Sabarkantha Lok Sabha Eelection Result 2024 : લોકસભા ચૂંટણી 2024ના પરિણામ સામે આવી ગયા છે. ગુજરાતના સાબરકાંઠા લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના શોભનાબેન બારૈયાએ કોંગ્રેસના તુષાર ચૌધરી સામે 1,55,682 મતોથી ભવ્ય વિજય મેળવ્યો છે. શોભનાબેન બારૈયા ભાજપની આશા પર ખરા ઉતર્યા છે. શોભનાબેનને 6,77,318 મતો મળ્યા છે. જ્યારે તુષાર ચૌધરીને 5,21,636 મતો મળ્યા છે.
સાબરકાંઠા લોકસભા સીટ પર 63.56 ટકા મતદાન
સાબરકાંઠા લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. સાબરકાંઠામાં કુલ 63.56 ટકા મતદાન થયું હતું. જેમાં બાયડ વિધાનસભા સીટ પર 58.51 ટકા, ભિલોડા 59.59 ટકા, હિંમતનગર 65.31 ટકા, ઇડર 66.68 ટકા, ખેડબ્રહ્મા 71.39 ટકા, મોડાસા 61.13 ટકા અને પ્રાંતિજમાં 61.60 ટકા મતદાન નોંધાયું હતું.
2019માં શું હતું પરિણામ
2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોર સામે 2,68,987 મતોથી વિજય થયો હતો. દીપસિંહને 57.62 ટકા અને રાજેન્દ્રસિંહ ઠાકોરને 35.54 ટકા વોટ મળ્યા હતા.

આ પણ વાંચો – જુનાગઢ લોકસભા ચૂંટણી પરિણામ 2024 : ભાજપના રાજેશ ચુડાસમાની હેટ્રિક, 1,35,494 મતોથી વિજય
લોકસભા ચૂંટણી સાબરકાંઠા બેઠક પર ચૂંટાયેલા સાંસદ
- 1952 – ગુલઝારીલાલ નંદા (કોંગ્રેસ)
- 1957 – ગુલઝારીલાલ નંદા (કોંગ્રેસ)
- 1962 – ગુલઝારીલાલ નંદા (કોંગ્રેસ)
- 1967 – સીસી દેસાઇ (સ્વતંત્ર પાર્ટી)
- 1971 – સીસી દેસાઇ (કોંગ્રેસ-ઓ)
- 1973 – મણિબેન પટેલ (કોંગ્રેસ-ઓ), (પેટા ચૂંટણી)
- 1977 – એચએમ પટેલ (જનતા પાર્ટી)
- 1980 – શંતુભાઈ પટેલ (કોંગ્રેસ-આઈ)
- 1984- એચએમ પટેલ (જનતા પાર્ટી)
- 1989 મગનભાઇ પટેલ (જનતા દળ)
- 1991 – અરવિંદ ત્રિવેદી (ભાજપ)
- 1996 – નિશા ચૌધરી (કોંગ્રેસ)
- 1998 – નિશા ચૌધરી (કોંગ્રેસ)
- 1999 – નિશા ચૌધરી (કોંગ્રેસ)
- 2001 – મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ), (પેટા ચૂંટણી)
- 2004 – મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ)
- 2009 – મહેન્દ્રસિંહ ચૌહાણ (ભાજપ)
- 2014 – દિપસિંહ રાઠોડ (ભાજપ)
- 2019 – દિપસિંહ રાઠોડ (ભાજપ)
- 2024 – શોભનાબેન બારૈયા (ભાજપ)
સાબરકાંઠા લોકસભા બેઠક 14 ઉમેદવારો
ક્રમ | ઉમેદવાર | પાર્ટી |
1 | તુષાર ચૌધરી | કોંગ્રેસ |
2 | રમેશચંદ્ર પરમાર | બસપા |
3 | શોભનાબેન બારૈયા | ભાજપા |
4 | અનિલકુમાર મુંડાડા | લોગ પાર્ટી |
5 | વરૂણકુમાર કટારા | ગુંજ સત્ય ની જનતા પાર્ટી |
6 | ઇન્દિરાબેન ઠાકોર | ઇન્સાનિયત પાર્ટી |
7 | રાકેશસિંહ ઝાલા | ભારતીય જન પરિષદ |
8 | અશોક વાઘેલા | અપક્ષ |
9 | કનુભાઈ ગઢવી | અપક્ષ |
10 | કૌશિકકુમાર પાંડોર | અપક્ષ |
11 | ભાવનાબા પરમાર | અપક્ષ |
12 | મુસ્તાકભાઈ સંઘાણી | અપક્ષ |
13 | વિજયસિંહ ચૌહાણ | અપક્ષ |
14 | છગનભાઈ સોલંકી | અપક્ષ |