Rajkot Big fire :રાજકોટમાં ફરી આગની મોટી ઘટના બની હતી. રાજકોટમાં આવેલા 150 ફૂટ રિંગરોડ પર આવેલી નામાંકિત એટલાન્ટિક બિલ્ડિંગના પાંચમા અને છઠ્ઠા માળે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ તથાં જ પોલીસ અને ફાયર વિભાગ તેમજ એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવા અને બચાવ કામગીરી હાથધરી હતી.
અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત
ધૂળેટીના દિવસે રાજકોટમાં આગની ગોઝારી ઘટના બની હતી. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી એટલાન્ટિક બિલ્ડિંગના 5 અને 6 માળે કોઈ અગમ્ય કારણો સર આગ લાગી હતી. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.
હાઈડ્રોલિક લિફ્ટથી લોકોનું રેસ્ક્યૂ કરાયું
આગની ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ સહિત સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. ફાયર વિભાગે આગ ઉપર કાબૂ મેળવવા અને ઊંચી બિલ્ડિંગમાંથી લોકોને રેસ્ક્યૂ કરવા માટે હાઈડ્રોલિક લિફ્ટનો ઉપયોગ કર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે રાજકોટના નામાંકિત વેપારીઓ અને ડોક્ટર્સ પરિવાર આ બિલ્ડિંગમાં રહે છે.
શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
હાલ આગના કારણની તપાસ ચાલી રહી છે અને પ્રશાસને ઘટનાની ગંભીરતાને જોતા તપાસના આદેશ આપ્યા છે. આગ લાગવાનું સંભવિત કારણ પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. પ્રશાસને મૃતકોના પરિવારજનોને મદદની ખાતરી આપી છે, જ્યારે ઘાયલોની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.





