મોદી અટક” ટિપ્પણી પર ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવવાની તેમની અરજી પર વચગાળાની રાહત આપવાનો હાલમાં ઇનકાર કર્યો હતો.

સુરતની અદાલત દ્વારા સજા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યા બાદ તેને પડકારતી રાહુલ ગાંધીની અરજી પર સુનાવણીના બીજા દિવસે, ન્યાયમૂર્તિ હેમંત પ્રાચાકની અદાલતે જણાવ્યું હતું કે, ઉનાળાના વેકેશન પછી જ ચુકાદો જાહેર કરવામાં આવશે. હાઈકોર્ટ 8 મે થી 4 જૂન સુધી ઉનાળાના વેકેશન માટે બંધ રહેશે અને જસ્ટિસ પ્રછક દેશની બહાર પ્રવાસ કરી રહ્યા હોવાથી 4 મેથી તેઓ હાજર રહેશે નહી.

ન્યાયાધીશે અંતિમ ચુકાદા માટે અપેક્ષિત સમયમર્યાદા સૂચવ્યા પછી રાહુલ ગાંધીના વકીલ વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ વચગાળાની રાહતની માંગ કરી હતી. ન્યાયાધીશ પ્રાછકે કહ્યું કે, તેઓ અંતિમ આદેશ આપતા પહેલા સુરત મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આ મામલામાં ટ્રાયલ કાર્યવાહીના સમગ્ર રેકોર્ડનો અભ્યાસ કરવા માગે છે.

આ પણ વાંચોરાહુલ ગાંધી માનહાની કેસ : જસ્ટિસ ગીતાના અલગ થયા બાદ જસ્ટિસ હેમંત પ્રચ્છક સુનાવણી કરશે

આ દરમિયાન, ફરિયાદી પૂર્ણેશ મોદીના વકીલે મંગળવારે દલીલ કરી હતી કે, કોર્ટરૂમમાં કોંગ્રેસના નેતાનું સ્ટેન્ડ જાહેરમાં તેના કરતા અલગ છે. વકીલે એમ પણ કહ્યું કે, ગાંધીનું “મોટરમાઉથ” હોવું ઠીક છે, પરંતુ પછી તેમણે “ક્રાયબેબી”ની જેમ રાહત માટે કોર્ટનો દરવાજો ન ખખડાવવો જોઈએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ