સુરતમાં લૂંટ, મારામારી, હત્યા, ચોરી, રેપ, છેતરપિંડી સહિતના ગુના અનેક વખત સામે આવી રહ્યા છે. માથાભારે શક્સોને જાણે પોલીસનો કોઈ ભય ન હોય તેમ ખુલ્લેઆમ મારામારી-દાદાગીરી કરતા હોય છે. અલગ-અલગ વિસ્તારમાં પોતાની ઘધાક જમાવવા અનેક ગેંગ સુરતમાં સક્રિય થયેલી છે. ત્યારે પોલીસે ઝડપી જેલમાં જેલમાં બંધ કરેલા આરોપીઓની જેલમાં પણ ધમાલ બંધ નથી થઈ રહી.
જેલમાં ગેંગવોર
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં લાજપોર જેલમાં ગેંગવોરની ઘટના સામે આવી હતી. શહેરમાં તો આ ગેંગના રીઢા ગુનેગારો વારંવાર આતંક મચાવતા રહે છે, પરંતુ જેલમાં પણ તેમની ધમાલ બંધ નથી થતી. જેને પગલે લાજપોર જેલ તંત્રએ માથાભારે ગેંગના ત્રણ આરોપીઓની જેલ બદલી કરવાનો નિર્ણય લીધો હતો.
કોની કઈ જેલમાં બદલી કરાઈ?
સુરત જેલમાં અલગ-અલગ ગેંગના આરોપીઓ એક સાથે રહેતા સલામતી જોખમમાં મુકાય તેમ હોવાથી સલામતીને ધ્યાનમાં રાખી ત્રણ માથાભારે આરોપીઓની જેલ બદલી કરવામાં આવી જેમાં (1) માથાભારે સાગર ઉર્ફે મન્યા દુક્કર ની વડોદરા જેલમાં બદલી, (2) દયાવાન ઉર્ફે બંટી ની અમદાવાદ જેલમાં બદલી, (3) કૈલાશ ઉર્ફે કેલીયા ની રાજકોટ જેલમાં બદલી કરવામાં આવી છે.
આ પણ વાંચો – ગુજરાત ચૂંટણી: જ્યારે કોંગ્રેસ નેતાએ જ ઈન્દિરા ગાંધીને આપી હતી ચેલેન્જ, જાણો પછી કેમ છોડવી પડી ખુરશી
સુરત જેલમાં 9 ગેંગના 40 આરોપીઓ બંધ
ઉલ્લેખનીય છે કે, સુરત શહેરની જેલમાં 9 જેટલી ગેંગના સભ્યો બંધ છે. અંદાજિત 40 જેટલા આરોપીઓ ગુજસીકેટ હેઠળ બંધ છે. આ લોકો જેલમાં એક બીજા પર હુમલો ન કરે જેથી માથાભારે શક્સોને જેલ બદલી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા મીંડી ગેંગના સભ્યો ની પણ જેલ બદલી કરવામાં આવી હતી, તો ટપોરી સાજુ કોઠારીની પણ પોરબંદર જેલ બદલી કરવામાં આવી હતી.