ભારતમાં નદીને ‘માતા તરીકે પૂજવામાં આવે છે પરંતુ હાલ આ નદીઓ પ્રદૂષણનો પર્યાય બની રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી) દ્વારા ભારતની પ્રદૂષિત નદીઓની એક યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર તમિલનાડુના ચેઇન્ન સ્થિત કૂમ નદી ભારતની સૌથી પ્રદૂષિત નદી છે. તો ગુજરાતની સાબરમતી નદી દેશની બીજા ક્રમની સૌથી પ્રદૂષિત નદી હોવાનું જણાવ્યુ છે. સીપીસીબીની પ્રદૂષિત નદીઓની યાદીમાં ગુજરાતની 12 નદીના નામ છે.
સાબરમતી નદીનું પાણી પીવા લાયક નથી
ગુજરાતની સાબરમતી નદી ભારતની બીજી સૌથી પ્રદૂષિત નથી. સાબરમતિ નદીનું પાણી 292 મિલિગ્રામ પ્રતિ લિટર બાયોમેડિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD) છે, જે તેને સૌથી પ્રદૂષિત નદી બનાવે છે. પ્રદૂષિત ઘટકોને કારણે સાબરમતી નદીનું પાણી હવે પીવાલાયક રહ્યુ નથી. સાબરમતી નદીના કિનારે વસતા લોકો આવું પ્રદૂષિત પાણી પીતા હોવાથી મોટી સંખ્યામાં બીમાર થઇ રહ્યા છે.
ગુજરાતની કઇ-કઇ નદીઓ સૌથી પ્રદૂષિત
સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી)ની પ્રદૂષિત નદીઓની યાદીમાં ગુજરાતની 13 નદીઓના નામ છે. જેમાં સાબરમતી, અમલખાડી, ભાદર, ભોગાવો, ભુખી ખાદી, દમણગંગા, ધાદર, ખારી, મહી, મીંધોલા, શેઢી, તાપી અને વિશ્વામિત્રીનો સમાવેશ થાય છે.
‘કૂમ’ – ભારતની સૌથી પ્રદૂષિત નદી
સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી)એ ‘કૂમ’ને ભારતની સૌથી પ્રદૂષિત નદી તરીકે જાહેર કરી છે. ‘કૂમ’ નદી એ તમિલનાડુમાં આવેલી છે અને આ નદીનું 345 બીઓડી છે. તો ઉત્તર પ્રદેશની બહેલા નદી 287 બીઓડી સાથે ભારતની ત્રીજા ક્રમની સૌથી પ્રદૂષિત નદી છે.
ભારતની 311 નદીઓ પ્રદૂષિત, સૌથી વધુ મહારાષ્ટ્રની
સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી)એ વર્ષ 2022ના રિપોર્ટમાં ભારતની 311 નદીઓને પ્રદૂષિત નદી તરીકે જાહેર કરી છે. જેમાં સંખ્યાની રીતે જોયે તો મહારાષ્ટ્રમાં સૌથી 55 નદીઓ પ્રદૂષિત છે. ત્યારબાદ મધ્યપ્રદેશમાં 19 અને કેરળ- બિહારમાં 18, કર્ણાટક – ઉત્તર પ્રદેશમાં 17 નદીઓ પ્રદૂષિત છે. નોંધનિય છે કે, સીપીસીબીના આંકડા અનુસાર વર્ષ 2018ના રિપોર્ટમાં દેશની 351 નદીઓને પ્રદૂષિત નદી જાહેર કરવામાં આવી હતી.