Surat Dream City Project Bharat Bazar: ડાયમંડ સિટી તરીકે દુનિયાભરમાં પ્રખ્યાત સુરતમાં હવે ભારત બજાર સ્થાપવાની વિચારણા ચાલી રહી છે. દુબઇ અને ચીનના હોલસેલ માર્કેટની તર્જ પર સુરતમાં મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ડ્રીમ સિટી હેઠળ ભારત બજાર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. ભારત બજાર પ્રોજેક્ટ હેઠળ સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સાથે વોકલ ફોર લોકલ અભિયાન હેઠળ સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો અને વિકાસ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
દુબઇ ચીન જેવું સુરતમાં બનશે ભારત બજાર
સુરત શહેર વિકાસ પ્રોજેક્ટ ડ્રીમ સિટી હેઠળ દુબઇ અને ચીનના હોલસેલ માર્કેટ જેવું ભારત બજાર સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવશે. જેમા B2B (બાયર ટુ બાયર અને B2C (બાયર ટુ કસ્ટમર) બંને બિઝનેસ હશે. દુભઇના B2C બિઝનેસ મોડલમાં હોલસેલ વેપારીઓ પાસેથી ગ્રાહકો સીધો માલ ખરીદી છે જ્યારે ચીનના B2B માર્કેટમાં હોલસેલ વેપારીઓ માટેથી વિતરકો માલસામાન ખરીદે છે. સુરતમાં વિચારાધીન ભારત બજારમાં B2B અને B2C બંને બિઝનેસ મોડલનું સંમિશ્રણ કરી ખાસ બજાર ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ડાયમંડ, ટેક્સટાઇલ અને સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન મળશે
સુરતમાં ભારત બજાર સ્થાપવાથી હીરા, ટેક્સટાઇલ અને જ્વેલરી ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને વિકાસ પામશે. ઉપરાંત લક્ઝુરિયસ આઇટમ સાથે વોકલ ફોર લોકલ અભિયાન હેઠળ સ્થાનિક હસ્તકલા અને કારીગીરને પ્રોત્સાહન આપવાાં આવશે.
સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટ માટે 500 હેક્ટર જમીન મળશે
સુરતમાં ડ્રીમ સિટી પ્રોજેક્ટ માટે 500 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવશે. અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને વિવિધ સુવિધા ઉભી થશે. તમને જણાવી દઇયે કે, સુરતમાં ડાયમંડ બુર્સ 14 હેક્ટર વિસ્તારમાં ડેવલપ કરવામાં આવે છે.





