અદિતી રાજા | Vadodara Crime : અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહને પગલે વડોદરાના ભોજ ગામમાં શોભા યાત્રા નીકળી હતી, આ દરમિયાન સરઘસ પર પથ્થરમારો કરવાના કથિત કેસમાં ગુજરાત પોલીસે સોમવારે હત્યાના પ્રયાસ મામલે 16 લોકો સામે ગુનો નોંધ્યો હતો.
વાડુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) માં જણાવ્યું છે કે, આ ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા હતા અને ઉમેર્યું હતું કે, “શોભા યાત્રામાં ભાગ લેતા હિન્દુ સમુદાયના લોકોની હત્યા કરવાનું ગુનાહિત કાવતરું હતું”. આ ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો હોવાનું કહેવાય છે.
પોલીસે 16 આરોપીઓની ઓળખ કરી, જે તમામ ભોજ ગામના રહેવાસી છે, અને 10 અન્ય લોકોનો ઉલ્લેખ કર્યો છે, જેમની ઓળખ હજુ સુધી થઈ નથી કે, જેઓ શોભા યાત્રામાં સહભાગીઓ પર હુમલો કરનાર ટોળાનો ભાગ હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે શોભા યાત્રા સાંજે 4 વાગ્યે નગીના મસ્જિદની ગલીમાંથી પસાર થઈ, ત્યારે ગામમાં તણાવ ફેલાઈ ગયો હતો, જ્યાં બે સમુદાયના યુવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પથ્થરમારો શરૂ થયો હતો.
“આ ગામમાં 70 ટકા જેટલી વસ્તી લઘુમતી સમુદાયની છે. એવું કહેવાય છે કે, સોમવારે, જ્યારે યાત્રા મસ્જિદ લેન નજીક આવી, ત્યારે બંને સમુદાયના યુવાનો વચ્ચે ઝઘડો થયો કારણ કે, લઘુમતી સમુદાયના કેટલાક છોકરાઓ યાત્રાને પસાર થતા જોઈ રહ્યા હતા. વડોદરાના પોલીસ અધિક્ષક રોહન આનંદે ઈનેડિયન એક્સપ્રેસને જણાવ્યું હતુ કે,, “લગભગ 30-40 સેકન્ડમાં પરિસ્થિતિ ભડકી ગઈ અને પથ્થરમારો શરૂ થયો. અમે માનીએ છીએ કે, આ એક પૂર્વ આયોજિત હુમલો હતો કારણ કે, ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી તણાવ હતો.”
આનંદે જણાવ્યું હતું કે, યાત્રાનું આયોજન કરી રહેલા હિન્દુ સમુદાયના સભ્યોએ સરઘસ પહેલાં પણ, અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મંદિરમાં લગાવેલા ધાર્મિક ધ્વજને હટાવવા અંગે વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આનંદે કહ્યું, “અમે પહેલાથી જ પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા હતા, જેમણે કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે બંને સમુદાયો સાથે વાત કરી હતી.” વાસ્તવમાં, મુશ્કેલીની અપેક્ષા રાખીને, અમે મુલાકાત પહેલા ગામમાં વધારાની સુરક્ષા સાથે SRPF (આઠ જવાનોનો સમાવેશ) ની પેટા યુનિટ તૈનાત કરી હતી. તેમ છતાં પાંચ મહિલા સહિત આઠ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
વાડુ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે, “વાડુ પોલીસ સ્ટેશનના એક પોલીસ કોન્સ્ટેબલને પણ પથ્થરમારામાં તેની પીઠની ડાબી બાજુએ ઈજા થઈ હતી. 18 જાન્યુઆરીએ ભગવાન રામના ધ્વજ અને હાર ચઢાવવામાં આવ્યા હતા.” શોભા યાત્રાના રૂટ પર હિન્દુ સમાજ દ્વારા લગાવવામાં આવેલ સામાન પણ આ લોકોએ હટાવી લીધો હતો અને આ માટે વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉપરોક્ત સમાજના સભ્યો તેમજ અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ભૂતકાળ પણ તપાસ કરવામાં આવી રહ્યો છે.
આ ઘટના ત્યારે બની જ્યારે ભગવાન રામનું સરઘસ ગામની નગીના મસ્જિદ નજીકથી પસાર થયું, ત્યારે તેમાં ભાગ લેનારા હિંદુઓને મારી નાખવાના ઈરાદે એક આયોજિત ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. અને સરઘસમાં ભાગ લેનારા લોકો સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો, જ્યારે તેઓને મારવાના ઇરાદે ઇંટો અને પથ્થરોનો મારો પણ કર્યો હતો.
આનંદ, જે ઘટના પછી તરત જ ગામમાં પહોંચ્યો હતો, તેણે જણાવ્યું હતું કે, પોલીસ આરોપીઓને શોધવા માટે ગામમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવાની આશા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો – ખેરાલુમાં રામની શોભાયાત્રા પર પત્થરમારો, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા
તમામ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ હત્યાનો પ્રયાસ (307), ગુનાહિત કાવતરું [120 (B)], ગેરકાયદેસર એસેમ્બલી (143), ઘાતક હથિયારોથી સજ્જ ગેરકાયદેસર એસેમ્બલીના સભ્ય (144), હુલ્લડ (147), એક સામાન્ય હેતુ માટે ગેરકાયદેસર એસેમ્બલીના દરેક સભ્ય દ્વારા કરવામાં આવેલ ગુનો (149), ધાર્મિક લાગણીઓને દુભાવવાના હેતુથી ઇરાદાપૂર્વક અને દૂષિત કૃત્ય (295A), તોફાનો (147), ઘાતક શસ્ત્રોથી સજ્જ રમખાણ (148), હુમલો અથવા હુલ્લડને દબાવતી વખતે જાહેર સેવકને અવરોધવું (152), ધર્મના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું, હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સિવાય 153A, સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવું (323), ખતરનાક હથિયાર અથવા સાધનનો ઉપયોગ (324), 427, કોઈપણ અશ્લીલ શબ્દનો ઉચ્ચાર કરવો [294(B)], અને જાહેરમાં તોફાન પેદા કરતા નિવેદનો [505(A)] કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.