વારાણસીમાં જેમ કાશી- તમિલ સંગમમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ તેવી જ રીતે હવે ગુજરાતના સોમનાથ મંદિર ખાતે હવે સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમ યોજવામાં આવશે. આગામી એપ્રિલ મહિનામાં ગુજરાતના સોમનાથ ખાતે આ સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ યોજાવા જઈ રહ્યું છે.
સંસ્કૃતિના આદાન-પ્રદાનને પ્રોત્સાહન
ગત જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પક્ષના સભ્યોને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી. તેમણે ખાસ કરીને એવા રાજ્યો વિશે કહ્યું કે જ્યાં ભૌગોલિક વિવિધતા વધારે છે, તેની સાથે સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે. પાછલા વર્ષે પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આવા પ્રકારના કાર્યક્રમનું આયોજન થયુ હતુ.
‘સંગમમ’ એ સાંસ્કૃતિક વારસો પ્રદર્શિત કરવાનું માધ્યમ
પીએમ નરેન્દ્ર મોદીના આહ્વાન પર વારાણસીમાં યોજાયેલા કાશી-તમિલ સંગમમાં બંને રાજ્યોનો સાંસ્કૃતિક વારસો અને તેમની વચ્ચેના પરસ્પર ઐતિહાસિક સંબંધો દર્શાવવામાં આવ્યા હતા. દસ દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમ દરમિયાન બંને રાજ્યોના લોકો સાંસ્કૃતિક ઉપલબ્ધિથી તો પરિચિત થયા જ, સાથે તેમની ખાણીપીણી, ભાષા, કળા અને શૈક્ષણિક સંબંધો પણ વિશે પણ જાણકારી મેળવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જાહેર જનતા તેમજ બંને રાજ્યોની કલા – સંસ્કૃતિ સાથે સંકળાયેલી પ્રતિષ્ઠિત હસ્તીઓ પહોંચી હતી. ઉપરાંત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ અને જનપ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.
સોમનાથ ખાતે પાંચ હજાર વ્યક્તિઓ પધારશે
કાશી-તમિલ સંગમમ્ કાર્યક્રમની સફળતા બાદ હવે આ પ્રકારનો કાર્યક્રમ ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. દસ દિવસ સુધી ચાલનાર આ કાર્યક્રમમાં લગભગ 3000 થી 5000 લોકોને બોલાવવામાં આવશે. આ માટે સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા પ્રસદ્ધિ સોમનાથ મંદિરની પસંદગી કરવામાં આવી છે. ભારતના 12 જ્યોર્તિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા દર વર્ષે કરોડો લોકો આવે છે. સંગમમ્ માટે સોમનાથ મંદિર ટ્રસ્ટને પણ ભાગીદાર બનાવવામાં આવ્યા છે. ઈતિહાસકારોના મતે સોમનાથ મંદિર પર વર્ષ 1024માં મુહમ્મદ ગઝનીએ હુમલો કર્યો હતો.
મદુરાઈના લોકો, જેઓ મોટાભાગે વણકર હતા, રાજા થિરુમલાઈ નાઈકરના શાહી પરિવાર માટે 1623 થી 1669 સુધી સિલ્કના રાજાશાહી વસ્ત્રો બનાવતા હતા. ત્યારબાદ તેઓ ત્રિચી, તાંજોર, કુંભકોનમ, સાલેમ અને અન્ય કેટલાક વિસ્તારોમાં સ્થાયી થયા હતા. ગુજરાત અને તમિલનાડુ બંને રાજ્યો વચ્ચે આ સૌથી મોટું જોડાણ છે.
તમિલનાડુમાં સૌરાષ્ટ્રની જાણીતી વ્યક્તિઓમાં કર્ણાટક સંગીતકાર વેંકટરામન ભાગવધાર, મદુરાઈના ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની એનએમઆર સુબ્બારામન અને કલાકાર વેન્નીરા અદાઈ નિર્મલાનો સમાવેશ થાય છે.
તમિલનાડુમાં સૌરાષ્ટ્રના જાણીતા લોકોમાં કર્ણાટક સંગીતકાર વેંકટરામન ભગવથર, મદુરાઈના ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની એનએમઆર સુબ્બારામન અને કલાકાર વેન્નીરા અદાઈ નિર્મલાનો સમાવેશ થાય છે.