ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓએ હવે સત્ર દીઠ એકમ કસોટી આપવી પડશે, દરેક કસોટીના હશે 25 માર્ક્સ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડના સંયુક્ત નિયામક દ્વારા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે દરેક વિષયની 25-25 ગુણની એકમ કસોટી સત્ર દીઠ એક-એક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે GCERT દ્વારા એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.

Written by Rakesh Parmar
Ahmedabad September 03, 2025 21:04 IST
ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓએ હવે સત્ર દીઠ એકમ કસોટી આપવી પડશે, દરેક કસોટીના હશે 25 માર્ક્સ
શૈક્ષણિક વર્ષ 2025-26માં પ્રથમ સત્રમાં તારીખ 11 થી 20 સપ્ટેમ્બર, 2025 દરમિયાન એકમ કસોટી યોજવાની રહેશે. (File Photo)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડના સંયુક્ત નિયામક દ્વારા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે દરેક વિષયની 25-25 ગુણની એકમ કસોટી સત્ર દીઠ એક-એક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે GCERT દ્વારા એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, અગાઉ શિક્ષણ મંત્રીએ ધોરણ 10 અને 12 બોર્ડના પ્રશ્નપત્રમાં ફેરફાર કરવા અંગે નિવેદન આપ્યું હતું.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12માં સત્ર દીઠ એકમ કસોટી લેવાશે. આ એકમ કસોટી 25-25 માર્ક્સની હશે. અગાઉ માસિક એકમ કસોટી લેવામાં આવતી હતી. હવે બે એકમ કસોટી લેવામાં આવશે. આ અંગેની સૂચનાઓ પણ શિક્ષણ અધિકારી મારફતે તમામ સ્કૂલોને મોકલી દેવામાં આવી છે અને તેની તમામ વિગત શિક્ષણ વિભાગની વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં આવી છે.

ધોરણ 9 થી 12 માં સત્ર દીઠ એકમ કસોટી માટે સુચનાઓ

  1. ધોરણ 9 થી 12માં દરેક વિષયની 25-25 ગુણની એકમ કસોટી સત્ર દીઠ એક-એક લેવાની રહેશે.
  2. શૈક્ષણિક વર્ષ 2025-26માં પ્રથમ સત્રમાં તારીખ 11 થી 20 સપ્ટેમ્બર, 2025 દરમિયાન એકમ કસોટી યોજવાની રહેશે. તેમજ બીજા સત્રની એકમ કસોટી ૨૨ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન યોજવાની રહેશે. આ અંગેનું સમયપત્રક શાળા પોતાની અનુકૂળતા મુજબ નક્કી કરી શકશે.
  3. સદર કસોટી માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર અભ્યાસક્રમની ફાળવણીના આધારે પ્રથમ સત્રની એકમ કસોટી માટે ૩૧ ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે. તેમજ બીજા સત્રની એકમ કસોટી માટે ૧૫ ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે.
  4. આ એકમ કસોટી માટે માર્ગદર્શન મળી રહે તે હેતુથી નમૂનારૂપ પ્રશ્નબેંક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ભૂતકાળમાં તૈયાર કરેલ છે. આ ઉપરાંત બીજી પ્રશ્નબેંક પણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે. જેના આધારે શિક્ષકે સદર 25 ગુણની એકમ કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષાનુસાર જાતે તૈયાર કરવાની રહેશે.શિક્ષક સદર પ્રશ્નબેંકમાંથી પ્રશ્નો પસંદ કરી શકશે તેમજ તેમાં આપેલ પ્રશ્નો જેવા બીજા પ્રશ્નો જાતે તૈયાર કરીને તેના આધારે કસોટી તૈયાર કરી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું રહેશે.
  5. લર્નિંગ આઉટકમ(L.O) ના આધારે કસોટી તૈયાર કરવાની રહેશે તેમજ તેમાં હેતુલક્ષી, અતિટૂંકજવાબી, ટૂંકજવાબી તેમજ નિબંધપ્રકારના એમ વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવાનો રહેશે.
  6. સદર કસોટી અંતર્ગત શિક્ષકે તૈયાર કરેલા કસોટીપત્રો શાળાની ફાઈલે રાખવાના રહેશે.
  7. આ કસોટી અલગ નોટબુકમાં લેવાની રહેશે. કસોટીની ચકાસણી થઈ ગયા બાદ વાલીને બતાવવાની રહેશે.
  8. કસોટીના પરિણામની ઓનલાઇન ડેટા એન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર મારફતે અલગથી આપવામાં આવશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ