Sarangpur Hanuman Temple : સાળંગપુર હનુમાન મંદિર વિવાદનું સામધાન, ભીંતચિંત્રો સૂર્યોદય પહેલા હટાવી લેવાશે; સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક સ્વામીનારાયણના સંતોનો મોટો નિર્ણય

Sarangpur Hanuman Temple Controversy : સાળંગપુર હનુમાન મંદિરના ભીંતચિંત્રોના વિવાદમાં સરકારને હસ્તક્ષપ કરવો પડ્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ત્યારબાદ વિશ્વ હિંદુ સંગઠન સાથે બેઠક બાદ વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો

Written by Ajay Saroya
Updated : September 04, 2023 23:25 IST
Sarangpur Hanuman Temple : સાળંગપુર હનુમાન મંદિર વિવાદનું સામધાન, ભીંતચિંત્રો સૂર્યોદય પહેલા હટાવી લેવાશે; સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક સ્વામીનારાયણના સંતોનો મોટો નિર્ણય
સાળંગપુર હનુમાન મંદિર વિવાદ

Sarangpur Hanuman Temple Controversy End : સાળંગપુર હનુમાન મંદિરમાં ભીંતચિંત્રોના વિવાદનો સુખદ સમાધાન આવ્યો છે. ગુજરાત સરકારના હસ્તક્ષેપ અને સાધુ-સંતોના સંગઠનો સાથે બેઠક બાદ સાળંગપુર હનુમાન મંદિરમાં લાગેલા વિવાદીત ભીંતચિત્રો આવતીકાલના સૂર્યોદય પહેલા દૂર કરવાની બાયંધરી આપી છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને બંધ બારણે બેઠક

સાળંગપુર હનુમાન મંદિરના ભીંતચિત્રોને લઇ છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદમાં આખરે સરકારના હસ્તક્ષેપ બાદ સુખદ સમાધાન આવ્યું છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો સાથે બંધબારણે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના અગ્રણી સંતો, સામાજીક અગ્રણીઓ તેમજ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત બે મંત્રી હાજર રહ્યા હતા.

આ બેઠકમાં હનુમાનજીના ભીંત ચિંત્રોના વિવાદને લઇ લાંબી ચર્ચા-મંત્રણા થઇ હતી. ત્યારબાદ અમદાવાદ શિવાનંદ આશ્રમ ખાતે પણ સ્વામી નારાયણ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ વચ્ચે પણ બેઠક યોજાઇ હતી. આ બંને બેઠકો બાદ સાળંગપુર હનુમાન મંદિરના ભીંતચિત્રોના વિવાદનું સુખદ સમાધાન આવ્યુ છે.

આ પણ વાંચો | સારંગપુર હનુમાન મંદિર ભીંતચિત્ર વિવાદ: સાધુ સંતો, VHP સહિત હનુમાન ભક્તોનો ઉગ્ર વિરોધ, આપ્યું અલ્ટિમેટમ

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ લીધા મહત્વપૂર્ણ નિર્ણયો

  • સાળંગપુર હનુમાન મંદિરમાંથી ભીંતચિંત્રો મંગળવારના સૂર્યોદય પહેલા હટાવી લેવાશે.
  • સમાજમાં સમરસતા રહે તે હેતુસર બધા જ વિવાદો અંગે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ જૂથો, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સનાતન ધર્મના વડા અને સંતો સાથે પરામર્શ બેઠક ટૂંક સમયમાં યોજાશે.
  • સમાજમાં સમરસતા રહે તેની માટે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને કોઇ વિવાદમાં વાણી વિલાસ ન કરવા આદેશ,

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ