સાબરમતી આશ્રમ છોડ્યોઃ 'આપણે બાપુ માટે આટલું જતુ ન કરી શકીએ તો તે વાજબી નથી'

Sabarmati Ashram Rehabilitation : સાબરમતિ આશ્રમ ખાતે ગાંધી આશ્રમ મેમોરિયલ એન્ડ કોમ્પ્લેક્સ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, આ અંતર્ગત આની માટે અહીં રહેતા 23 પરિવારનું પુનર્વસન કરવામાં આવ્યું. ઘર છોડનાર પરિવારોએ આ મામલે પોતાની લાગણી વ્યક્ત કરી.

Sabarmati Ashram Rehabilitation : સાબરમતિ આશ્રમ ખાતે ગાંધી આશ્રમ મેમોરિયલ એન્ડ કોમ્પ્લેક્સ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, આ અંતર્ગત આની માટે અહીં રહેતા 23 પરિવારનું પુનર્વસન કરવામાં આવ્યું. ઘર છોડનાર પરિવારોએ આ મામલે પોતાની લાગણી વ્યક્ત કરી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Sabarmati Ashram Rehabilitation

અમદાવાદ નજીક સત્યાગ્રહ પાર્ક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ.નો ભૂમિપૂજન

પરિમલ ડાભી : Sabarmati Ashram Rehabilitation| સાબરમતિ આશ્રમ પુનર્વસન - 86 વર્ષીય જડીબેન ડાભીએ બુધવારે અમદાવાદ નજીક સત્યાગ્રહ પાર્ક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ.ના ભૂમિપૂજન (શિલારોપણ સમારોહ) જોતા જણાવ્યું હતું કે, જ્યારે બાપુ માટે આટલું મોટું કામ થઈ રહ્યું છે, ત્યારે કોઈએ તો ફાળો આપવો જ રહ્યો. સાબરમતી આશ્રમમાં અમારું ઘર છોડીને, અમે તેમાં એક નાનું પરંતુ નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છીએ. જો આપણે આટલું દાન ન આપી શકીએ, તો તે વાજબી નથી.'' હવે જડીબેન કલેક્ટર ઓફિસ, જ્યાં તે પોતાનું નવું ઘર બનાવશે.

Advertisment

હાઉસિંગ સોસાયટીની રચના 23 પરિવારો દ્વારા કરવામાં આવી છે, જેઓ સાબરમતી આશ્રમના રહેવાસી છે અને ગાંધીજી અને તેમના સહયોગીઓ તેમના પરિવારોને વિવિધ પ્રવૃત્તિઓ માટે આશ્રમમાં લાવ્યા હતા, આ બધા તેમના સીધા વંશજો છે. આ પરિવારો રૂ. 1,200 કરોડના ગાંધી આશ્રમ મેમોરિયલ એન્ડ કોમ્પ્લેક્સ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સ્વેચ્છાએ આશ્રમમાં તેમના ઘરો ખાલી કરી રહ્યા છે.

તેમના પુનર્વસન પેકેજના ભાગ રૂપે, 23 પરિવારોએ એક સહકારી હાઉસિંગ સોસાયટીની રચના કરી છે અને રાજ્ય સરકારે તેમને આશ્રમની નજીક 3,400 ચોરસ મીટર જમીન ફાળવી છે, આ ઉપરાંત બાંધકામ ખર્ચ તરીકે 25 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકાયેલા રૂ. 1,200 કરોડના પ્રોજેક્ટ માટે આ આ પ્રકારનું પહેલું હાઉસિંગ ક્લસ્ટર હશે, જ્યાં આશ્રમવાસીઓને તેમના મૂળ ઘરમાંથી પુનર્વસન કરવામાં આવશે.

Advertisment

હાઉસિંગ સોસાયટીને આપવામાં આવેલી જમીન ખેડા જિલ્લામાં સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટને આપવામાં આવેલી જમીનના બદલામાં સંપાદિત કરવામાં આવી છે અને તે ગાંધી આશ્રમની નજીક જ છે.

મૂળ સાબરમતી આશ્રમ લગભગ 120 એકરનો હતો, જ્યાં છ ટ્રસ્ટો જમીનના રખેવાળ છે, જેમાં સાબરમતી આશ્રમ સંરક્ષણ અને સ્મારક ટ્રસ્ટ, સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ, ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ, સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ, ગુજરાત હરિજન સેવક સંઘ, અને ગુજરાત ખાદી તથા ગ્રામોદ્યોગ મંડળ.

પોતાનું ઘર ખાલી કરવા વિશે બોલતા, જડીબેન કહે છે, “સ્વાભાવિક રીતે, અમને પીડા થશે. અમે 70-75 વર્ષ ત્યાં રહ્યા છીએ. પરંતુ અમને સંતોષ છે કે, અમને આશ્રમની નજીક જમીન મળી છે. અમને સંતોષ છે કે, અમે આ જગ્યાએ શિફ્ટ થઈશું."

જડીબેન પ્રાથમિક શાળાના શિક્ષિકા છે, જેઓ પીટીસી કોલેજ પાછળ આશ્રમ પરિસરમાં આવેલી મહાત્મા ગાંધી આશ્રમ શાળામાંથી નિવૃત્ત થયા છે. જડીબેનના જણાવ્યા મુજબ, તે મૂળ અમદાવાદ જિલ્લાના કવિતા ગામના છે અને 1949માં ગાંધીજીના નજીકના સાથી એવા પરીક્ષિતલાલ મજમુદાર દ્વારા તેમને આશ્રમમાં અભ્યાસ માટે લાવવામાં આવ્યા હતા, જેઓ ઘણા વર્ષો સુધી ગુજરાત હરિજન સેવક સંઘના વડા પણ હતા.

તેણીના શાળાકીય શિક્ષણ પછી, જડીબેને આશ્રમ કેમ્પસમાં પીટીસી કોલેજમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ ત્યાંની એક શાળામાં પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે નોકરીની ઓફર કરવામાં આવી.

જડીબેન તેમના પુત્ર શિરીષ, પુત્રવધૂ અને બે પૌત્રો સાથે રહે છે. યોગાનુયોગ, શિરીષ સત્યાગ્રહ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી છે. શિરીષ કહે છે કે, તેઓ ટ્રસ્ટને એક એવું નામ આપવા માંગતા હતા, જે મહાત્મા ગાંધીનું પ્રતીક હતું અને છેવટે 'સત્યાગ્રહ' શબ્દ પસંદ કર્યો.

તેમના મૂળ ઘરોમાંથી પુનઃસ્થાપન અંગેના જડીબેનના વિચારોનો પડઘો તુષાર બધિયા અને તેમની પત્ની ગ્રીષ્માએ પણ આપ્યો હતો, જેઓ 23 પરિવારોમાં સ્થાનાંતરિત થઈ રહ્યા છે.

તુષાર રામજીભાઈ બડિયાના પ્રપૌત્ર છે, જેઓ ગાંધીજીના વણાટ શિક્ષક માનવામાં આવે છે અને ખાદી પ્રવૃત્તિઓ માટે ગાંધીજી દ્વારા તેમને આશ્રમમાં લાવવામાં આવ્યા હતા. બીજી તરફ ગ્રીષ્માની માતા કમલા ચૌધરી આશ્રમ પરિસરમાં આવેલી પીટીસી કોલેજમાં શિક્ષિકા હતી.

બધિયા કહે છે, “અમને અમારું મૂળ સ્થાન છોડવા બદલ અફસોસ છે. અમે ત્યાં પાંચ પેઢીઓથી રહીએ છીએ. પરંતુ સાથે જ અમને એ વાતની પણ ખુશી છે કે, અમે કોઈ અજાણ્યા પ્રદેશમાં નથી જઈ રહ્યા. પ્રોજેક્ટની શરૂઆતથી જ, અમે અજાણ્યા પ્રદેશમાં સાહસ કરવા માંગતા ન હતા. અમને ખુશી છે કે, અમને સરકાર તરફથી આશ્રમની નજીકમાં જ પ્લોટ મળ્યો છે.”

બધિયાના કહેવા મુજબ તે ગૌશાળા ચલાવે છે. ગ્રીષ્મા માનસિક અને શારીરિક વિકલાંગ બાળકોને ભણાવવાના વિશેષ શિક્ષક છે.

ગ્રીષ્મા પણ ખુશી વ્યક્ત કરે છે કે, તેને આશ્રમની નજીક એક પ્લોટ મળ્યો છે. “અમે આશ્રમથી વધુ દૂર જવા માંગતા ન હતા. અમે છેલ્લા 44 વર્ષથી અહીં રહીએ છીએ. અમે ખુશ છીએ કે અમને અહીં આ પ્લોટ મળ્યો છે.

બધિયા કહે છે કે, 23 પરિવારોમાંના દરેકને લગભગ 106 ચોરસ યાર્ડનો પ્લોટ મળશે, જેના પર તેઓ ગ્રાઉન્ડ ફ્લોર પર એક બેડરૂમ-હોલ-કિચન (BHK) અને પહેલા માળે બે બેડરૂમ ધરાવતું ઘર બનાવશે.

વડોદરા જિલ્લાના માલસર ખાતે આવેલા ગજાનન આશ્રમના ધાર્મિક વડા ગુરુજી વિજય જોશી દ્વારા ભૂમિપૂજન સમારોહનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથનનો સમાવેશ થાય છે; આ સિવાય અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડીકે; આ પ્રોજેક્ટ માટે સિનિયર આઈપીએસ અધિકારી ગૌતમ પરમાર અને ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી અને નિવૃત્ત આઈએએસ ઓફિસર આઈ.કે.

પુનર્વસન પેકેજના ભાગ રૂપે, 23 પરિવારોને તેમના નવા ઘરો બાંધવામાં આવે ત્યાં સુધી વચગાળાના સમયગાળાને આવરી લેવા માટે આશ્રમમાં તેમના ઘર ખાલી કર્યા પછી એક વર્ષ માટે માસિક ભાડા તરીકે રૂ. 15,000 આપવામાં આવ્યા છે. અગાઉ ભાડાની રકમ રૂ. 10,000 નક્કી કરવામાં આવી હતી, પરંતુ આઈ.કે. પટેલે ભૂમિપૂજન સમારોહમાં જાહેરાત કરી હતી કે, પરિવારોની રકમ વધારવાની માંગણી સ્વીકારવામાં આવી છે. હાઉસિંગ સોસાયટીને જે ઘણી શરતો હેઠળ પ્લોટ ફાળવવામાં આવ્યો છે તેમાંથી એક મુજબ, પરિવારોએ ત્રણ વર્ષમાં તેમના મકાનોનું બાંધકામ પૂર્ણ કરવાની અપેક્ષા છે.

બુધવારે કૈલાશનાથન દ્વારા બાંધકામના કામો માટે 23 પરિવારોને 25 લાખ રૂપિયાના ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ Express Exclusive