Rajkot Ahmedabad Highway Accident : રાજકોટ અમદાવાદ હાઈવ પર બે કાર અને ટ્રક વચ્ચે માલિયાસણ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મેઈન હાઈવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટથી 9 કિમી દુર માલિયાસણ ગામ પાસે અમદાવાદ હાઈવે પર બે કાર અને અને ટ્રક વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી, જેમાં કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે.
ઘટનાની જાણ રાજકોટ ગ્રામ્ય પોલીસને થતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. મેઈન હાઈવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, કારમાં સવાર લોકો અંદર જ દબાઈ ગયા હતા. પોલીસે સ્થાનિક લોકોની મદદથી કારના પતરા તોડી મૃતદેહો બહાર કાઢ્યા હતા.
પોલીસ અનુસાર, બે કાર અને ટ્રક વચ્ચે માલિયાસણ ગામ પાસે અકસ્માત સર્જાયો છે. ત્રણ લોકોના મોત થયા છે. એક યુવાનની ઓળખ થઈ છે, જેનું નામ હિરેન સગપરિયા છે, અને રાજકોટનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અન્ય બે મૃતદેહોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલમાં ત્રણે મૃતદેહને રાજકોટ સિવિલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, બે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. એક કાર સુરેન્દ્રનગર પાર્સિંગ GJ-13-AR-7353 ની છે, તો બીજે રાજકોટ GJ-03-2032 ની છે. આ અકસ્માત વહેલી સવારે સર્જાયો છે. હાલમાં પોલીસે ટ્રાફિક જામ હળવો કર્યો છે, જ્યારે મૃતદેહને પીએમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો – Aravali Accident : ગુજરાતના અરવલ્લીમાં અકસ્માત, હાઈવે નજીક ટ્રક અને ટુ-વ્હીલરની ટક્કરમાં ત્રણના મોત
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બુધવારે પાટણના સાંતલપુર તાલુકાના ફાગલી ગામનો પરિવાર લગ્ન પ્રસંગ માટે જઈ રહ્યો હતો તે સમયે રસ્તા પર કોઈ પ્રાણી આવી જતા ડ્રાઈવિંગ કરી રહેલા વ્યક્તિએ સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો અને કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ, જ્યાં ખાડામાં પાણી બરાયેલું હતુ અને કાર ડુબી ગઈ, જેમાં ચાર લોકોના સ્થળ પર જ મોત થયા છે. પોલીસે જણાવ્યું હતુ કે, કારમાં સવાર ચારે લોકો એક જ પરિવારના સભ્યો હતા, મૃતકોમાં પતિ, પત્ની અને બે દીકરીઓનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, કારમાં સવાર બ્રાહ્મણ જોશી પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે. સાંતલપુરના ફાગલી ગામના રહેવાસી હતા, જેઓ લગ્ન પ્રસંગે જઈ રહ્યા હતા, અને ચારમકા ગામ પાસે પહોંચ્યા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો.