scorecardresearch

RTE એડમિશન : ગુજરાતમાં 83,000 બેઠકો માટે 96,000 થી વધુ આરટીઈ અરજીઓ પ્રાપ્ત થઈ

rte admission 2023-24 gujarat : ગુજરાતમાં આરટીઈ (શાળાઓમાં શિક્ષણનો અધિકાર) હેઠળ શાળામાં એડમિશન માટે કુલ 83, 326 જગ્યાઓ સામે 96,707 અરજી (RTE application) ઓ આવી. 10 એપ્રિલથી અરજી પ્રક્રિયા શરૂ થઈ હતી.

rte admission 2023-24 gujarat
ગુજરાતમાં 83,000 બેઠકો માટે 96,000 થી વધુ આરટીઈ અરજીઓ પ્રાપ્ત થઈ (ફોટો એક્સપ્રેસ)

rte admission 2023-24 gujarat : ગુજરાત શિક્ષણ વિભાગને આ વર્ષે ખાનગી શાળાઓમાં શિક્ષણનો અધિકાર (RTE) કાયદા હેઠળ 25 ટકા અનામતના નિયમ મુજબ 83,326 અનામત બેઠકો સામે 96,707 અરજીઓ મળી છે.

શનિવારે સાંજે 7 વાગ્યા સુધીના એકત્ર કરાયેલા ડેટા મુજબ, જ્યારે ઓનલાઈન અરજી પ્રક્રિયા બંધ હતી, ત્યારે 7,449 અરજીઓ પેન્ડિંગ હતી, જ્યારે 59,268 સ્વીકારવામાં આવી હતી. 10 એપ્રિલથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 11,605 અરજીઓ ફગાવી દેવામાં આવી છે. ડેટા દર્શાવે છે કે, 22 એપ્રિલ સુધીમાં કુલ 18,385 અરજીઓ નકારી કાઢવામાં આવી હતી.

રાજ્યની 9,855 ખાનગી શાળાઓમાં 83,000 થી વધુ બેઠકો અનામત છે. આમાંની મોટાભાગની શાળાઓ ગુજરાતી માધ્યમની છે. ગયા વર્ષે, RTE જોગવાઈ હેઠળ 71,000 થી વધુ બાળકોને રાજ્યની શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિભાગ દ્વારા આગામી દિવસોમાં પ્રવેશ માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવશે. જો કે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસે અરજીની છેલ્લી તારીખ વધુ 15 દિવસ લંબાવવાની માંગ કરી છે.

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસે રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો કે, “દર વર્ષે, અરજી કરવાની અવધિ 15-20 દિવસ છે. પરંતુ આ વર્ષે તે માત્ર 12 દિવસ માટે જ હતી. જેના કારણે વેબસાઈટ પર ઘસારો જોવા મળ્યો હતો અને વેબસાઈટ ક્રેશ થવાના બનાવો વારંવાર બન્યા હતા. તેમજ વાલીઓને પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો એકત્ર કરવામાં પણ સમય લાગે છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને, અમે તમને અરજી કરવા માટે વધુ 15 દિવસનો સમય આપવા વિનંતી કરીએ છીએ.”

આ દરમિયાન, એજન્ટો દ્વારા માતા-પિતાનો સંપર્ક કરવાનું અને તેમના બાળકોની નોંધણી કરાવવા માટે નકલી દસ્તાવેજો રજૂ કરવાની ઓફર કરવાની વારંવારની ફરિયાદો પછી, શિક્ષણ વિભાગે ફરિયાદો નોંધાવવા માટે હેલ્પલાઇન પણ શરૂ કરી છે.

તાજેતરમાં, શિક્ષણ વિભાગે RTE કાયદા હેઠળ પ્રવેશનું વચન આપતી નકલી વેબસાઇટ્સ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.

આ પણ વાંચોગુજરાતઃ આમ આદમી પાર્ટી મુશ્કેલીમાં! AAP નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ, 1 કરોડની ઉચાપતનો આરોપ

ગુજરાતમાં પ્રથમ FIR સપ્ટેમ્બર 2021 માં RTE એક્ટના લાભાર્થી વિરુદ્ધ ખોટી આવક પ્રમાણપત્ર સબમિટ કરવા અને રાજ્ય સરકારને ખોટી માહિતી આપવા બદલ નોંધવામાં આવી હતી. વિદ્યાર્થીને આનંદ નિકેતન શાળામાં ધોરણ 1માં દાખલ કરવામાં આવ્યો હતો.

Web Title: Te admission 2023 24 gujarat rte application gujarat education department

Best of Express