આજે વર્ષનું બીજુ અને છેલ્લુ સૂર્યગ્રહણ છે. જ્યોતિષ અનુસાર, સૂર્યગ્રહણનો સુતક સમયગાળો ગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે. માનવામાં આવે છે કે, ગ્રહણની સાથે જ અશુભ ઘટનાઓ બને છે, જેના કારણે સૂર્યની શુભતા ઓછી થઈ જાય છે. તો સૂર્યગ્રહને પગલે આજે અંબાજી મંદિર દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સાંજની આરતી રાત્રે 9.30 કલાકે બેસતા વર્ષની મંગળા આરતી સવારે 6.30 કલાકે
અંબાજી શક્તિપીઠ ખાતે સૂર્યગ્રહણના સૂતકને પગલે ભક્તો માટે મંદિરમાં બંધ રહેશે. મંદિરમાં પૂજા, દર્શન બંધ રાખવામાં આવ્યા છે. અંબાજી મંદિરમાં આજે સાંજની આરતી રાત્રે 9.30 કલાકે થશે. તો બેસતા વર્ષની આરતી સવારે 6.30 કલાકે થશે.
ગુજરાત સહિત ભારતમાં સૂર્યગ્રહણનો સમય
સૂર્યગ્રહણ મુખ્યત્વે યુરોપ, ઉત્તર પૂર્વ આફ્રિકા અને પશ્ચિમ એશિયાના ભાગોમાંથી દેખાશે. પરંતુ આ સાથે ભારતમાં ગ્રહણ નવી દિલ્હી, બેંગ્લોર, કોલકાતા, ચેન્નઈ, ઉજ્જૈન, વારાણસી, મથુરા, ગુજરાત સહિત બધા શહેરોમાં જોવા મળી શકશે. પૂર્વના રાજ્યો સિવાય બધે જોઈ શકાશે. ભારતમાં આ સૂર્યગ્રહણ બપોરે 2:29 વાગ્યે શરૂ થશે અને લગભગ 4 કલાક અને 3 મિનિટ સુધી ચાલશે. આ વખતે સૂર્યાસ્ત પછી પણ ગ્રહણ જોવા મળશે. ગ્રહણ સાંજે 6.32 કલાકે સમાપ્ત થશે.
આ પણ વાંચો – સૂર્યગ્રહણમાં આ એક ભૂલ ગર્ભવતી મહિલાઓને પડી શકે છે ભારે, આ બાબતનું રાખવું ખાસ ધ્યાન
સૂર્યગ્રહણ પર શું કરવું અને શું નહીં
આ દરમિયાન વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને બાળકો સિવાય તમામ લોકોએ સૂવાનું, ખાવાનું અને પાણી પીવાનું ટાળવું જોઈએ. આખા ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખાસ કરીને એક જગ્યાએ બેસવું જોઈએ. સાથે જ બેસીને હનુમાન ચાલીસા વગેરેનો પાઠ કરવો. તેની ગ્રહણની અસર તેમના પર બિનઅસરકારક રહેશે. આકાશમાં આ અવકાશી ઘટનાને ક્યારેય નરી આંખે ન જોવી જોઈએ કારણ કે સૂર્યના કિરણો આંખોને નુકસાન પહોંચાડી શકે છે. સૂર્યગ્રહણને ટેલિસ્કોપથી પણ જોવું જોઈએ.