scorecardresearch

Asaram: સુરતની યુવતી પર દુષ્કર્મના કેસમાં આસારામને આજીવન કેદની સજા, ગાંધીનગર કોર્ટે ફટકારી સજા

Asaram Life Imprisonment : આસારામની 31 ઓગસ્ટ 2013ના રોજ જોધપુર પોલીસે બળાત્કારના અન્ય એક કેસમાં ધરપકડ કરી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે

Asaram: સુરતની યુવતી પર દુષ્કર્મના કેસમાં આસારામને આજીવન કેદની સજા, ગાંધીનગર કોર્ટે ફટકારી સજા
સુરતની યુવતી પર દુષ્કર્મના કેસમાં આસારામને આજીવન કેદની સજા (File)

Asaram Life Imprisonment : શિષ્યા પર બળાત્કારના કેસમાં આશારામને ગાંધીનગરની કોર્ટે (Gandhinagar Court)આજીવન કેદની સજા ફટકારી છે. આસારામને (Asaram)આઇપીએસની કલમ 376 (2) (સી), 377 (અપ્રાકૃતિક યૌનાચાર) અને અવૈધ રુપથી બંધક બનાવવા સાથે જોડાયેલી કલમમાં દોષિત જાહેર કર્યા છે. સુરતની એક મહિલાએ 2013માં આસારામ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા ગઈકાલે આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

અત્રે નોંધનીય છે કે આસારામની 31 ઓગસ્ટ 2013ના રોજ જોધપુર પોલીસે બળાત્કારના અન્ય એક કેસમાં ધરપકડ કરી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે

આ કેસમાં આસારામના પુત્ર નારાયણ સાંઈ, પત્ની લક્ષ્મી, પુત્રી ભારતી સહિત ચાર મહિલા શિષ્યાઓને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. પરંતુ ટ્રાયલ દરમિયાન રજૂ કરાયેલા પુરાવાને ધ્યાનમાં લેતા અદાલતે આસારામ સિવાય તમામને નિર્દોષ જાહેર કર્યા હતા.

આ પણ વાંચો – ગુજરાત જુનિયર ક્લાર્ક પેપર લીકના આરોપીની કરમ કુંડળી, જાણો કોણ છે ભાસ્કર ચૌધરી?

ફરિયાદના 10 વર્ષ બાદ મળ્યો ન્યાય

સમગ્ર ઘટનાક્રમ પર એક નજર કરીયે તો સુરતની એક યુવતીએ પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે લગભગ 10 વર્ષ પહેલા આસારામના આશ્રમમાં ગઈ હતી. તે દરમિયાન તેની સાથે આ ઘટના બની હતી. મહિલાનો આરોપ છે કે આસારામે તેની સાથે ઘણી વખત દુષ્કર્મ કર્યું હતું.

આસારામની 31 ઓગસ્ટ 2013ના રોજ જોધપુર પોલીસે દુષ્કર્મના એક અન્ય કેસમાં ધરપકડ કરી હતી, ત્યારથી તે જેલમાં બંધ છે. આસારામને એક અન્ય કેસમાં આજીવન જેલની સજા સંભળાવવામાં આવી હતી. વર્ષ 2013માં એક શિષ્યા સાથે દુષ્કર્મના આરોપમાં જોધપુરની અદાલતે વર્ષ 2018માં આજીવન જેલની સજા સંભળાવી હતી.

આસારામનું 10 હજાર કરોડનું ‘સામ્રાજ્ય’

આસારામે લગભગ 10 હજાર કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. વર્ષ 1970ના દાયકામાં તેણે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે એક નાની ઝૂંપડી બનાવી હતી. ત્યારબાદ ઝુંપડીમાંથી વિશાળ આશ્રમ બનાવવાની સાથે સાથે દેશભરમાં પોતાના આશ્રમ સ્થાપિત કર્યા હતા. હાલમાં 400થી વધુ આશ્રમો છે. ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ તેમનું સામ્રાજ્ય ફેલાયેલું છે.

Web Title: Self styled godman asaram bapu gets life imprisonment in 2013 rape case

Best of Express