રાજકોટ ગેમ ઝોન આગ : રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી

Rajkot Gaming Zone Fire : રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગ કાંડના મામલે મોટા પડઘા પડ્યા. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝા ની વરણી કરવામાં આવી

Written by Ashish Goyal
May 27, 2024 21:14 IST
રાજકોટ ગેમ ઝોન આગ : રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી
Rajkot Gaming Zone Fire Updates : રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગ કાંડના મામલે મોટા પડઘા પડ્યા છે (Express photo by Nirmal Harindran)

Rajkot Gaming Zone Fire Updates : રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગ કાંડના મામલે મોટા પડઘા પડ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝા ની વરણી કરાઈ છે. આ પહેલા રાજકોટમાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડની દુર્ઘટનામાં 28 જિંદગીઓ હોમાઈ ગઈ છે.

રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે હાલ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથિરિટી(AUDA)ના સીઇઓ અને ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની વધારાનો હવાલો સંભાળી રહેલા ડી.પી. દેસાઈની નિમણૂક કરવામાં આવી છે.

આ IPS અધિકારીઓની બદલી

-રાજુ ભાર્ગવ, IPS (GJ:1995), પોલીસ કમિશ્નર, રાજકોટ શહેરની બદલી કરવામાં આવી છે, પોસ્ટીગ હજુ અપાયું નથી

-બ્રજેશ કુમાર ઝા, IPS (GJ:1999), સ્પેશિયલ પોલીસ કમિશનર, સેક્ટર-2, અમદાવાદ શહેરની બદલી કરવામાં આવી છે અને પોલીસ કમિશનર, રાજકોટ શહેરના કેડર પોસ્ટ પર

-વિધિ ચૌધરી, IPS (GJ:2009), અધિક પોલીસ કમિશનર (વહીવટ, ટ્રાફિક અને ક્રાઈમ), રાજકોટ શહેરની બદલી કરવામાં આવી છે અને પોસ્ટીંગની હજુ અપાયું નથી.

-મહેન્દ્ર બગરિયા, IPS (GJ:2010), નાયબ પોલીસ મહાનિરીક્ષક, કચ્છ-ભુજ (પશ્ચિમ) ની બદલી અને નિમણૂક અધિક પોલીસ કમિશનર (વહીવટ, ટ્રાફિક અને ક્રાઈમ), રાજકોટ શહેરની કેડર પોસ્ટ પર નિમણૂંક કરાઈ છે.

આ પણ વાંચો – રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ : રમતની મજા વચ્ચે કોના વાંકે નિર્દોષોને મળી મોતની સજા

-ડો. સુધીરકુમાર જે. દેસાઈ, IPS (GJ:2012), ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-2, રાજકોટ શહેરની બદલી કરવામાં આવી છે પોસ્ટિંગ હજુ અપાયું નથી

જગદીશ બંગરવા, IPS (GJ:2019), અધિક્ષક, સેન્ટ્રલ જેલ, વડોદરાની બદલી કરવામાં આવી છે અને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-2, રાજકોટ શહેરની એક્સ-કેડર પોસ્ટ પર ડો. સુધીરકુમાર જે. દેસાઈ, IPS (GJ)ની જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે.

આ IAS અધિકારીઓની બદલી

-ડી.પી. દેસાઈ, IAS (SCS:GJ:2008), ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA), અમદાવાદ [જેઓ ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA), ગાંધીનગરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનો વધારાનો હવાલો પણ ધરાવે છે) જેમની બદલી મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ તરીકે કરાઈ છે.

-આનંદ બાબુલાલ પટેલ, IAS (RR:GJ:2010), મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટની બદલી કરવામાં આવી છે અને તેમની સેવાઓ આગળના આદેશો માટે સામાન્ય વહીવટ વિભાગમાં મૂકવામાં આવી છે.

-ભવ્ય વર્મા, IAS (RR:GJ:2016), મિશન ડિરેક્ટર, સ્વચ્છ ભારત મિશન (શહેરી). ગાંધીનગર (1) ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA), અમદાવાદની જગ્યાઓનો વધારાનો હવાલો સંભાળશે. ડી.પી. દેસાઈ, આઈએએસની બદલી અને (2) ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA), ગાંધીનગર આગળના આદેશો સુધી ડી.પી. દેસાઈ, તે પોસ્ટનો વધારાનો હવાલો સંભાળશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ