Surat News: સુરતમાં ગુટખા ખાઈ થૂંકતા લોકોએ શહેરની સુંદરતા બગાડી, SMC એ 5200 લોકોને દંડ ફટકાર્યો

Surat News: સુરતમાં પ્રથમ વખત મોટી સંખ્યામાં રસ્તા પર થૂંકતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરત મહાનગર પાલિકાએ શહેરના જુદા-જુદા વિસ્તારમાં રૂ.9 લાખનો દંડ ફટકાર્યો છે.

Written by Rakesh Parmar
November 06, 2024 18:57 IST
Surat News: સુરતમાં ગુટખા ખાઈ થૂંકતા લોકોએ શહેરની સુંદરતા બગાડી, SMC એ 5200 લોકોને દંડ ફટકાર્યો
CCTV દ્વારા આવા 5200 લોકો પર 9 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. (તસવીર: Canva)

Surat News: સુરતમાં પ્રથમ વખત મોટી સંખ્યામાં રસ્તા પર થૂંકતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરત મહાનગર પાલિકાએ શહેરના જુદા-જુદા વિસ્તારમાં રૂ.9 લાખનો દંડ ફટકાર્યો છે. દિવાળી-નવા વર્ષ સહિત રસ્તા પર થૂંકવા બદલ 5200 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે.

શહેરના બ્રિજ, ડિવાઈડર, રોડ અને સર્કલના કલરકામને નુકસાન કરનાર સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે હવે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના 4500 સીસીટીવી દ્વારા 24 કલાક મોનિટરિંગ કરવામાં આવશે. જેના કારણે જાહેર સ્થળોએ થૂંકનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતે હવે સોલાર અને વિંડ એનર્જી સેક્ટરમાં પણ દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું

સીસીટીવીની મદદથી કાર્યવાહી હાથ ધરી

ઉલ્લેખનીય છે કે, ઉત્સવના તમામ ઝોનમાં કરોડોના ખર્ચે બ્રિજ, રસ્તા અને સર્કલને રંગવામાં આવ્યા હતા પરંતુ ગુટખા ખાધા પછી થૂંકતા લોકોએ આ બ્યુટીફિકેશનને બગાડી નાખ્યું હતું. જેના કારણે કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરના 4500 કેમેરા દ્વારા જાહેર સ્થળોએ થૂંકનારા લોકો પર નજર રાખવામાં આવી છે અને થૂંકનારા પકડાયા છે.

CCTV દ્વારા આવા 5200 લોકો પર 9 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. પાલિકાનો દાવો છે કે રાજ્યમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં થૂંકતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જો કે કાર્યવાહી બાદ પણ આવા થૂંકનારાઓ સુધરતા નથી. આથી પાલિકાએ આગામી દિવસોમાં કડકતા વધારવા અને દંડની રકમ બમણી કરવાની તૈયારીઓ શરૂ કરી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ