કાળઝાર ગરમીથી લોકોની હાલત ખરાબ થઇ રહી છે. ભીષણ ગરમી લોકોનો પરસેવો છોડાવી રહી છે. અનેક જગ્યાઓ ઉપર લોકોને હીટવેવનો સામનો કરવો પડી રહ્યો છે. કાળઝાર ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે 19થી 20 એપ્રિલ વચ્ચે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. પશ્વિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને બિહારના અલગ અલગ વિસ્તારમાં લૂની સ્થિતિ બનેલી છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આપેલી માહિતી પ્રમાણે આજે ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી જઈ શકે છે. અમદાવાદમાં રહેતા લોકોને આજે વધારે ગરમીનો સામનો કરવો પડી શકે છે.
ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રી પહોંચી શકે છે
ગુજરાતમાં ઉનાળો પોતાની ચરમસીમા તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જોકે, હવામાન વિભાગ દ્વારા આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 42 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચી શકે છે. આજે મંગળવારે અમદાવાદમાં 42 ડિગ્રી, વડોદારમાં 40 ડિગ્રી, સુરતમાં 39 ડિગ્રી, રાજકોટમાં 40 ડિગ્રી, ભૂજમાં 39 ડિગ્રી, ડિસામાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાનું અનુમાન લગાવવામાં અવ્યું છે. સોમવારે ગુજરાતમાં પડેલી ગરમી અંગે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે સુરેન્દ્રનગર 41.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત રાજકોટ 41.5 ડિગ્રી તાપમાન સાથે બીજું ગરમ શહેર રહ્યું હતું.
સોમવારે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલું રહ્યું તાપમન
સ્થળ | તાપમાન |
અમદાવાદ | 41.0 |
ડીસા | 38.8 |
વિદ્યાનગર | 39.7 |
વડોદરા | 40.2 |
સુરત | 39.5 |
વલસાડ | 37 |
દમણ | 33.2 |
ભૂજ | 38.0 |
નલિયા | 34.4 |
કંડલા પોર્ટ | 37.1 |
કંડલા એરપોર્ટ | 40.3 |
અમરેલી | 42.0 |
ભાવનગર | 39.5 |
દ્વારકા | 32.3 |
ઓખા | 35.6 |
પોરબંદર | 32 |
રાજકોટ | 41.5 |
વેરાવળ | 32.1 |
દિવ | 33.5 |
સુરેન્દ્રનગર | 41.6 |
મહુવા | 38.8 |
કેસોદ | 39.5 |
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્વિમી હિમાલયી વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી મંગળવારથી ઉત્તર પશ્વિમી ભારતમાં મેદાની વિસ્તારમાં ભીષણ ગરમીમાંથી થોડી રાહત મળશે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજ્સથામાં 18થી 20 એપ્રિલ દમિયાન અલગ અલગ વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ- જાણો કોણ છે સિક્કિમની આ પોલીસ ઓફિસર, જે હવે સુપર મોડલ બનીને કમાઈ રહી નામ
સ્કાઇમેટ પ્રમાણે નવી દિલ્હી અને એનસીઆરમાં 19થી 20 એપ્રિલ વચ્ચે વરસાદ અને આંધી આવી શકે છે. અને તાપમાન 22થી 40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. આજે અહીં વરસાદની ગતિવિધઓ જોવા મળે છે અને 19થી 20 એપ્રિલ વચ્ચે વરસાદ થઇ શકે છે.
હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિવિધ વિભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 18-19 એપ્રિલે ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી બે ત્રણ દિવસમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં કરા પણ પડી શકે છે. કાલે બુધવારે દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશમાં મહત્તમ તાપમાન સામાન્યથી છ ડિગ્રી વધારે 41 ડિગ્રી નોંધાઈ હતી.
હવામાન વિભાગે હિમાચલમાં 18 અને 19 એપ્રિલે વરસાદ, વાવાઝોડું, વિજળી પડવી અને કરા પડવાનું એલર્ટ આપ્યું છે. મૌસમ વિભાગે 20 અને 21 એપ્રિલ વચ્ચે આ વિસ્તારોમાં વરસાદની ભવિષ્યવાણી કરી છે. આ ઉપરાંત 22-23 એપ્રિલે અહીં અલગ અલગ સ્થાનો પર વરસાદી સંભાવના છે.
આ વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ, ઉત્તરી આંધ્ર પ્રદેશના દક્ષિણ તટ વિસ્તારોમાં બુધવાર સુધઈ લૂ ચાલવાનું અનુમાન છે. પશ્વિમ બંગાળ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં ભીષણ ગરમીના કારણે સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી આ સપ્તાહ માટે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.