Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ડોલવણમાં 6.46 ઈંચ પડ્યો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે 5 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યાથી 6 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યા દરમિયાન ગુજરાતના 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ડોલવણમાં 6.46 ઈંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યના 9 તાલુકા જ્યાં 4 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો
જિલ્લો | તાલુકો | વરસાદ(ઈંચમાં) |
તાપી | ડોલવણ | 6.46 |
સુરત | બારડોલી | 5.31 |
તાપી | વાલોદ | 5 |
મહિસાગર | લુણાવાડ | 4.45 |
મહિસાગર | કડાણા | 4.41 |
તાપી | સોનગઢ | 4.37 |
અરવલ્લી | ધનસુરા | 4.37 |
નવસારી | ગણદેવી | 4.21 |
નવસારી | ખેરગામ | 4.09 |
રાજ્યના 87 તાલુકામાં 1થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
SEOC ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 87 તાલુકામાં 1 ઈંચથી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારોમાં સમગ્ર ગુજરાતના તાલુકાઓનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, જુઓ PDF
આ પણ વાંચોઃ- ચંદ્ર ગ્રહણ 2025: બ્લડ મૂન જોવા ગુજરાત સરકારનું વિશેષ આયોજન, અહીં જાણો તમામ વિગત
5 જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે
હવામાન વિભાગ પ્રમાણે આજે શનિવાર માટે રાજ્યના 5 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું હતું. આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.