Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : થોડા દિવસ ધબધબાટી બોલાવ્યા ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યમાં વરસાદ પડવાની માત્રા અને વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં બે ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 1.77 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 1 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યાથી લઈને 2 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 1.77 ઈંચ વરસાદ નોંધાયો હતો.
24 કલાકમાં 9 તાલુકામાં 1થી 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા આંકડા પ્રમાણે રાજ્યમાં 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 9 તાલુકા એવા છે જ્યાં 1-2 ઈંચ વચ્ચે જ વરસાદ રહ્યો હતો. રાજ્યમાં વરસાદ પડવાની માત્રામાં ઘટાડો નોંધાયો હતો. નીચેના કોષ્ટકમાં જુઓ આ 9 તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
જિલ્લો | તાલુકો | વરસાદ(ઈંચમાં) |
વલસાડ | કપરાડા | 1.77 |
વલસાડ | ધરમપુર | 1.5 |
દાહોદ | જાલોદ | 1.34 |
ડંગ | સુબિર | 1.3 |
ડાંગ | આહવા | 1.22 |
ડાંગ | વઘઈ | 1.22 |
તાપી | વ્યારા | 1.18 |
તાપી | સોનગઢ | 1.18 |
તાપી | ડોલવાન | 1.18 |
59 તાલુકામાં એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો
વરસાદના મળતા આંકડા પ્રમાણે 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જોકે, 59 તાલુકા એવા છે જ્યાં એક ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો. જે પૈકી 18 તાલુકા એવા છે જેમાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. અહીં 1-2 એમએમ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં 68 તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, જુઓ પીડીએફ
આ પણ વાંચોઃ- Ambjai Bhadarvi Poonam 2025: અંબાજી જતાં પહેલા આટલું કામ કરશો તો નહીં પડે તકલિફ, કેવી રીતે કરવું ઓનલાઈન પાર્કિંગ બૂક?
આજે 9 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ પ્રમાણે આજે મંગળવારે રાજ્યના ત્રણ વિસ્તારોના 9 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.