કડીમાં શિક્ષકે ધો-6 ના વિદ્યાર્થીને ચાર થપ્પડ માર્યા! ખોટું લાગતા બાળકે બીજા માળેથી છલાંગ લગાવી

કડી શહેરમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા 12 વર્ષના વિદ્યાર્થીએ શાળાના બીજા માળેથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો. બાળકના પરિવારે આ ઘટના માટે શાળાના શિક્ષકોને દોષી ઠેરવ્યા છે.

Written by Rakesh Parmar
Ahmedabad November 22, 2025 15:17 IST
કડીમાં શિક્ષકે ધો-6 ના વિદ્યાર્થીને ચાર થપ્પડ માર્યા! ખોટું લાગતા બાળકે બીજા માળેથી છલાંગ લગાવી
વિદ્યાર્થીના પરિવારનો આરોપ છે કે તેના વર્ગ શિક્ષકે તેનું હોમવર્ક જમા ના કરાવતા તેને થપ્પડ મારી હતી. (તસવીર: સોશિયલ મીડિયા)

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા 12 વર્ષના વિદ્યાર્થીએ શાળાના બીજા માળેથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો. બાળકના પરિવારે આ ઘટના માટે શાળાના શિક્ષકોને દોષી ઠેરવ્યા છે. તેમનું કહેવું છે કે શિક્ષકો તેને સતત ત્રાસ આપતા હતા, જેના કારણે તે આ હદ સુધી પહોંચી ગયો. શાળાના અધિકારીઓએ સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ હોલી ફેમિલી સ્કૂલમાં આ ઘટનાની જાણ કરી.

શાળાના આચાર્ય શૈલજા નાયરે જણાવ્યું હતું કે, “અમને બીજા માળેથી એક વિદ્યાર્થી કૂદી પડ્યો હોવાના સમાચાર મળતાં જ અમે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી. છોકરાના જમણા પગમાં ફ્રેક્ચર છે. તેના પરિવારનો આરોપ છે કે તેના વર્ગ શિક્ષકે તેનું હોમવર્ક જમા ના કરાવતા તેને થપ્પડ મારી હતી.”

છોકરાના પિતા જિગ્નેશ રામીએ જણાવ્યું હતું કે, “જ્યારે મારા બાળકે કહ્યું કે તે ઘરેથી તેનું હોમવર્ક લાવવાનું ભૂલી ગયો છે, ત્યારે શિક્ષકે તેને ચાર થપ્પડ મારી અને તેને વર્ગખંડની બહાર ધકેલી દીધો.” તેમણે આરોપ લગાવ્યો કે તેને ચોથા લેક્ચર સુધી વર્ગમાં બેસવા દેવામાં આવતો નહોતો, અને જ્યારે તેણે કહ્યું કે બહાર ઠંડી છે, ત્યારે પણ તેને ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: કોડીનાર તાલુકાના છારા ગામના BLO ની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં લખ્યું- ‘SIR ની કામગીરીથી થાકી ગયો છું’

રામીએ શાળા તરફથી કડક કાર્યવાહીની માંગ કરતા કહ્યું કે, “મારા દીકરાએ તેના શિક્ષકો દ્વારા સતત ત્રાસ આપવાને કારણે શાળાની ઇમારત પરથી કૂદી પડ્યો હતો.” છોકરાના પરિવારે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ FIR નોંધવામાં આવી નથી.

શાળાના અધિકારીઓએ દાવો કર્યો છે કે તેમણે વિદ્યાર્થીને સજા આપનાર શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો છે. તે જ તે વ્યક્તિ હતો જેણે તેને વર્ગખંડની બહાર બેસાડ્યો હતો અને તેનું હોમવર્ક પૂર્ણ કરવા માટે દબાણ કર્યું હતું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ