Gujarat Rain : ગુજરાતમાં ચોમાસાનો સરેરાશ 48.14 ટકા વરસાદ, કચ્છમાં 59.19 ટકા

today 12 July 2025 Gujarat rain fall data in gujarati : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના તલોદમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Written by Ankit Patel
Updated : July 12, 2025 10:48 IST
Gujarat Rain : ગુજરાતમાં ચોમાસાનો સરેરાશ 48.14 ટકા વરસાદ, કચ્છમાં 59.19 ટકા
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે (Express Photo by Praveen Khanna)

Today Weather Gujarat rain : ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડવાની માત્રામાં ઘટાડો થયો છે. જ્યારે 12 જુલાઈ 2025 સુધી ગુજરાતમાં ચોમાસાનો 48.14 ટકા વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના તલોદમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે બાકીના 100 તાલુકામાં બે ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં ચોમાસાનો સરેરાશ 48.14 ટકા વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 12 જુલાઈ 2025 રોજ ગુજરાતમાં ચોમાસાનો સરેરાશ 48.14 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં 59.19 ટકા, ઉત્તર ગુજરાતમાં 42.79 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 46.17 ટકા, સૌરાષ્ટ્રમાં 47.01 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 52.44 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

રાજ્યના 9 તાલુકામાં 1થી 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 11 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 12 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જૈ પૈકી 9 તાલુકા એવા છે જેમાં માત્ર 1થી 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.

જિલ્લોતાલુકોવરસાદ (ઈંચ)
કચ્છમાંડવી1.6
અમદાવાદધોળકા1.26
ગાંધીનગરમાણસા1.2
અરવલ્લીભિલોડા1.2
તાપીડોલવાન1.14
ભરૂચહાંસોટ1.06
નર્મદાદેડિયાપાડા0.98
સાબરકાંઠાવડાલી1
ગાંધીનગરગાંધીનગર1

31 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી

છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે આ તાલુકાઓ પૈકી 31 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. આ તાલુકામાં માત્ર 1-2 એમએમ વરસાદ નોંધાયો હતો. આમ 101 તાલુકા પૈકી ત્રીજા ભાગના તાલુકામાં નામ માત્રનો વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો? PDF

આ પણ વાંચોઃ- Ahmedabad plane crash : અમદાવાદમાં વિમાન દુર્ઘટના કેમ થઈ? AAIB ના તપાસ અહેવાલમાં થયો ખુલાસો

ત્રણ દિવસ માટે હવામાન આગાહી

11 જુલાઈ (શુક્રવાર) માટે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર માટે યલો એલર્ટ જારી કર્યું છે અને છૂટાછવાયા સ્થળોએ વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદ અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વાવાઝોડાની આગાહી કરી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ