Surat Palsana Workers Death : સુરતમાં એક મોટૂ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ચાર કામદારોના ટાંકી સાફ કરતા ગુંગળામણથી અને પછી ડુબી જવાથી મોત નિપજ્યા છે. આ ઘટના બાદ તંત્ર દોડતુ થઈ ગયું છે. મહત્વની વાત એ છે કે, નવા વર્ષે જ ચાર કામદારોના મોતથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પલસાણા વિસ્તારમાં આવેલી કિરણ ઈન્ડસ્ટ્રીમાં ચાર કામદારો ઈન્ફ્યુલેન્ટ ટ્રીટમેન્ટ કુવાની સફાઈ કરવા માટે ઉતર્યા હતા, આ સમયે ટાંકામાં ગુગળામણ થવા લાગી અને ચારે પાણીમાં ડુબી જતા મોત નિપજ્યા છે.
ઘટનાની જાણ તંત્રને થતા કામરેજ ઈઆરસી અને બારડોલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને કેટલાક સ્થાનિકોની મદદથી ચારે કામદારોને ટાંકામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, તુરંત તેમને એમ્બયુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, ચારે કામદારો પરપ્રાંતિય કામદારો હતા, જેઓ ટાંકુ સાફ કરવા ઉતર્યા હતા, જેમના ગુંગળામણ બાદ પાણીમાં ડુબવાથી મોત થયા હતા. કહેવાય છે કે, ટાંકી 20-25 ફૂટ ઊંડી હતી. હાલમાં કામદોરાના પોસ્ટ માર્ટમ કરી મૃતદેહ તેમના પરિવારને સોંપી અકસ્માતે મોતનોગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો – Know Your City : માણેક ચોક, અમદાવાદનું ‘રત્ન’, જ્યાં તમે ઘરેણાંની ખરીદી, જમવા અને ફાટેલી નોટો પણ બદલી શકો છો
નવા વર્ષની ઉજવણીના દિવસે જ ચાર કામદોરાના મોતથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં છવાઈ ગયો છે. પરિવારજનોના ટોળે ટોળા હોસ્પિટલ ઉમટી પડ્યા હતા, પરિવારજનોના રૂદથી હોસ્પિટલ ગુંજી ઉઠી હતી. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ.





