સિક્કિમની યુવતીને મોત ખેંચીને ગુજરાત લાવ્યું, નોકરીનો પ્રથમ દિવસ બન્યો જિંદગીનો છેલ્લો દિવસ

Surat Fire accident: સિક્કિમની ત્રીસ વર્ષની બેનુ લિમ્હોની સુરતના અમૃત સ્પા એન્ડ સલૂન સેવ્ટરમાં આગ લાગવાના કારણે મોત થયું. તે ત્રણ દિવસ પહેલા જ મહારાષ્ટ્રના લોનાવાલાથી સુરત શિફ્ટ થઈ હતી.

Written by Rakesh Parmar
November 08, 2024 15:52 IST
સિક્કિમની યુવતીને મોત ખેંચીને ગુજરાત લાવ્યું, નોકરીનો પ્રથમ દિવસ બન્યો જિંદગીનો છેલ્લો દિવસ
બેનુ લિમ્હો ત્રણ દિવસ પહેલા જ મહારાષ્ટ્રના લોનાવાલાથી સુરત શિફ્ટ થઈ હતી. (તસવીર : Indian Express)

Surat spa fire Incident: સિક્કિમની ત્રીસ વર્ષીય મહિલા બેનુ લિમ્બો ગત બુધવારે સવારે જ્યારે ઊઠી હશે તો પોતાના ભવિષ્યના સોનેરી સપના જોઈ રહી હશે. જેની પાછળનું કારણ હતું તેની નવી નોકરી. બુધવારે તેની નવી નોકરીનો પ્રથમ દિવસ હતો પરંતુ કદાય જ કોઈને ખ્યાલ હોય કે તેની નવી નોકરીનો પ્રથમ દિવસ જ તેના જીવનનો છેલ્લો દિવસ બની રહેશે. ધ ઇન્ડિયન એક્સપ્રેસની ખબર અનુસાર, સિક્કિમની ત્રીસ વર્ષની બેનુ લિમ્હોની સુરતના અમૃત સ્પા એન્ડ સલૂન સેવ્ટરમાં આગ લાગવાના કારણે મોત થયું. તે ત્રણ દિવસ પહેલા જ મહારાષ્ટ્રના લોનાવાલાથી સુરત શિફ્ટ થઈ હતી.

સુરતના અપમાર્કેટ સિટી લાઈડ રોડ વિસ્તારમાં આવેલ અમૃત સ્પા એન્ડ સલૂન સેન્ટરમાં આગ લાગવાના કારણે બેનુ લિમ્બોની સાથે તેની 33 વર્ષીય મિત્ર મનીષા દમાઈ પણ મોતને ભેટી હતી. પોલીસે જણાવ્યું કે બંનેના મોત દમ ઘૂટવાના કારણે થયા હતા. બંનેની લાશો સ્પા અને બાથરૂમમાં મળી હતી. આ સ્પા બિલ્ડિંગના ત્રીજા માળે આવેલો હતો. ધ ઇન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ અનુસાર, સુરત પોલીસે સ્પા માલક દિલશાદ ખાનઅ અને સન જીમના માલિક વસીમ મિસ્ત્રી અને શહનવાજ મિસ્ત્રી વિરૂદ્ધ કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં દારૂબંધી છે છતા આ જિલ્લાના કલેક્ટરે કરી દીધો વિચિત્ર આદેશ

પોલીસની શરૂઆતની તપાસ અનુસાર, જીમના એક ઇલેક્ટ્રીક પેનલમાં શોર્ટ સર્કિટ થવાનાકારણે આગ લાગી હતી. સ્પાના ગ્લાસ ડોરમાં ફિંગરપ્રિંટ સેન્સર લાગેલા હતા. પોલીસ એનું અનુમાન લગાવી રહી છે કે, બેનુ લિમ્બો અન દોસ્ત મનિષા દમાઈ ગેટ ન ખોલી શક્વાના કારણે અંદર ફસાયેલા રહી ગયા જ્યારે તેમના ત્રણ અન્ય સહકર્મી સમયસર બહાર નિકળવામાં સફળ રહ્યા હતા. આ સ્પા દિવાળીના તહેવારો બાદ મંગળવારે ખુલ્યું હતું જ્યારે જીમને ગુરૂવારે ખોલવાની હતી. હાલમાં તંત્ર દ્વારા આ આખુ પરિસર તપાસ માટે સીલ મારી દીધુ છે.

બંને યુવતીઓ પહેલાથી જ એકબીજાને જાણતી હતી

પોલીસ અનુસાર, બેનુ લિમ્બો અને મનિષા દમાઈ બંને પહેલાથી જ એક-બીજાને જાણતી હતી અને તેમણે સાથે લોનાવાલાના સ્પામાં કામ કર્યું હતું. મનીષાના કહેવાથી જ બેનુ લિમ્બો લોનાવાલાથી સુરત આવી હતી. બેનુ લિમ્બોએ બે મહિના પહેલા જ સુરતમાં શિફ્ટ થવા માટે નોકરી છોડી દીધી હતી. ત્રણ દિવસ પહેલા જ તે સ્પા માલિક દ્વારા આપવામાં આવેલા ક્વોર્ટરમાં શિફ્ટ થઈ હતી. તેનો પગાર 18000 રૂપિયા પ્રતિ માસ હતો. જ્યારે મનિષાને 22 હજાર રૂપિયા મળતા હતા.

સુરત ફાયર ડીપાર્ટમેન્ટ અનુસાર, જે સમયે સ્પામાં આગ લાગી ત્યારે બેનુ લિમ્બો અને મનીષા દમાઇ સિવાસ અન્ય ત્રણ મહિલાઓ ત્યાં હાજર હતી. જેમાં કંપનીની મેનેજર સ્મિતા સુપા અને બે કર્મચારી અવી અને એમી સામેલ હતી. રિપોર્ટ અનુસાર આ સ્પા સન જીમની અંદર આવેલ છે, જે શિવપૂજા કોમ્પલેક્સમાં છે. જીમ બંધ હોવાના કારણે ત્યાં ચેતન (કેયરટેકર) જ સફાઈકામ માટે હાજર હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ