સુનિયા વિલિયમ્સની વાપસી માટે પૈતૃક ગામ ઝુલાસણમાં થઈ રહ્યો છે યજ્ઞ, ભાઈ દિનેશ રાવલે કહ્યું- તે દેશનું ગૌરવ

સુનિતા વિલિયમ્સની સુરક્ષિત વાપસી માટે ભારતમાં પ્રાર્થનાઓ થઈ રહી છે. તેમનો પરિવાર પણ ગુજરાતના તેમના પૈતૃક ગામ ઝુલાસણમાં તેમની રાહ જોઈ રહ્યો છે. તેના પિતરાઈ ભાઈ દિનેશ રાવલે તેની બહેનના પાછા ફરવાના સમાચાર પર ખુશી વ્યક્ત કરી છે.

Written by Rakesh Parmar
March 18, 2025 17:45 IST
સુનિયા વિલિયમ્સની વાપસી માટે પૈતૃક ગામ ઝુલાસણમાં થઈ રહ્યો છે યજ્ઞ, ભાઈ દિનેશ રાવલે કહ્યું- તે દેશનું ગૌરવ
ગુજરાતમાં સુનિતા વિલિયમ્સના પિતરાઈ ભાઈ દિનેશ રાવલે ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તે રાષ્ટ્રનું ગૌરવ છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Sunita Williams Return: નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરી રહી છે. તેઓ તેમના સાથી મુસાફર બુચ વિલ્મોર સાથે સ્પેસએક્સના એરક્રાફ્ટમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથકને અલવિદા કહી દીધુ છે. તે બંને છેલ્લા 9 મહિનાથી ત્યાં અટવાયેલા હતા. જો હવામાન સારું રહેશે તો તેમનું વિમાન સાંજ સુધીમાં ફ્લોરિડાના કિનારે ઉતરાણ કરી શકે છે. તેમના સુરક્ષિત વાપસી માટે ભારતમાં પણ પ્રાર્થનાઓ થઈ રહી છે. તેમનો પરિવાર પણ ગુજરાતના તેમના પૈતૃક ગામ ઝુલાસણમાં તેમની રાહ જોઈ રહ્યો છે. તેના પિતરાઈ ભાઈ દિનેશ રાવલે તેની બહેનના પાછા ફરવાના સમાચાર પર ખુશી વ્યક્ત કરી છે.

ગુજરાતમાં સુનિતા વિલિયમ્સના પિતરાઈ ભાઈ દિનેશ રાવલે ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તે રાષ્ટ્રનું ગૌરવ છે. દિનેશ રાવે સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું, “તેની માતા, ભાઈ અને બહેન સહિત પરિવારના દરેક વ્યક્તિ ખુશ છે કે તે ઘરે પાછી આવી રહી છે. અમારો આખો પરિવાર ખુશ છે અને તેના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.”

પરિવાર સુનિતાના પાછા ફરવા માટે પ્રાર્થના કરી રહ્યો છે

સુનિતા વિલિયમ્સ વિશે તેમના ભાઈ દિનેશ રાવલે કહ્યું કે અમે તેમની સલામતી માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું છે અને ઘણા મંદિરોમાં ગયા છીએ. આ આપણા માટે ખૂબ જ મોટો દિવસ છે. તે દેશનું ગૌરવ છે. અમે તેમના પાછા ફરવા માટે ‘યજ્ઞ’ કરી રહ્યા છીએ અને તેમના પાછા ફરવા પર મીઠાઈઓનું વિતરણ કરીશું.

સુનિયા વિલિયમ્સનું પૈતૃક ગામ ઝુલાસણ

મહેસાણા અમદાવાદ હાઇવે પર રાજપુર નજીક આવેલું નાનકડું ઝુલાસણ ગામ સુનિતા વિલિયમ્સનું પૈતૃક ગામ છે. સુનિતાના પિતા ડો.દિપકભાઇ પંડ્યાએ પોતાનું બાળપણ અહીં વિતાવ્યું હતું. સુનિતા ભલે ગામમાં મોટી થઇ નથી પરંતુ ગામલોકો પોતાની દિકરી કરતાં પણ વધુ સ્નેહ વરસાવે છે.

સુનિતા વિલિયમ્સ વિશે જાણવા જેવું

  • સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળની અમેરિકી અંતરિક્ષ યાત્રી છે.
  • સુનિતા વિલિયમ્સના પિતા ડો.દિપક પંડ્યા મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના વતની છે.
  • સુનિતા વિલિયમ્સના માતા બોની જાલોકર પંડ્યા સ્લોવેનિયાના છે.
  • સુનિતા પંડ્યા વિલિયમ્સનો એક ભાઇ જય થોમસ પંડ્યા અને મોટી બહેન ડાયના પંડ્યા છે.
  • સુનિતાના પિતા ડો.દિપક પંડ્યા 1958માં અમદાવાદથી અમેરિકાના બોસ્ટનમાં આવી વસ્યા હતા.
  • સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965 માં અમેરિકાના ઓહાયો રાજ્યના યૂક્લિડ શહેરમાં થયો હતો.
  • સુનિતા વિલિયમ્સના લગ્ન માઇકલ જે વિલિયમ્સ સાથે થયા છે.
  • ભારત સરકાર દ્વારા સુનિતા વિલિયમ્સને વર્ષ 2008 માં પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
  • મહિલા અંતરિક્ષ યાત્રી તરીકે 127 દિવસ સુધી અંતરિક્ષમાં રહેવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો
  • મૈસાયુસેટ્સથી હાઇસ્કૂલ પાસ કર્યા બાદ 1987 માં સંયુક્ત રાષ્ટ્રની નૌસૈનિક એકેડેમીમાંથી ફિઝિકલ સાયન્સમાં બીએસ કર્યું હતું.
  • વર્ષ 1995 માં ફ્લોરિડા સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતેથી એંજિનિયરિંગ મેનેજમેન્ટમાં એમ.એસ કર્યું હતું.

સુનિતા વિલિયમ્સ કરિયર

સુનિતા વિલિયમ્સ જૂન 1998 માં અમેરિકી અંતરિક્ષ સંસ્થા નાસા માટે પસંદગી પામ્યા હતા. કલ્પના ચાવલા બાદ સુનિતા વિલિયમ્સ બીજા ભારતીય મૂળના મહિલા છે જે અમેરિકી અંતરિક્ષ મિશન પર ગયા હતા. જૂન 1998 થી નાસા સાથે જોડાયેલા સુનિતા વિલિયમ્સે અત્યાર સુધી 30 અલગ-અલગ અંતરિક્ષ યાનમાં 2770 ઉડાન ભરી છે. આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સ માટે પૃથ્વી પર આવવું જીવનું જોખમ? સેફ લેન્ડિંગમાં એક નહીં પણ ત્રણ મોટી સમસ્યાઓ

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ