રાજકોટ : ધોરાજી અકસ્માત, બ્રિજની પાળી તોડી કાર ભાદર નદીમાં ખાબકી, ચારના કરૂણ મોત

Dhoraji Bhadar River Car Accident : રાજકોટના ધોરાજી નજીક કારનું ટાયર ફાટતા પુલની પાળી તોડી કાર ભાદર નદીમાં ખાબકી હતી, કારમાં ચાર લોકો સવાર હતા, જેમાં ત્રણ મહિલા અને એક પુરૂષ, જે તમામના મોત થયા છે.

Written by Kiran Mehta
Updated : April 10, 2024 15:14 IST
રાજકોટ : ધોરાજી અકસ્માત, બ્રિજની પાળી તોડી કાર ભાદર નદીમાં ખાબકી, ચારના કરૂણ મોત
રાજકોટ - ધોરાજી કાર નદીમાં ખાબકી, ચારના મોત

Dhoraji Bhadar River Car Accident : રાજકોટના ધોરાજી નજીક એક કારનું ટાયર ફાટતા કાર પૂલની પાળી તોડી લગભગ 50 ફૂટ નીચે ભાદર નદીમાં ખાબકી. આ ગોજારી ઘટનામાં ત્રણ મહિલા સહિત ચારના મોત થયાની માહિતી સામે આવી રહી છે. લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. બચાવ ટીમ સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી, તમામના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમાર્ટમ માટે લઈ જવાયા.

ધોરાજી – ટાયર ફાટ્યું, કાર પુલની પાળી તોડી ભાદર નદીમાં ખાબકી

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ભાદર નદી પરના પુલ પર કારનું ટાયર ફાટતા કાર પુલની રેલીંગ તોડી 50 ફૂટથી વધારે નીચે નદીમાં ખાબકી હતી. કારમાં ચાર લોકો સવાર હતા, જેમાં બે મહિલા, એક યુવતી અને એક પુરૂષ. આ ચારેના મોત નિપજ્યા છે. તેમના મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.

કારમાં સવાર ચાર લોકોના મોત

સૂત્રો અનુસાર, આ દુર્ઘટના આજે સવારે બની હોવાનું સામે આવ્યું છે. કાર જ્યારે માંડાસણથી ધોરાજી તરફ જઈ રહી હતી ત્યારે ધોરાજી નજીક ભાદર નદી પર બનેલા પુલ પર પહોંચી ત્યારે અચાનક ટાયર ફાટી ગયું, જેને પગલે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો અને કાર પુલની પાળી તોડી નદીમાં ખાબકી હતી. નદીમાં પાણી હોવાથી કાર અને કારમાં સવાર લોકો ડુબી ગયા હતા.

ઘટનાની જાણ થતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ અને બચાવ ટીમને જાણ થતા ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓ અને લોકોની મદદથી કારમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા, પરંતુ તે પહેલા તમામના મોત નિપજ્યા હતા. પોલસે ચારેના મૃતદેહને ધોરાજી પીએમ માટે લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો – ચોટીલા રાજકોટ હાઈવે એમ્બ્યુલન્સ અકસ્માત: દર્દીના બહેન, દીકરી અને ડ્રાઈવરનું મોત

પોલીસ અનુસાર, અકસ્માતનો ભોગ બનનાર લોકો જેતપુરના રહેવાસી હોાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, મૃતકોમાં 22 વર્ષિય યુવતી હાર્દિકા ઠુમ્મર, લીલાવતીબેન ઠુમ્મર અને દિનેશભાઈ ઠુમ્મર તથા સંગીતા બેન કોયાણી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ મૃતદેહને પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડી તેમના પરિવારને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ